નવસારી જિલ્લા ટ્રાફિક પોલિસની કામગીરી કાબીલે તારીફ કે ..?
પોલીસ રક્ષક કે ભક્ષક...?
ટ્રાફિક પોલીસ ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે છે કે રોડ ઉપર ચાલતા વાહનો નાગરિકોને રોકી હેરાન કરવા માટે..?
કાયદા કાનૂન નાગરિકોને શિખામણ આપી રહી છે કે શિકાર કરી રહી છે?
પોલીસ કાયદા કાનૂનનો પાલન પોતે કેમ નથી કરતી...?
દારૂ શરાબનો અડ્ડો આજે ઠેર ઠેર કયા કાયદા મુજબ ચાલી રહ્યો છે..?
દારૂ શરાબના કેટલા અડ્ડા આજ સુધી કાયમી ધોરણે બંધ થયા..?
ચોરી ડકૈતી રેપ બલાત્કાર દર રોજ બધી રહ્યો છે..?
પોલીસ વિભાગ પોતે કેટલા કાયદાનુ પાલન કરે છે..?
પોલીસ સાથે નાગરિકોના વિશ્વાસ કેમ ટૂટી રહ્યો છે..?
આજે પોલીસથી નાગરિકો સુરક્ષાના બદલે નફરત કરવા પાછળ શું રહસ્ય છે?
નવસારી પોલીસ આજે મીડિયાને ટાર્ગેટ કેમ કરી રહી છે.?
નવસારી જિલ્લામાં ખાસ કરી નવસારી શહેરમાં પોલીસ વિભાગની ભૂમિકા થી નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ થી એક જમાનામાં નાગરિકો પોતાના સુરક્ષિત સમજી રહ્યા હતા. પોલીસ વિભાગ પાસે ફરિયાદ કરી ન્યાયની અપેક્ષા રાખતા હતા. પોલીસ વિભાગ જે સ્થળેએક કોન્સટેબલ પણ પહોંચી જતા ત્યાં ગરીબો આદિવાસીઓ ખેડૂતો અસહાય મજલુમો હોય કે કોઇ પણ ત્રાહિત વ્યક્તિ પોતે એક સુરક્ષિત અધિકારી સાથે જોડાઈને ગર્વ મહેસૂસ કરતા હતા. પરંતુ આજે પોલીસ વિભાગ થી લોકો નફરત કરી રહ્યા છે. આજે હાલત બદથી બદતર જોવા મળી રહી છે. આજે ફકત રાજનીતિ કે સરકાર જ ઉદ્યોગપતિઓની હોય એવુ નથી .સુરક્ષા વિભાગ પણ અમીરોના જ છે. નવસારી પોલિસ વિભાગ માં ટ્રાફિક પોલીસ ઠેર ઠેર જોવા મળી રહી છે . જે ખરેખર પોલીસ અધ્યક્ષશ્રીની કાબીલે તારીફ કામગીરી કહેવાય. નવસારીના સાંસદ શ્રી પોતે એક પોલીસની સભા પોતાના વકતવ્ય માં કહ્યું છે નવસારી માં અજુ ખાસ ટ્રાફિકની સમસ્યા નથી. છતા નવસારી પોલીસ અધ્યક્ષ શ્રી એક મોટી ફોજ ઠેર ઠેર મુકી સમસ્યા નો નિવારણ કરી છે. પરંતુ અહીં મળેલ માહિતી મુજબ ટ્રાફિક પોલીસ જે ખરેખર વરિજનલ છે કે રોકણી કરવા માટે આવે છે.કાયદેસર ચાલતા વાહનોને રોકીને તપાસ કરે છે. ફકત રોકતા જ નથી બિન જરૂરી તપાસ પણ કરતા જોવા મળે છે.અને તપાસ દરમિયાન જેલમાં પુરવા ધમકીઓ પણ આપી દંડની પાંચ સો કે હજારની રસીદો પકડાઈને તત્કાળ ન આપે ત્યારે વાહન કબ્જે કરવાની ધમકીઓ સાથે અસભ્ય વર્તન પણ કરે છે.નવસારી પોલીસ વિભાગની મોટા ભાગની કચેરીઓ પોલીસ સ્ટેશનો માં અજુ સુધી માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ , ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ , ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ વગેરે જનહિત અને ભ્રષ્ટાચાર વિરોધી દરેક સરકારી કચેરી માં ફરજિયાત નિયમોનું પાલન કરવામાં આવતો જ નથી. એક કાયદેસર બોર્ડ પણ લગાવેલ જોવા મળી શકે નહિ. અમલીકરણ કરવો એ અલગ મોટા ભાગનો અધિકારીઓને ખબર પણ નથી. એ એક જ માહિતી માં સાબિત થયેલ છે. નવસારી જિલ્લાના એક પણ પોલીસ અધિકારી જવાબ આપી શકેલ નથી. અને અપીલના હુકમ પછી આજ સુધી આપેલ નથી. આજે પોલીસ વિભાગને જરૂર છે કે નાગરિકો સાથે સારો વર્તન સાથે સારું સંબંધ સ્થાપિત કરવાની. પોલિસ નાગરિકો સાથે મિત્રતાના ભાવ બદલે ફકત રોજગારનો સાધન સમજી બેઠી છે. જેથી આજે દેશમાં ઠેર ઠેર પોલિસ વિભાગ સાથે સામાન્ય અને જાગ્રિત નાગરિકો પણ મિત્રતાના બદલે પથરાવ અને મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. જે ખરેખર ભારતીય સુરક્ષાના તમામ વિભાગો માટે દુર્ભાગ્યપૂર્ણ છે. નવસારી જિલ્લામાં પણ અગાઉ પોલિસ વિભાગના સર્વોચ્ચ વરિષ્ઠ અધિકારીઓ અને પોલિસ કર્મીઓ સાથે મારપીટની ઘટનાઓ જોવા મળી હતી.અને આજે પણ થઈ રહી છે. જેના અનુસંધાનમાં પોલિસ વિભાગને પણ આત્મચિંતનની જરૂર છે. ઉપરોક્ત તમામ બાબતો ઉપર સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તપાસ અને કાર્યવાહી સાથે નવસારી જીલ્લા માં કાયદા મુજબ દરેક નિયમોનો પાલન કરાવશે કે અન્ય વિભાગોની જેમ અરજદારો ઉપર એન કેન પ્રકારેણ કોઇ પણ સંજોગે કેસ કરશે. એ જોવાનુ બાકી રહ્યુ.
No comments:
Post a Comment