નવસારી જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) કાર્યપાલક ઈજનેર ની કચેરીમાં RTI લકવા ગ્રસ્ત ..!
જવાબદાર કૌણ.....?
નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન સ્ટેટ ની કચેરીમાં આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા જન હિત અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ અમલ માં નથી. આજે નવસારી જિલ્લાના સદર કચેરી માં કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓને કાયદેસર નિમણુંક કરી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ગુજરાત સરકાર આપી રહી છે. આજે ગુજરાત સરકાર દેવાદાર હોવા છતા અન્ય રાજ્યોની જેમ કોઈ પણ કર્મચારી કે અધિકારીના વેતન અટકાવતી કે આપવામાં વિલંબ કરતી નથી. અન્ય રાજ્યો માં ૩ થી ૬ માસ પછી વેતન મળવાનો ફરિયાદ કાયમી ધોરણે મળી રહી છે. અહિં ગુજરાતના મોટા ભાગ ના અધિકારીઓ આરક્ષણ કે પરમોશન થી નિમણુંક થયેલ છે. આરક્ષણ અને પરમોશન થી પણ વધુ કયા-કયા અધિકારી ગાંધી દર્શન થી આવેલ છે એ આજે પ્રત્યક્ષ સાવિત થઈ રહ્યુ છે. નવસારી જિલ્લા માં ગુજરાત સરકાર સૌ થી વધુ ફંડ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટને આપે છે. અને સદર વિભાગના અધિકારીઓને કાયદાની અમલવારી કરવા માટે જ સરકાર વેતન આપી રહી છે. પરંતુ ગાંધી દર્શન કરાવી આવેલ અધિકારીઓ એ ભુલી ગયા કે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી.
નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન સ્ટેટની કચેરીમાં મુખ્ય અધિકારી કાર્યપાલક ઈજનેર જેવા હોદ્દો આજે કરાર આધારિત છે. સરકાર શ્રીના પરિપત્ર મુજબ એમની પાસે કોઈ પણ સત્તા જ નથી. અને વર્ષો થી અહિં નવસારી જિલ્લાની સદર કચેરીમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અને હવે હંગામી અધિકારી પાસે કાયદેસર ભ્રષ્ટાચાર સામે કોઈ પણ પગલાં લઈ શકાય નહીં .સરકાર શું આશા રાખી હશે એ સમજવો અઘરૂ છે. અને સદર પરિપત્ર અને કરાર અધારિત નિમણુંક માં એક પણ હેતુ સમજવો અઘરૂ છે..
નવસારી જિલ્લા જ નહિ આજે ગુજરાત રાજ્યની મોટા ભાગે શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા જેવા મહત્વ પૂર્ણ વિભાગોના તમામ અધિકારી કર્મચારી ધરના પ્રદર્શન હળતાલ ઉપર અવર નવર જઈ રહ્યા છે. ખેડુત હોય કે પરિવહન વિભાગ , નગરપાલિકા હોય કે આરોગ્ય વિભાગ તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મજુરોને અસંતોષ છે. એવા સમયે માર્ગ અને મકાન વિભાગ માં કરાર અધારિત મુખ્ય અધિકારીની નિમણુંક ગુજરાત સરકાર કરેલ છે. એ સરકારની પારદર્શિતા અને વિકાસ સામે એક સવાલિયા નિશાન ઉભુ થયેલ છે.
નવસારી જિલ્લાની સદર કચેરીમાં જન હિત અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદા મુજબ માહિતી માગવા માં આવેલ છે. અને એ માહિતી જિલ્લા કે ગુજરાત સરકાર સાથે ભારત સરકારને સ્પર્શતી હોય છતા અહિં રહમ રાહે, અને એક્સપાયરીડેટના કરાર અધારિત હંગામી અધિકારી શ્રી મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬ (૩) મુજબ તબ્દીલ કરવા સ્પસ્ટના પાડી શું સાવિત કરવા માગે છે. એ સમજવો મુશ્કેલ છે. હાલ માં તારીખ ૨૩/૦૧/૨૦૧૮ના રોજ નવસારી જિલ્લાના એવા અધિકારીઓ દ્વારા મા.અ.અ.૨૦૦૫ના કાયદેસર અમલવારી ન કરતા ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીને નીચુ જોવાનુ વાર આવેલ હતુ. અને છેલ્લે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી પોતે સ્વીકાર કરતા નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને પક્ષકાર બનાવી મા.અ.અ.૨૦૦૫ વિશે હુકમ કરેલ છે. અને એક નકલ નવસારી કલેક્ટર શ્રીને પણ મોકલવા હુકમ કરેલ છે.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સાથે નવસારી જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ ના સર્વોચ્ચ અધિકારીઓ સદર બાબતે ગંભીરતાથી નોધ લઈ તત્કાલ જરૂરી કાર્યવાહી કરશે કે ફરી થી માહિતી આયોગ કમિશ્નરના હુકમની રાહ જોશે .અને સદર કચેરીના મુખ્ય અને સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર તપાસ અને કાર્યવાહી કરવા મહેરબાની કરશે ખરા. એ જોવાનુ બાકી રહ્યુ. ...
2 comments:
Good news
No doubt you are a great journalist in Gujarat.
Post a Comment