Thursday, December 12, 2019

નવસારી :- વિજલપોર નગરપાલિકાની કામગીરી અને જવાબદારી કાબીલેતારીફ કે ....?

વિજલપોર નગરપાલિકાની કામગીરી અને જવાબદારી કાબીલે તારીફ કે ....?
વિજલપોર શહેરમાં દારૂ શરાબ સદંતર બંધ કરવા કલેકટર શ્રી ને આબેદન પત્ર નગરસેવકો આપ્યુ.. !
રોગચાણા અને ખતરનાક બીમારીઓનો દાવત આપતો  વિજલપોર રેલ્વે ગરનાળુ  સાથે ગટરનો પાણી ગંદકીનો સામ્રાજ્ય  


                   નવસારી જિલ્લા ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે.નવસારી જિલ્લાનો એતિહાસ સૌથી જુનુ અને વિશ્વ વિખ્યાત છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે માર્ગ થી દાંડી યાત્રા કરી હતી એ નવસારીના વિજલપોરની હાલત સૌથી બદતર જોવા મળી રહી છે. નવસારી આજે વિદ્વાનો અને ઉદ્યોગપતિઓને જન્મ આપેલ છે. ટાટા ગ્રુપનો માલિકનો જન્મ સ્થાન અને મફતલાલ શેઠનો કર્મ ભુમિ તરીકે નવસારી પોતાનો સ્થાન વિશ્વ માં સર્વશ્રેષ્ઠ છે. નવસારી શહેર નવસાર પીર બાવાના નામે પણ પ્રખ્યાત છે. એ નવસારી શહેરના અડી ને આવેલા  વિજલપોર માં રેલ્વે ગરનાળુ અને ખુલ્લુ ગટરનો વાસ મારતુ ગંદુ પાણી આજે વર્ષોથી નાગરિકો માટે ભયંકર ખતરનાક બીમારીઓ ને દાવત આપી રહ્યુ છે. 
                             આજે વિજલપોર રેલવે ગરનાળુ અને ખુલ્લા ગટરોને વાસ મારતુ દુર્ગંધ અને ગંદકીનો સામ્રાજ્ય સામે વિકાસશીલ ગુજરાત સમૃદ્ધ ગુજરાત પારદર્શક ગુજરાત જેવા મજબૂત શક્તિશાળી શબ્દો અશોભનીય છે. વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી અરબો રૂપિયા વર્ષે સરકાર આપી રહી છે.અને આજે પણ જમા છે. સરકાર તરફે કોઈ પણ કસર નહિ કહી શકાય. અને આજે ગુજરાત અને કેન્દ્ર માં એક જ પક્ષની સોથી મજબૂત સરકાર છે. એટલે રેલવિભાગ માં પણ કોઈ વિરોધ કરી શકે નહિ. છતા એવી હાલત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અહિ વિજલપોર અને જિલ્લા કક્ષાના અધિકારીઓ અને રાજનેતાઓની સામે વિકાસની જવાબદારી છે. જેથી હવે સમજી શકાય કે નવસારી વિજલપોર આજે સંસ્કારી નગરી હોવા છતા પાછળ અને ગંદકી યુક્ત થવાનો કારળ શું છે.? 
    નવસારી અને વિજલપોર માં વિકાસના નામે દારૂ શરાબ અને અસામાજિક કામોની ભરમાર છે. વિજલપોર મિની ભારત તરીકે વિકાસ માટે નહી દરેક પ્રકારના દારૂ માટે પ્રખ્યાત છે. વિજલપોર નગરપાલિકામાં આજે સત્તા પક્ષમાં પણ બે ભાગમાં વિભાજન થયેલ છે. બીજા પક્ષ ના ઉપ પ્રમુખ સાથે નગરસેવકોની ટીમ એ વિજલપોર માં દારૂ સદંતર બંધ કરવા માટે નવસારી કલેકટર શ્રી ને આબેદન પત્ર આપેલ છે. ગુજરાત માં કાયદેસર દારૂ બંદી છે. અને કાયદોના પાલન કરવા અને કરાવવા પ્રશાસનની સંયુક્ત જવાબદારી પણ છે. પરંતુ હવે પહેલીવાર એટલી મોટી સંખ્યામાં નગરસેવકો એક સારી શરૂઆત કરી છે. હવે પ્રશાસનના અધિકારીઓ સદર બાબતે કાયદેસર કાર્યવાહી કરશે ખરા..? જાણકારોના મંતવ્ય મુજબ  દારૂ બંદી ભલે કાયદો છે.પરંતુ ખાકી અને ખાદી સાથે કેટલાક નાગરિકો ના આજે એક સૌથી મહત્વ પૂર્ણ વ્યવસાય પણ છે. ખોટી તો ખોટી પણ રોજી તો ખરી.. જેથી ગમે એ આબેદન કે અરજી સરકારને આપો . સરકારના સ્વચ્છ ભારત અભિયાન માટે દરેક કચેરી માં એક ડોલ પણ આપેલ છે.
વિજલપોર નગરપાલિકા માં  વિકાસ માં કરોડો રૂપિયા દર વર્ષે બ્લોગ અને ડામર અને બિન જરૂરી આરસીસી રોડ માટે ખર્ચ કરે છે. રોજગાર કે લઘુ ઉદ્યોગ માટે અહીં પ્રાથમિક જરૂરિયાત હોવા છતા બિન જરૂરી ખર્ચ કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ એમાં નેતાઓ અને અધિકારીઓની સારી સમજના બદલે કમીશન છે. 
ખુલ્લા ગટરનો વાસ મારતો દુર્ગંધ યુક્ત પાણી સદંતર બંધ કરવા માટે ગુજરાત પ્રદૂષણ કંન્ટ્રોલ બોર્ડ અને નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. વિજલપોરશહેરમાં  આજે  વિકાસ અને સમૃદ્ધિની એક ઝલક તસ્વીર  માં જોઈ શકાય છે. મોટા ભાગે આજે દરેક સ્થળે અધિકારીઓ અને નેતાઓ ફોટા પડાવવા  માં સોથી આગળ નજરે પડે છે. અધિકારીઓ અને નેતાઓ ઉપરોક્ત તસ્વીર સાથે એક વાર ફોટો પડાવશે ખરા..? 
આજે વિજલપોર માં રોજગારી ના નામે ફકત દારૂ શરાબ નો અડ્ડો જ છે. ઠેર ઠેર એક જ વેપાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.જેમાં ખાકી સાથે ખાદી પણ સામેલ છે. આજે પણ વિજલપોર માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ચોખ્ખું પીવા માટે પાણી પણ આપવામાં તકલીફ અનુભવે છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય આજે કોસો દૂર છે. ઉપરોક્ત બાબતે સરકારના તજજ્ઞ અધિકારીઓ અને નેતાઓ પોતાની ભૂમિકા ભજવશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...