નવસારી : નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓની કામગીરી ...?
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબંધિત તમામ અધિકારીઓ ખાનગી દુકાનો તપાસ કરવાની જવાબદારી ભુલી ગયા...! આમ નાગરિકો ત્રાહિમામ જાયે તો જાયે કહા નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત મોટા ભાગના તમામ અધિકારીઓ જેમાં જિલ્લા પુરવઠા કચેરી પ્રાન કચેરી અને મામલતદાર કચેરી ના અધિકારીઓના સમાવેશ થાય છે. આજે કારદેસર દર માસે લઘુતમ માસિક તપાસ કાર્યક્રમ મુજબ દરેકને ચાર ચાર દુકાનો તપાસ કરવાનો હોય છે. પરંતુ જમીની હકીકત માં ફકત સરકારી રાશનના દુકાનો જ તપાસ તે પણ કેવી રીતે થઈ રહ્યો છે. એ જગ જાહેર છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે એક દુકાનના હદ વિસ્તારમાં દસ નાગરિકોને રાશન મળે છે કેમ ..? ક્રોસ ચેકીંગ કરવાનો હોય છે. એના બદલે જે તે દુકાન માં આવેલા ગ્રાહકોને જ તપાસ કરી મોટા ભાગે એક તપાસનો ફોમ ભરી આવે છે. આજે કાયદેસર તપાસ કરવા માટે અધિકારીઓ ગુનો સમજી રહ્યા છે. મોટા ભાગે આજે બીપીએલ કાર્ડ સરકારના ગાઈડલાઈન મુજબ શોધવા મુશ્કેલ છે. પરંતુ અહીં આજે મોટા ભાગના રાશન કાર્ડ ગરીબી આધારિતના બદલે જાતિ અને રાજકીય આધારિત છે. સરકારી અધિકારીઓ દ્વારા થતી તપાસ મળેલ માહિતી મુજબ ગાધીબાપૂ દર્શન આધારિત તપાસ કરી રહ્યા છે. હવે એવા અધિકારીઓની તપાસ કૌણ કરશે..? આજે કાયદેસર તપાસ અને કાર્યવાહીના બદલે અન્ય તપાસ કરી રહ્યા છે. જેથી સરકારી રાશનના દુકાન પંડિત દીન દયાલ વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારો ત્રાહિમામ થવા પામ્યા છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં થતી ફરિયાદ ના અનુસંધાન માં આ સમાચાર આપવામાં આવી રહ્યો છે. આજ સુધી નવસારી જિલ્લામાં સદર પરવાનેદારો સિવાય દરેક મામલતદાર ને 4 દુકાનો દર માસે ખાનગી રાશનની દુકાનો તપાસ કરવાની હોય છે. પરંતુ નવસારી જિલ્લાના જાબાજ પુરવઠા વિભાગના સંબંધિત તમામ અધિકારીઓ તપાસ નથી કરતા.જેથી ખાનગી તમામ દુકાનો ના પરવાનેદારો મર્જી મુજબ ભેળસેળ કરી ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.દરેક મામલતદાર શ્રી ઓ અને નાયબ મામલતદાર કે જિલ્લા પુરવઠા કચેરીના અધિકારીઓ સરકાર દ્વારા લઘુતમ તપાસ માસિક માં કરવાની ફરજિયાત હોવા છતા તપાસ કરવામાં નિષ્ફળ છે. નવસારી જીલ્લામાંના તમામ વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો ત્રાહિમામ થઈ રહ્યા છે. જેથી સદર બાબતે મળેલ માહિતી મુજબ જ્યારે પણ તપાસ થાય છે ત્યારે અધિકારીઓની તપાસ અને બાપુ ની તસવીરો સાથે નમન કરતી વખતે મોબાઈલથી વીડિયો ગ્રાફી કરવા માટે સાથે સાથે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ એક્ટ 1971 મુજબ એક અલગ ટીમની રચના કરી અધિકારીઓની તપાસ કરવા ગુજરાત સરકારને ભલામણ કરવામાં આવી છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજવી ભાવના દુકાનોના પરવાનેદારોને પારદર્શક તરીકે કામ કરવા અને અધિકારીઓ દ્વારા થતી ગેરકાયદેસર હેરાન ગતિથી છુટકારો મેળવવા કાર્યવાહી કરશે ખરા..! કે ગાધીબાપૂના દર્શન કરવા નવો નુખશો શોધશે એ જોવાનું બાકી રહ્યું.... ્
1 comment:
સાચી વાત છે
Post a Comment