નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એસી વાહનો અને કચેરી માં થી કઢાવવા માટે એક બીજાને ખો..! RTI
શૈક્ષણિક લાયકાત, અનુભવી, જવાબદાર અધિકારીઓની જરૂર..
નવસારી જિલ્લા પંચાયત આજે ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે. આરટીઆઈ અધિનિયમ ૨૦૦૫ હોય કે આરસીપીએસ ૨૦૧૩ , લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ , સરકાર આજે કાયમી ધોરણે નવા નવા નિયમો ઘડી રહી છે.ગુજરાત વિકાસ કમિશનરશ્રીના હુકમનો એક વર્ષ પૂર્ણ થતા અમલવારી ન કરવો અને નવા નવા નિયમો દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અહિં ચરમસીમાએ રાજ કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત માં કાયદો અમલીકરણ અધિકારીઓ નથી. ગુજરાત વિકાસ કમિશનર ગમે એ કાયદો કે હુકમ કરે નવસારી જિલ્લા પંચાયત માં છેલ્લે "ઢાંક કે તીન પાંત" જ રહેશે. સરકાર શ્રી એસી કાઢવા માટે એક વર્ષ અગાઉ પરિપત્ર કર્યો હતો.ગુજરાત રાજ્યના નાણા મંત્રાલય એ વર્ષ 2004મા સદર બાબતે એક હુકમ કરેલ છે. પરંતુ આજ સુધી એનો કોઈ અમલવારી થયેલ નથી.નવસારી જિલ્લા પંચાયતના જાહેર માહિતી આધિકારી દરેક મુદ્દે સુપ્રિમ કોર્ટના કાયદા મુજબ છટકબારી કરતાને ખબર નથી કે દરેક કચેરી અને વાહનો માં એસી માર્ગ અને મકાન દ્વારા લગાડવામાં આવેલ નથી. પોતાની કચેરીમાં એસી કોન લગાવી ગયા અને હવે કઢાવશે કોણ..?
આરટીઆઈ આજે છેલ્લા ચાર માસથી એક બીજા કચેરી માં અટવાઈ રહી છે. દરેક મુદ્દે સુપ્રીમ કોર્ટના કાયદો બતાવનાર અધિકારીની કચેરી માં પણ ગૈરકાયદેસર એસી ચાલી રહી છે.અને હિસાબ રાખનાર અધિકારી એસી કઢાવવા બદલે વીજવાયર છુટો કરાવી સરકાર ઉપર મહેરબાની કરી હોય એવો માહિતી આપેલ છે. સદર બાબતેનીમાં જાણકારોના મંતવ્ય મુજબ ખરેખર નવસારી જિલ્લા પંચાયતના સર્વોચ્ચ અધિકારી જેની તમામ કાયદાઓના પાલન કરાવવાની કાયદેસર જવાબદારી છે. એની સક્ષમતા અને હુકમનો પાલન ન કરાવી શકતા ઉપર સવાલિયા નિશાન સાથે અનેકો આક્ષેપનો ચર્ચા ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી જણાવ્યું છે કે અમો કોઈ કચેરી માં એસી લગાવી નથી.છતા દરેક કચેરીઓ માં એસી કેવી રીતેે ચાલે છે? અધિકારીઓ પોતાની ખર્ચે લગાવી નથી. મોટા ભાગના કચેરી માં એસી છે.એનો બિલ સરકારની તિજોરી થી ભરાય છે. સરકારની કચેરી માં આજે દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ફક્ત ગેરકાયદેસર એસી દ્વારા કરવામાં આવે છે. નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓની કચેરી માં એસી કેવી રીતે આવી ?
નવસારી જિલ્લા પંચાયત માં તાલુકા પંચાયત કચેરી આરોગ્ય વિભાગ,હિસાબી અધિકારી, માર્ગ અને મકાન,નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારીઓ,તલાટી કમ મંત્રીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી સાથે તમામ સરપંચ શ્રીઓ ,દરેક વિભાગના પ્રમુખશ્રીઓની કચેરી માં એસી ગેરકાયદેસર છે કે કાયદેસર? એની માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી આપવા માટે અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. ૩૦ દિવસ પછી માહિતી વિના મૂલ્યે આપવા બાબતનો કાયદો અધિકારીઓને ખબર નથી કેવી રીતે માની શકાય. અહિં અધિકારીઓ પોતાના કાયદો ઘડી રહ્યા છે. વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકાર આજે નવસારી જિલ્લા પંચાયત માં એક જુમલો છે.નવસારી જિલ્લા પંચાયત માં આજે ૨૧વી સદી માં એક ડિજિટલ હાજરી પુરવાની મશીન નથી. કરોડો રૂપિયાનો ફંડ સરકાર શા માટે આપી રહી છે ? ગુજરાત સરકાર આજે કોરોના જેવી મહામારી થી ભયંકર તંગી માં પસાર થઈ રહી છે.અને અહિં અધિકારીઓ પોતે પોતાના માલિક સમજી ગયા છે.એક સામાન્ય હિસાબી અધિકારી કચેરી માં પોતાની કચેરી માં થી એસી કઢાવવા બદલે વીજવાયર છુટો કરી કાયદો ઘડે છે.લોકચર્ચા મુજબ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચારનો બિલ એમના દ્વારા પાસ કરવામાં આવે છે. જેથી એની સામે આજે સર્વોચ્ચ અધિકારી પણ હિંમત દાખવી શકે નહીં.
નવસારી જિલ્લા પંચાયત માં દરેક તાલુકાના અધિકારીઓ અને મોટા ભાગના એની તાબા હેઠળના સામાન્ય તલાટીઓ આજે એસીની સૂવિધા માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પરંતુ અહિં નવસારી જિલ્લા પંચાયતના સર્વોચ્ચ અધિકારીઓને સરકાર શા માટે વેતન સાથે રાજાશાહી સુવિધાઓ આપે છે. નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈ પણ એસીની સુવિધા આપવામાં આવેલ નથી. ત્યારે તલાટી થી જિલ્લા વિકાસ અધિકારી સુધી એના સમકક્ષ ક્યા અધિકારી છે? આજે સરકારની આર્થિક તંગી માં એમના જ અધિકારીઓ કાયદેસર જવાબદાર છે. સરકારના હુકમનો અમલવારી તત્કાલ કરાવવા માટે નવસારી જિલ્લા પંચાયત માં આજે શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની તત્કાલ જરૂર છે. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રી ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોંઘ લઈ પોતાના હુકમનો પાલન કરાવી શકશે કે કરાર આધારિત આઇએએસની સરકાર માં ભવિષ્ય માં નોંધણી રદ્દ ન થાય તેથી સમય પસાર કરશે એ જોવાનું બાકી રહ્યું.ગુજરાત વિકાસ કમિશ્નર શ્રીની કચેરીમાં સદર પરિપત્ર મુજબ માહિતી માગવામાં આવેલ છે. હવે જવાબ આપશે કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ જેમ તબ્દીલ કરશે એ આવનાર સમય જ કહી શકશે.
નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓ તપાસ અધિકારીઓ અને સૌથી સર્વોચ્ચ અધિકારીઓ કાયદા કાનૂન વ્યવસ્થા માં કોઈ રસ નથી ધરાવતા. ત્રણ કિમી. નજીક નવસારી માં ગોચરની જમીન માં બાંધકામ દૂર કરવા માટે તારીખ પર તારીખ આપી રહ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદ ઉપર તપાસ કરી કાર્યવાહી કરવા માટે કોની રાહ જોઈ રહ્યા છે. લોકચર્ચા અને જાણકારોના મંતવ્ય અહિં લખી શકાય નહીં. નવસારી જિલ્લા પંચાયત માં મજુરો આદિવાસી, ગરીબો ના શોષણ કરવામાં આવે છે. ફરિયાદની રાહ કેમ જોવા મા આવે છે એ સમજવો અઘરૂ છે. ચારથી છો હજાર રૂપિયા વેતન પામનાર કર્મચારી હોય કે મજુર એ મજૂર નથી મજબૂર હોય છે. શાસન માં ભણતરની જરૂર નથી એટલે પ્રશાસન માં અતિ આધુનિક શિક્ષણ અને અનુભવી અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે.ભારતીય સંબિધાન મુજબ દરેક નાગરિક પાસે દરેક સત્તા અધિકારીઓ પાસે હિસાબ માગવાનો અને દરેક મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ મેળવાનો અધિકાર છે એ અધિકારીઓ આજે કેમ ભુલી ગયા છે. આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર આજે આર્થિક તંગી માં છે.દરેકે દરેકને સહકાર વગર વિકાસ અને પારદર્શક સમૃદ્ધતા ફરીથી આવી શકે નહિ. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર બાબતે કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનુ બાકી રહ્યુ.
No comments:
Post a Comment