Monday, December 2, 2019

નવસારી:નવસારી પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચારનો અધિકાર..! જવાબદાર કૌણ..? સરકારની યોજનાઓની અમલવારી શોભાના ગાઠીયા સમાન ?

 નવસારી જિલ્લાના પુરવઠા વિભાગ માં 
ભ્રષ્ટાચારનો અધિકાર....? 
ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 
                                નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે. સરકાર ઠેર ઠેર પ્રચાર પ્રસાર ભ્રષ્ટાચાર રોકવા માટે કરોડો રૂપિયા ફકત બેનરો માટે ખર્ચે છે.એ ખર્ચ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.ભલે  સરકાર બેકફુટ પણ આવી જાય પરંતુ એના જ પ્રશાસનિક અધિકારીઓ ભ્રષ્ટાચારનો અધિકાર માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ધોણા દિવસે ડકૈતી કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયા બેનરો પાછળ ખર્ચ કરશે પરંતુ તપાસ કરવા માટે જિલ્લા દીઠ એક તટસ્થ અધિકારીની નિમણૂંક કેમ ન કરી શકે.? અહીં સ્થાનિક સમાચાર પત્રો માં અહેવાલ ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લા માં સમાચાર પત્રોમા પ્રસિદ્ધ થતા અહેવાલને જેતે જિલ્લાની કચેરી અને ગાધીનગર સુધી પહોચાડવા માટે જિલ્લા માહિતી વિભાગ કાયદેસર કાર્યરત છે. પરંતુ મળેલ માહિતી મુજબ ભ્રષ્ટાચાર એવા અધિકારીઓને પોતાના કદમપોસી કરાવી ચુકેલ છે. સદર કચેરીના મુખ્ય અધિકારી નોકરી એમના અધિકાર છે. સરકારની ફરજમાં આવે છે એમનો ભરણપોષણ કરવા સરકારના બંધારણ માં છે. ત્યારે એ કાયદેસર કામ કરવા બંધાયેલ નથી. 
                        
                      ભારત વર્ષમાં દર વર્ષે દેશ માં આશરે ૭૫૦ અરબ રૂપિયા ફકત સરકારી રાશન પાછળ ખર્ચે છે. જીડીપીનો એક ટકો ખર્ચ કરતી સરકારને આજે અધિકારીઓ  જ બદનામ કરી રહ્યા છે. હાલમાં એક અરજદારે સરકારી રાશનની દુકાનોમા બિલ આપવા માટે જોરદાર મજબૂત ફરિયાદ કરી. અને સરકારી નિયમાનુસાર બિલ આપવો ફરજિયાત છે.સરકાર નો દરેક વિભાગ બિલ આપવા માટે કાયમી ધોરણે  ગીત ગાવા માં કોઇ કસર નથી રાખતો. પરંતુ અહીં અધિકારીઓ એ અરજીને તપાસ કરવા બદલે સ્વચ્છ ભારતની ટોકરી માં મુકીને સંતોષ વ્યક્ત કરી છે. જેથી જવાબ આપવો જરૂરી નથી સમઝતા.નવસારી જિલ્લા માં પુરવઠાવિભાગની તપાસ માટે નાયબ મામલતદાર પુરવઠા ,મામલતદાર , પ્રાંત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી અને એની કચેરીના મોટા ભાગના અધિકારીઓ સાથે ગાધીનગર અમદાવાદ સુધીના અધિકારીઓ સામેલ છે. છતા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે ફરિયાદ કોણે કરવી અને કયાં કરવી એ એક સળગતો પ્રશ્ન છે.આજે સવાલ કરનાર ઉપર જ કાયદાકીય તપાસ કરવો, દેશ દ્રોહ જેવો ગુનો અથવા એન કેન પ્રકારેણ કેસ દાખલ કરવા એક પ્રથા પ્રચલિત છે. જેથી નાગરિકો હોય કે સમાજસેવી સંસ્થાઓ, જાગૃત નાગરિક હોય કે મીડિયા કર્મીઓ , આરટીઆઈ એક્ટીવિસ્ટો હોય કે અન્ય . સરકાર ગમે એ સારી યોજનાઓ કે ખર્ચ કરે. અમલવારી કૌણ કરશે ? અને ફાઈલો માં વિકાસ અને દારૂબંધીના કાયદોની જેમ તપાસની પ્રક્રિયા પહેલા ક્રમે છે. જમીની હકીકતમાં શોભાના ગાઠીયા સમાન છે. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરવામાં આવી રહ્યુ છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ સરકાર મોટા ભાગે એવા કામોથી બદલાઈ જાય છે.અને ભ્રષ્ટાચારનો અધિકાર રાજ કરે છે. સમાચારની ગંભીરતા કયા અધિકારી કે નેતા લેશે એ જોવાનુ બાકી રહ્યુ....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...