Sunday, December 22, 2019

નવસારી નગરપાલિકાના શાસન પ્રશાસનની મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાના ચુનો .....! વિકાસ ..વિકાસ કે ....? જવાબદાર અધિકારી કે ...?

નવસારી નગરપાલિકાના શાસન પ્રશાસનની મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાના ચુનો .....! વિકાસ ..વિકાસ કે ....? જવાબદાર અધિકારી ...?
કરોડોના સમાચાર મફતમાં વાંચો

                   નવસારી જિલ્લાના  તમામ  નગરપાલિકાઓમાં આજે વર્ષોથી  ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે ચરમ સીમાએ રાજ કરી રહ્યો છે. જેમા નવસારી નગરપાલિકા સૌથી મોટી હોવાથી ભ્રષ્ટાચાર બાબતે ગુજરાતમાં ટોપ ટેન માં પ્રથમ ક્રમે લાવવા માટે અહિં શાસન અને પ્રશાસન રાત દિવસ મહેનત કરી રહી છે.જેમા કોઈ શંકાનો સ્થાન નથી. સરકાર આમ નાગરિકો પાસે, ઉદ્યોગપતિઓ પાસે,બિલ્ડરો કે કોંટ્રાકટરો પાસે,મજુરો, ખેડુતો કે આર્થિક રીતે પછાત માટે મહિલાઓના વિકાસ માટે દર રોજ જીવન જરૂરિયાત થી પણ નવા નવા કર વસૂલ કરે છે. જેના બદલે નવી નવી  વિકાસની યોજનાઓ માં ખર્ચ કરે છે. સરકારની નીતિ અને નિયત માં કોઈ શક નથી. પરંતુ સરકારની યોજનાઓ દ્વારા આવેલ નાણા ક્યાં ખર્ચ કરવો એના માટે પણ એક વિશાળ ફોજ ઉભી કરી છે. લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સાથે દરેક પ્રકારના અધિકારીઓ  પણ મુકર્રર કરેલ છે. પરંતુ જમીની હકીકત ઉપરોક્ત તસ્વીર માં જોઈ શકાય છે. 
                        નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં સૌથી વીઆઈપી વિસ્તાર પારસી હોસ્પીટલની સામેના રોડ અને શંકર પાર્ટી પ્લોટ , રાશી મોલ નજીકના નવસારી નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલ એક શોપિંગ સેંટરની તસ્વીર છે. જેની બીજી તસ્વીર એ શોપિંગ સેંટરની આગળના ભાગે મેન ગટરનો ખુલ્લા ભાગની છે. એ તસ્વીર પોતે એક વિકાસની ગાથા પોતે કબૂલાત કરી રહી છે. આજે કરોડો રૂપિયાના શોપિંગ સેંટર આખરી શ્વાસ લેવા મજબૂર છે. ફકત ભાડે કે રોજગાર લક્ષી વેપારીઓને આપવાથી પણ લાખો રૂપિયાની દર માસે આવક થઈ શકે છે. અને એ જમીન અને શોપિંગ સેંટરમા થયેલ ખર્ચ ફકત બેંક માં મુકેલ હોય ત્યારે પણ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામ ગરીબ, અપંગ,અંધ,વિધવાઓ કે સરકારના આશ્રિત નાગરિકોને પેટ ભરી વર્ષો સુધી બન્ને ટાઈમ ભોજન સાથે રહેવાની સુવિધા પણ આપી શકાય. અને આજે મોટા ભાગની નવસારી માં નાની મોટી ફેક્ટરીઓ કે ઉદ્યોગો બંધ થયેલ છે. એ એજ નાણાથી ફરીથી શરૂ કરી રોજગાર પણ આપી શકાય છે. સરકારની યોજના મુજબ એક મેડિકલ કોલેજ કે એમ્સ જેવા હોસ્પીટલ પણ એ જ સ્થળે ચાલુ કરી શકાય છે. એટલી મોટી વિશાળ જમીન અને શોપિંગ સેંટર આજે વર્ષોથી લકવાગ્રસ્ત હાલત માં છે. અને એનો જવાબદાર અધિકારી કોણ છે. એ આજે જગ જાહેર છે. 
                         ગુજરાત સરકાર આજે વર્ષોથી દેવાદાર છે. અને દેવા ચુકવવા માટે નાણા ક્યાંથી આવશે ..? એમા દરેક નાગરિકની સરકાર કે શાસન અને પ્રશાસનની જવાબદારી છે. સંવિધાન મુજબ આજે શાસન માં કોઈ પણ હોદ્દો માટે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.ફકત એક ચુંટણી કાર્ડ કે ભારતના નાગરિક હોવુ જ જરૂરી છે. જેથી સરકારમાં કોઈ પણ પક્ષકે નેતાની જવાબદારી રહેતી નથી. સંવિધાન મુજબ એના ઉપલક્ષ માં પ્રશાસનની જરૂર હોય છે. આજે પ્રશાસનિક અધિકારીઓ માં મોટા ભાગે અધિકારીઓ ભ્રષ્ટાચાર પોતાના પ્રથમ અધિકાર સમજી રહ્યા છે. લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ લઈ પોતાના હોદ્દો મુજબ કામ ન કરવો એ પણ પ્રાથમિક તબક્કે ભ્રષ્ટાચાર જ છે.  નાગરિકો શાસન અને પ્રશાસન વચ્ચે પીસાઈ રહ્યો છે. જ્યારે શાસન પ્રશાસનની મિલી ભગત થયેલ હોય ત્યારે ફરિયાદ કોણે કરવો અને ફરિયાદ કરવા પછી સત્તા વગર શાનપણ નકામુ જેવી હાલત જોવા મળે છે. 
                               નવસારી જિલ્લામાં આજે મોટાના રસ્તાઓ અપંગ થયેલ જોવા મળે છે. જેના અનુસંધાન માં મા.અ.અ.૨૦૦૫ મુજબ મળેલ માહિતી થી ક્વોલિટીની દેખરેખ માટે અહિં કોઈ ઈજનેર જ નથી. મજબૂતાઈ ની તપાસ પણ પોતે કોંટ્રાકટરો જ કરી લેતા હોય છે. જેથી દરેક પ્રકારના રસ્તાઓ એની ઉમ્ર પહેલા જ આત્મહત્યા કરતા જોવા મળે છે. દસ દસ માળની બિલ્ડિંગો આજે છેલ્લે ગેરકાયદેસર કેવી રીતે થઈ જાય છે?  એની દેખ રેખ કરવા માટે લાખો રૂપિયા વેતન લેનાર અધિકારીઓ ઈજનેરો ત્યાં સુધી કઈ દુનિયામાં ફરે છે?  આજે મોટા ભાગના બિલ્ડરો ત્રાહિમામ જોવા મળે છે. બિન અધિકૃત અને ગેરકાયદેસર બાંધકામો માટે ઈજનેરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કોણ કરશે ..? ઉપરોક્ત તમામ સમાચારોની ગંભીરતાથી નોધ લઈ અધિકારીઓ  ગુજરાતના વિકાસ વિકાસ કરતા સરકારના સંબધિત નેતાઓ તત્કાલ તપાસ અને કાર્યવાહી કરશે કે લેખકની શોધ કરી કવતરૂ માટે અન્ય મફતમાં પોતાના સમય બર્બાદ કરશે એ જોવાનુ બાકી રહ્યુ....


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...