કેન્દ્રિય નાણા મંત્રીએ જણાવ્યું છે કેબધા જ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ તમામ વર્ગના કામદારોને લઘુતમ વેતન હેઠળ આવરી લેવામાં આવશે
નાણા મંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યુંછે કે તમામ વર્ગના કામદારોને લઘુતમ વેતન લાગુ પડશે, અને તેબધા કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ આવરી લેવામાં આવશે. શ્રીમતીસીતારમણે કહ્યું કે, સરકાર એક પોર્ટલ દ્વારા અસંગઠિત મજૂરોવિશેની માહિતી એકત્રિત કરશે. એમાં ખાસ કરીને સ્થળાંતર કામદારો માટે પણ જોગવાઈ હશે.સ્થળાંતર કામદારોની પોર્ટલ દ્વારા એકત્રિત થયેલ માહિતી દ્વારા આરોગ્ય, આવાસ, વીમા અને અનાજની યોજનાઓ બનાવવામાં મદદમળશે.
નાણામંત્રીએ કહ્યું કે સ્થળાંતરીતકામદારોના પરિવારોને એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ હેઠળ રાશન માટે મંજૂરી આપવામાં આવશે. વન નેશન વન રેશનકાર્ડ યોજના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં છે, અને લગભગ 69 કરોડ લાભાર્થીઓ સુધી પહોંચે છે. કુલ 86 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે અને આગામી ચાર મહિનામાંબાકીના ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને આવરી લેવામાં આવશે.
No comments:
Post a Comment