Sunday, December 1, 2019

નવસારી :- જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિન જરૂરી કરોડો રૂપિયા ખર્ચ ..? સરકાર દેવાદાર ! અધિકારીઓ મસ્ત ..! નાગરિકો ત્રસ્ત ..?

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિન જરૂરી કરોડો રૂપિયા ખર્ચ ..?
         સરકાર દેવાદાર !  અધિકારીઓ મસ્ત ..! નાગરિકો ત્રસ્ત ..?
       નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોળાપીપળા પેરા વચ્ચે આરસીસી રોડ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. મળેલ માહિતી મુજબ અને રૂબરૂ તપાસ કરતા અહિં ડામર રોડ સારા માં સારૂ છે. અને વર્ષોથી અહિં જમીન પથરીલી અને મજબૂત હોવાથી કોઈ પણ જાતની જરૂર નથી. માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઈજનેર શ્રી પાસે ટેલિફોનિક પૂછપરછ કરતા કોઈ મક્કમ જવાબ આપી શક્યા નથી. અને સદર આરસીસી રોડ ની અગાઉ નવો પુલ આરસીસી બનાવવામાં આવેલ છે.જેમા આજે પણ સીમેંટની માત્રા ઓછી હોવાથી ફકત કપચી નજરે પડે છે. જેથી એની ક્વોલિટી કેટલી સારી હશે એ જાણી શકાય છે. અને હાલમાં જે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે એની દેખ-રેખ માટે એક કારકૂન માર્ગ અને મકાન ની કચેરી તરફ થી મુકવામાં આવેલ છે. કારકૂન ને પૂછતા જણાવેલ છે કે અમો ને દેખ-રેખ માટે મુકવામાં આવેલ છે. અને સદર રોડ ની શું દેખ-રેખ કરો છો ..? એની ક્વોલિટી કે અન્ય બાબતે પૂછતા કોઈ જવાબ આપી શક્યા નહિ. અને અધિકારીઓ અને રોડ બિલ્ડરો દ્વારા દોડ-ધામ જોવા મળી હતી. અને દેખ - રેખ માટે કાયદેસર એક ઈજનેર હોવુ જરૂરી હોય છતા અહિં નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના કાર્યપાલક ઈજનેર શ્રી ને કોઈ જરૂર નથી લાગતી જેનો કારણ લખવાની જરૂર નથી એ જગ જાહેર છે. નવસારી જિલ્લામાં વિજલપોર માં અગાઉ બે કરોડના આરસીસી રોડ ગાધીનગર કચેરી દ્વારા તપાસ કરાવતા બંધ કરવા હુકમ કરવામાં આવેલ હતા.
                  ગુજરાત સરકાર આજે સૌથી વધુ દેવાદાર છે. મોઘવારી આજે દર રોજ વધી રહી છે. મંદી થી આજે દેશની જીડીપી સૌથી નીચે છે. બેરોજગારી આજે ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. ખેડુતો આત્મ હત્યા કરવા મજબૂર છે. ગુજરાત સરકાર આજે રાત-દિવસ મહેનત કરી રહી છે. વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર આજે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. આદિવાસીઓ ,ખેડુતો,મહિલાઓ ,દલિતો ,આર્થિક રીતે પછાત વગેરે ની હાલત આજે સુધરવાના બદલે તદ્દન ઉતરતી કક્ષા એ જઈ રહી છે. એવા સમયે સારા માં સારૂ ડામર રોડ તોડીને કરોડો રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાના હેતુ જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ ફકત ભ્રષ્ટાચારના અધિકાર છે. અને આરસીસી રોડ કોઈ પણ સંજોગો માં રિપેરેબલ નથી હોતો.અને અકસ્માત માં સૌથી વધુ ઇજા આજે આરસીસી રોડ ઉપર જોવા મળી રહ્યા છે. આરસીસી રોડનો તાપમાન સૌથી વધુ હોવાથી વાહનો માટે પણ ભયજનક હોય છે. મોટા ભાગના સદર બાબતનો તજજ્ઞો આરસીસી રોડ માટે મોટા ભાગે નકારી ચુક્યા છે. છતા આજે નવસારી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ કે સંબધિત અધિકારીઓ શા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે ? 
      
                        ભારતીય સંબિધાન મુજબ શાસન માં કોઈ પણ હોદ્દો માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી. સંવિધાન મુજબ એના માટે પ્રશાસનની જરૂર છે. શાસનના રાજનેતાઓની જરૂર પછી પ્રશાસનિક અધિકારીઓ દ્વારા કામની  જરૂરિયાત પ્રમાણે કામ કરવાનો હોય છે. અને સદર કામથી સાવિત થઈ રહ્યુ છે કે પ્રશાસનિક અધિકારીઓ પણ પોતાની લાયકાત કે અનુભવ થી નહિ આરક્ષણ અને બાપુ દર્શન કે સેટિંગ ડોટ કોમ ના કાયદેસર સદસ્યતા મેળવેલ છે. આજે ભારત દેશ માં એક સર્વે મુજબ ફકત શિક્ષણ વિભાગ માં આશરે ૧૫૦૦૦ થી વધુ શિક્ષકો ફરજી ડિગ્રી અને સેટિંગ સાથે બાપુ દર્શનથી નિમણુંક થયેલ છે. અને નવસારી જિલ્લામાં અગાઉ એક આરટીઆઈ માં વર્ગ ૧ અને ૨ ની શૈક્ષણિક લાયકાતના મોટા ભાગના અધિકારીઓના પર્દાફાસ થયેલ હતા. અને આજે નવસારી જિલ્લાના અધિકારીઓ જે ડિગ્રી ઉપર નોકરી મળે છે એ ખાનગી કહી છટકબારી કરતા જોવા મળે છે. અને સદર કચેરીમાં જાણકારોના મંતવ્ય મુજબ એવી જ હાલત હશે .જેથી આજે જિલ્લા વિકાસ અધિકારી હોય કે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર કે જિલ્લા કલેક્ટર કોઈ પણ હુકમના પાલન કરવો ગુનો સમજે છે. અને જિલ્લા વિકાસ અધિકારી થી ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી અરજદારો ની ફરિયાદ હોય કે કાયદાની અમલવારી કરાવવામાં સક્ષમ નથી એવો નજરે પડી રહ્યા છે. હવે સંબધિત તમામ અધિકારી સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે ખરા ..? એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...