વાલી-વિદ્યાથીઓ ધ્યાન આપે
ખેરગામની શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોધણી રદ કરાઇ
શ્રી નરનારાયણ દેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બિનઅનુદાનિત શાળા શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ, ખેરગામ જિ.નવસારી ખાતે ચાલુ વર્ષે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે કે, શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કાયમી ધોરણે રદ કરવામાં આવી છે. ચાલુ વર્ષે આ શાળામાં ધોરણ-૦ માં અભ્યાસ કરતાં નિયિમિત તેમજ રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો આ શાળામાંથી ભરી શકાશે નહિ. ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓના બોર્ડના આવેદનપત્રો ભરવાની છેલ્લી તા.૦૫/૦૩/૨૦૨૧ હોઇ, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સત્વરે આ શાળા સાથે સંકલમાં રહી અન્ય નજીકની શાળામાંથી આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા અંગેની કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો સમયમર્યાદામાં જિલ્લા શિક્ષાણાધિકારી કચેરી, નવસારીનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદામાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ન ભરાશે તો તેની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની રહેશે નહિ જેની સર્વે વાલી-વિદ્યાર્થીઓને ખાસ નોધ લેવા જણાવાયું છે.
No comments:
Post a Comment