Wednesday, December 11, 2019

નવસારી જિલ્લા પંચાયત માં સિંચાઈ વિભાગ RTI 2005 અને RCPS2013ના કાયદાથી મહેફૂજ ...?

નવસારી જિલ્લા પંચાયત માં સિંચાઈ વિભાગ RTI 2005 અને  RCPS-2013 ના કાયદાથી મહેફૂજ ...?  
નવસારી જિલ્લા માં ૯૦% થી વધુ નાગરિકો ના પ્રાથમિક સુવિધાઓ, શિક્ષા, સુરક્ષા, સ્વાસ્થ્ય અને ખેડુતોને જળ સંચય વગેરે તમામ જરૂરિયાતો પૂરી કરનાર નવસારી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ માં કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરવામાં આવી રહ્યુ છે.કાયદા કાનૂનના તજજ્ઞ પ્રથમ વર્ગના કાર્યપાલક ઈજનેર શ્રી આજે ખેડુતોના જળ સંચય માટે એક માહિતી મુજબ વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૧૮ સુધી છેલ્લા ૩ વર્ષમાં આશરે ૯ કરોડ રૂપિયા  ખર્ચ કરેલ છે.

 નવસારી જિલ્લા પંચાયત સિંચાઈ  વિભાગ દ્વારા થતી કામગીરી 
                    પંચાયત સિંચાઇ વિભાગ દ્રારા નાની સિંચાઇ યોજનાઓ જેમાં ચેકડેમ તેમજ ચેકડેમ ક્રોઝવે, ઉદ્રવહન સિંચાઇ યોજનાઓ, સામુહિક સિંચાઇ કુવા, તળાવ ઉંડા કરવાનો કામો તેમજ નાના પુર નિયંત્રણના કામો હાથ ધરવામાં આવે છે.
           નવસારી જીલ્લામાં કુલ નાનામોટા ૩૧૫ તળાવો આવેલ છે. પંચાયત સિંચાઇ વિભાગ નવસારી દ્રારા હયાત તળાવને ઉંડા કરવાની જરૂરીયાત ઉંડા કરવાની જણાય તેવા તળાવને ઉંડા કરવાની કામગીરી કરવામાં આવે છે. હયાત તળાવને ઉંડા કરવાથી તળાવમાં પાણીની સંગ્રહ શકિતમાં વધારો થાય છે. અને તેથી તળાવના પાણીથી થતી સિંચાઇ શકિતમાં વધારો થાય છે. ઉપરાંત ગ્રાઉન્ડ વોટર રીચાજીંગ થાય છે. જેથી તળાવની આજુબાજુના વિસ્તારના કુવા તથા બોર રીચાર્જ થાય છે. તળાવની આસપાસના લોકો ધરવપરાશ તેમજ પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ વિભાગ દ્રારા અત્યાર સુધીમાં ૨૪૫ તળાવો ઉંડા કરવાનો કામો કરવામાં આવેલ છે.  આ વિભાગ દ્વારા નદી કોતરો પર ચેકડેમ તેમજ ચેકડેમ કમ ક્રોઝવેના બાંધકામ કરવામાં આવે છે. જેનાથી નદી તથા કોતરોમાં વરસાદના તથા નહેરના વહી જતાં વેસ્ટેજ પાણીને રોકવામાં આવે છે. આ પાણીને લીફટ કરીને ખેડુતો આડકતરી રીતે સિંચાઈનો લાભ મેળવે છે. ચેકડેમમાં પાણીના સંગ્રહથી આજુબાજુના કુવા તથા બોર રીચાર્જ થાય છે. ચેકડેમ સાથે ક્રોઝવેના બાંધકામથી લોકોને અને ખાસ કરીને ખેડુત ખાતેદારોને સામે કાંઠે ખેતીકામે અવરજવરની સુવિધા મળે છે.આ વિભાગ દ્રારા નદીના પાણીથી થતા ધોવાણના નાના નાના કામો કરવામાં આવે છે. આ કામોથી નદી કાંઠાની ખેડુતોની કિંમતી જમીનનું ધોવાણ થતું હોય તે અટકાવી શકાય છે.
       નવસારી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની કામગીરી ભારત સરકાર અને ગુજરાત સરકારની ડીઝિટલ ઈંડિયાની યોજના મુજબ પારદર્શક સરકાર હોવા છતા અજુ સુધી વેબ સાઈડ ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ નથી. જેનો શું કારણ હોઈ શકે એ આજના ઈમાનદાર યુગ માં સમજી શકાય છે. 
     નવસારી જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ માં ગુજરાત સરકાર કાયદેસર વહીવટી દેખ રેખ માટે જ એક વર્ગ એકના કાર્યપાલક ઈજનેર ની નિમણુંક કરી છે.અને એક લાખથી વધુ વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ આપી રહી છે. પરંતુ જમીની હકીકતમાં સદર વહીવટી અધિકારી શ્રીને કાયદા કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી. મા.અ.અ.૨૦૦૫ હોય કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ , નાગરિક અધિકાર પત્ર હોય કે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ કાયદેસર એક બોર્ડ લગાવેલ નથી. અને અજુ સુધી સદર કચેરીમાં કાયદેસર મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ અદ્યતન કરેલ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિભાવવામાં આવેલ નથી. ગુજરાત સરકાર આજે એવા જ અધિકારીઓ સાથે વિકાસ અને સમૃદ્ધિની આશા રાખી છે. કાયદા કાનૂન થી અજાણ અધિકારીઓ સરકારના વિકાસ માટે બાધા સ્વરૂપ છે. કાયદેસર માહિતી માગનારને આક્ષેપો લગાવી શું સાબિત કરવા માગે છે.એ આજે સમજવો અઘરૂ નથી. 
              નવસારી જિલ્લાની સદર કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રી એક માહિતી માગનાર ઉપર ચોથી જાગીર ના દંભી ના આક્ષેપો લગાવી માહિતી નિરીક્ષણ માં કાયદા કાનૂનથી અજાણ છે.પોતે કબૂલાત કરી છે. હવે પોતાની કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ કે આરસીપીએસ-૨૦૧૩ના બોર્ડ લગાવી અરજદારને અપીલ સત્તા અધિકારી દ્વારા હુકમ કરેલ માહિતી કાયદેસર આપશે ખરા..? કે અન્ય કોઈ કાવતરૂ કરશે. નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ કાયમી ધોરણે અપીલ સત્તા અધિકારીના કામગીરી ઉપર જ સવાલો કરી શું સાબિત કરવા માગે છે..? પોતે કાયદા કાનૂન થી અજાણ અધિકારીઓને સરકાર શા માટે નિમણુંક કરી છે? એ આજે સમજવો જરૂરી છે. અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધા  આપવા માટે સરકાર પાસે કોઈ નોટ ચાપવાની મશીન નથી. એમને મળતો રૂપિયો ગરીબ ,મજલૂમ ,ખેડુતો ,મજૂરો,આદિવાસીઓ, પછાત વર્ગ દલિતોના ખૂન પસીના અને મહેનત મસક્કતની કમાણીના છે. એમા કોઈ ખાનદાની હક કે આરક્ષણ થી ભરતી થયેલ હોવાથી કામગીરી ન કરવાનો અધિકાર મળતો નથી. 
             ગુજરાત સરકાર શ્રીના મુખ્ય મંત્રી શ્રી પોતે કાયદાનો તજજ્ઞ છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ તપાસ કરાવી કાર્યવાહી કરશે ખરા ...? એ જોવાનુ બાકીયરહ્યુ....


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...