નવસારી જિલ્લામાં કરોડો રૂપિયા રોજગારી માટે ખર્ચ છતા રોજગારીનો આકડો ઝીરો..?
નવસારી જિલ્લા મા એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફકત રોજગાર માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ અહીં એક સમાચાર પત્ર માં પ્રસિદ્ધ અહેવાલ માં સરકાર દ્વારા કરોડો રૂપિયા થયેલ ખર્ચનો આકડાકીય માહિતીનો ઉલ્લેખ નથી. સરકાર આજે દરેક વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર સામે કાયદા કાનૂનની મોટી પ્રક્રિયા થી લાચારી એનો મુખ્ય કારણ છે.આજે વિકાસ માં ભ્રષ્ટાચાર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તપાસ અને કાર્યવાહી કરનાર મોટા ભાગના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારની ગંગા માં પવિત્ર થતા નજરે પડી રહ્યા છે.સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદાઓ પણ આજે વેન્ટિલેટર ઉપર છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ સરકાર પાસે ખાનગીકરણને તત્કાળ મોટા પાયે અમલીકરણ સિવાય કોઈ રસ્તો નથી. ગુજરાત રાજ્ય માં મોટા ભાગના અધિકારીઓ કાયદા કાનૂનને અમલીકરણ કરવો કે કરાવવા પણ ગુનો સમજે છે. અને આજે હાલત ગંભીર છે. જે અધિકારી કાયદા કાનૂનની અમલવારી કરવા ઇચ્છે છે એની જિન્દગી બદથી બદતર જોવા મળે છે. નવસારી જિલ્લામાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર બાબતે જાણ કરનાર અરજદારોને પણ પરેશાન કરવામાં આવે છે. નાગરિકોની હિત કે કાયદાકીય કામો કરનાર અધિકારીઓની બદલી તત્કાળ કરવામાં આવે છે.
નવસારી નગરપાલિકા દ્વારા રોજગાર હવા હવાઈ:-
નવસારી નગરપાલિકામાં દીનદયાલ અંતોદય યોજના નેશનલ અર્બન લાઈવલીહૂડસ ( એનયુએલએમ) ભારત સરકાર મહાત્મા ગાંધીના ૧૫૦ વર્ષગાઠ નિમિત્તે સ્વરોજગાર માં નવસારી શહેર માં વિસ્તૃત પ્રમાણમાં સ્વરોજગાર માટે તાલીમ આપવામાં આવી છે.અને સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ પણ કરવા માં આવી છે. જેના અનુસંધાન માં એક માહિતી માંગવામાં આવી. મળેલ માહિતી મુજબ કાયદેસર ફકત લાખો રૂપિયા રોજગાર માટે ફકત મોટી મોટી ફાઈલો માં પણ જોવા મળી નથી. હવે ફકત કોમ્પ્યુટર માં જ જોવા મળી શકે છે. અને વારંવાર રૂબરૂ મુલાકાત પછી પણ અહિં નવસારી નગરપાલિકાની સદર વિભાગીય કચેરી માં કોઈ પણ મક્કમ માહિતી ઉપલબ્ધ નથી. કાયદેસર સ્વરોજગાર જે મુદ્દો આજે અતિ સંબેદનશીલ છે.સરકાર બેકફુટ ઉપર આવી રહી છે.એના માટે નવસારી નગરપાલિકા માં કાયદેસર કોઈ જવાબદાર અધિકારી જ નથી. કરાર આધારિત બિન અનુભવી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ભરતી થયેલ કર્મચારીઓ ને આરટીઆઈ કોને કહેવાય એ પણ ખબર નથી. માહિતી અધિકાર અધિનિયમ નો જવાબ આપવા માટે કોઈ કર્મચારી પણ નવસારી નગરપાલિકા માં અજુ સુધી નિમણૂંક કરવામાં આવ્યો નથી. અને જે કર્મચારી ને સોપવામાં આવેલ છે એમને પોતે અજુ સુધી કોઈ તાલીમ કે જાણકારી નથી. કાયદેસર નગરપાલિકા ના મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ને સરકાર નિમણૂંક કરેલ છે. અને નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર મળેલ ફરિયાદ મુજબ સમયસર હાજર રહેવા ગુનો સમજે છે. કાયદા કાનૂન કે જનહિત સંબધિત એક બોર્ડ લગાડવા માં પણ જરૂર નથી સમજતો. નવસારી નગરપાલિકા માં સ્વરોજગાર માટે લાખો રૂપિયા કયા અને કેવી રીતે ખર્ચ થયા એ એક તપાસ નો વિષય છે. નવસારી નગરપાલિકા માં મા.અ.અ.૨૦૦૫ કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ હોય કે જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કાયદેસર અમલવારી કરવામાં આવતો જ નથી. અને અજુ સુધી નવસારી નગરપાલિકા માં રસ્તાઓ જેમા આરસીસી હોય કે ડામર રોડ દર વર્ષે સરકાર બદનામ થઈ રહી છે. સારામાં સારૂ બ્લોક કાઢી નવો બ્લોક બેસાડવા પાછળનો રહષ્ય આજે આમ નાગરિકોને પણ ખબર છે. પ્રાદેશિક કમિશ્નર સુરત દ્વારા એક અરજીની તપાસ માં ડામર રોડ માં મોટી ખામી જોવા મળી હતી. નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં આરસીસી કે ડામર રોડ સમય પહેલા ટૂટી જતા હોય જેની લોક ચર્ચા મુજબ ઘટિયા ક્વોલિટી છે. જેની મજબૂતીના સર્ટિફિકેટ કોન્ટ્રાકટ રો પોતે રજુ કરે છે.
આજે પણ નવસારીના ગટરનો ગંદુ પાણી ફિલ્ટર વગર નદીમાં નાખવામાં આવે છે.જે પર્યાવરણ માટે ઘાતક છે. નવસારી નગરપાલિકા ના કચરો ખુલ્લેઆમ બહાર નાખવામાં આવી રહ્યુ છે. વાયુ પ્રદુષણ માં ભારત પહેલા ક્રમાંકે છે જેમા નવસારી નગરપાલિકાના પ્રશાસનિક અધિકારીઓ ટોપ ટેન માં રહેવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પીવા માટે બે ટાઈમ ચોખ્ખુ પાણીની વ્યવસ્થા થઈ શકતી નથી. વિકાસ અને સમૃદ્ધિની ગીતો માં ફકત બેનરો જ મળી રહ્યો છે. જમીની હકીકત માં શોધવો ચાંદથી તારા જમીન ઉપર લાવવા જેવા છે.
નવસારી જિલ્લામાં રોજગારી આપવા માટે વાસદા તાલુકા માં એક પ્રાયોજના વહીવટદાર ની કચેરી નિમણૂંક કરવામાં આવી છે. એ કચેરી થકી સ્વરોજગાર માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. એક અરજદાર દ્વારા એક વર્ષ અગાઉ સ્વરોજગાર માટે થતો ખર્ચ ની માહિતી માગવા માં આવી હતી. જેની માહિતી આજ સુધી આપવામાં આવી નથી. મા.અ.અ.૨૦૦૫ અહિં લકવાગ્રત છે. અને જે માહિતી આંશિક નિરીક્ષણ કરવામાં આવી કછે.એ માહિતી ખરેખર સ્વરોજગારના નામે ડકૈતી કરવામાં આવી હોય એવી છે. ભ્રષ્ટાચાર માટે નવી નવી ટેકનોલોજી અધિકારીઓ વાપરેલ છે. અને એમાં એક વિભાગની તપાસ ગુજરાત તકેદારી આયોગને સોપવામાં આવેલ છે. પરંતુ એને પણ એક માસથી વધુ સમય જતા અજુ સુધી કોઈ સમાચાર મળેલ નથી. ભ્રષ્ટાચાર સાબિત થતા પણ તપાસ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કેમ નથી કરી રહ્યા. એ પણ એક ભ્રષ્ટાચાર જ કહી શકાય. નવસારી જિલ્લામાં એક પણ કચેરી કાયદેસર કાર્યવાહી ન કરી શકતી હોય ત્યારે વિકાસ સમૃદ્ધિ ઉત્થાન જેવા શબ્દોને કેમ પરિભાષિત કરવો એ સમજવો અઘરુ છે. રોજગારી માટે સરકાર આજે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા બદનામ થઈ રહી છે. એ દૂર કરવા સરકાર શું કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ...
No comments:
Post a Comment