નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના જાહેર માહિતી અધિકારીશ્રીની કાયદા વિશે જાણકારી કાબીલે તારીફ કે ....!
જવાબદાર કૌણ...?
ગેરકાયદેસર એસી કાઢવામાં અધિકારીઓ કાયદા વિશે અજાણ..!
નવસારી જિલ્લા પંચાયતના સૌથી વધુ સરકારી ફંડ ખર્ચ કરનાર વિભાગ માર્ગ અને મકાનના જિલ્લાના મુખ્ય અધિકારી અને જાહેર માહિતી અધિકારી શ્રી પાસે જન હિત સાથે સરકારના નાણાકીય હિતની જાણકારી મેળવવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ એક માહિતી માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાનમાં નવસારી જિલ્લા પંચાયતના સૌથી મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને વિશિષ્ટ અનુભવી જાહેર માહિતી અધિકારી શ્રી એ અરજદારને નિરીક્ષણ વગરની માહિતી માં લેખિત માં આરપીએડી દ્વારા સ્વહસ્તે સહી કરી જણાવ્યું હતું કે માહિતી વિસ્તૃત હોવાથી નિરીક્ષણ કરી જવો. જે ખરેખર વાંચતા એ સ્પષ્ટ થયું હતો કે સદર અધિકારીને ખરેખર કાયદો વિશે વધુ જાણકારી હશે. અને સદર માહિતી ભ્રષ્ટાચાર વિરુદ્ધ માંગવામાં આવી હતી.જેથી અરજદારને નિરીક્ષણ કરવો ફરજીયાત થયું હતો. ભારત સરકાર અને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અને કાયદાકીય વિભાગ દ્વારા સંકલિત હુકમ મુજબ ખરેખર જે અરજદાર દ્વારા માંગવામાં આવેલ હોય એ માહિતીના કાયદો મુજબ કાયદેસર જવાબદારી પૂર્વક જવાબ આપવો જોઇએ. કુદરતી અને સંવેદનશીલ રહીને પણ કાયદાઓનો પાલન થવો જોઈએ. જેથી અરજદાર દ્વારા નિરીક્ષણ કરવા હાજર રહેવા ફરજ પડી હતી. અને નિરીક્ષણ માં સદર વિભાગ માં નિરીક્ષણ માટે કોઈ પણ માહિતી નિરીક્ષણ કરાવવા માં આવેલ નથી. અને નિરીક્ષણ વગર ફક્ત એક પાનું આપવામાં આવેલ. હવે એવી માહિતી કાયદાનો અપમાન છે કે અરજદારનો અપમાન એ સમજવો અઘરૂ છે. પણ એ સત્ય છે કે ગુજરાતનો વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકાર ગુજરાત મોડલ વગેરે આજે સરકાર માટે અધિકારીઓ એક જુમલો બનાવવા મા કમરકસી છે. એ માં કોઈ શક નથી. ગુજરાત માં માર્ગ અને મકાન વિભાગ માં મોટા ભાગના સર્વોચ્ચ અધિકારીઓ કરાર આધારિત છે. અને એના ઉપરી અધિકારીઓ આરક્ષણ પરમોશન કે સેટિંગ્સ ડોટ કોમ થી નિમણૂંક થયેલ છે. જેથી સામાન્ય કાયદો નો અમલવારી કરાવવામાં નિષ્ફળ છે. નવસારી જિલ્લા પંચાયત માં મોટા ભાગના અધિકારીઓની કચેરી અને વાહનોથી એસી દૂર ન કરી કે કરાવી શકનાર એ એક મહત્વપૂર્ણ પુરાવો છે. ત્રણથી પાંચ વર્ષ પછી પણ એક જ સ્થળે એકજ ટેબલ ઉપર કર્મચારીઓ કાર્ય કરે છે. ભ્રષ્ટાચાર બાબતે પુરાવો હોવા છતા ફક્ત તારીખ પર તારીખ આપવો એ સાબિત કરે છે કે શાસન કે સરકાર ગમે એ કાયદો ઘડે કે કરોડો રૂપિયા ખર્ચ કરશે નવસારી જિલ્લામા છેલ્લે ઢાંક કે તીન પાત જેવી હાલત રહેવાની છે. સરકારને બદનામ કરવા અહિ જિલ્લા પંચાયતના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને સંવેદનશીલ રહી કાયદેસર કામગીરી કરવો અહિં ગુનો છે. ગરીબો, મજુરો, આદિવાસી, ખેડૂત,વંચિત ,દલિત , શોષિત સમાજ થી અહિં મોટા ભાગના અધિકારીઓ પોતે પણ નિમણૂંક થયેલ હોવા થી આજે અધિકારીઓ પોતાના સમાજ ભુલી ગયા છે અને એ એના જ કાયદેસર શોષણ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
ગુજરાત સરકાર કોરોના જેવી મહામારી માં દરેક મજુરો કર્મચારીઓનો બીમા કરાવવા નો હુકમ ખરેખર એક સંબેદનશીલ સરકારની કાબીલેદાદ કામગીરી કહેવાય. પરંતુ નવસારી જિલ્લા પંચાયતના સદર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી કાયદા કાનૂનનો જાણકાર અધિકારીઓને ખબર જ નથી. લઘુત્તમ માસિક વેતન અધિનિયમ ૧૯૪૮ મુજબ વેતન આપવા માટે સરકારની સ્પષ્ટ ગાઈડ લાઈન છે. અને એજ અધિનિયમ માં ચોખ્ખુ જણાવ્યુ છે કે વેતન સાથે તમામ પ્રાથમિક સુવિધાઓ મળે છે કે કેમ એની જવાબદારી જે તે કચેરીના પ્રિન્સિપલ એમ્પ્લોયર એટલે મુખ્ય અધિકારીની છે. પરંતુ અહિં સદર વિભાગના અધિકારીઓને ખબર જ નથી. જાણકારોના મંતવ્ય મુજબ અહિં સદર વિભાગના અધિકારીઓ ભૂલી ગયા છે કે એ પણ એમ્પ્લોયર જ છે. આરક્ષણ અને સેટિંગ્સ ડોટ કોમ કે બાપુ દર્શન થી ભરતી થયેલ અધિકારીઓને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ અને ગેરકાયદેસર એસી ગરીબો, મજુરો , આદિવાસી, મહિલાઓ, ખેડૂતો, દલિતો, વંચિત, શોષિત વગેરેના રાત દિવસ મહેનત અને ખૂન પસીનાની કમાણીના છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ અધિકારીઓ પોતાની સકારાત્મક ભાગીદારી નિભાવશે કે સરકારી સેવાઓના બીજો લાભ લેવા મા પોતાનો નામ નોંધાવવા માટે સરકારને ફરજ પાડશે એ જોવાનું બાકી રહ્યુ.
ગુજરાત રાજ્યના વિકાસ કમિશ્નર શ્રી એક વર્ષ અગાઉ કરેલ હુકમ મુજબ ૩૧ જન્યુઆરી ૨૦૨૦ પહેલા પોતાની કચેરી અને વાહનોથી એસી કઢાવી આપેલ નિયમ મુજબ પોતાની સહિ સાથે પ્રમાણિત કરી મોકલવા.અન્યથા એના વેતન માં થી વસૂલ કરવામાં આવશે .જેના અનુસંધાન માં આજે નવસારી જિલ્લા પંચાયતના જે કચેરી માં એસી કાર્યરત છે એ અધિકારીના વેતન માં કાયદા મુજબ એક વર્ષનો દર વીજ બિલ વસૂલ કરી સરકારના કાયદા નો ઉલ્લંઘન અને ફરજ માં બેદરકારીની નોટિસ આપી કાયદેસર કાર્યવાહી કરવો જોઇએ. પરંતુ નવસારી જિલ્લા પંચાયત માં સદર વિશે કોની જવાબદારી છે એ અધિકારી શ્રીને કોન સમઝાવશે. આજે એવા અધિકારીઓ થી છેલ્લે સરકાર બદનામ થઈ રહી છે. હવે ગુજરાત વિકાસ કમિશ્નર શ્રી પોતાના હુકમ ના અમલ કરાવશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ..
No comments:
Post a Comment