Friday, December 13, 2019

નવસારી :- ચિખલી માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કામગીરી કાબીલે તારીફ કે ..? જવાબદાર શાસન કે પ્રશાસનિક અધિકારી..?



નવસારી :- ચિખલી માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કામગીરી કાબીલે તારીફ  કે ..? 
જવાબદાર શાસન કે પ્રશાસનિક અધિકારી..? 

                      નવસારી જિલ્લામાં આજે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. વિકાસ અને સમૃદ્ધિના નામે કાયદેસર ડકૈતી નાખવામાં આવી રહ્યુ છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ પારદર્શક સરકાર આજે બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લાના પછાત અને આદિવાસી વિસ્તારમાં સરકારના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મેળવનાર  અધિકારીઓ ફકત વિકાસ ફાઈલો માં જ કરી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી ખેડુતો મજૂરો સામાન્ય વર્ગના નાગરિકો ના જીવન સાથે એક રમત રમાઈ રહી છે. નવસારી જિલ્લાના ચિખલી ખેરગામ વાંસદા વિસ્તાર અતિ પછાત વર્ગ ના હોય જેથી અધિકારીઓ અહિં ભોલા નાગરિકો ને નાગરિક તરીકે ગણતા જ નથી. અને નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ એજ વર્ગ માં થી આવે છે. જેથી સદર તાલુકાઓના નાગરિકો છેતરાઈ જાય છે. અને અધિકારીઓ સહજ રીતે એવા કામોના અંજામ આપવામાં કોઈ શંકા પણ કરતા નથી.

                                    નવસારી જિલ્લાના તાલુકા  ચિખલી માં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હોય કે અન્ય વિસ્તારો માં મોટા ભાગે ભ્રષ્ટાચાર વગર કોઈ કામો કરવામાં આવતો જ નથી. મોટાભાગના ડામર રોડમાં ડામર ક્યાં છે એ આજે શોધવો મુશ્કેલ છે. આર.સી.સી. રોડ માં ટુંક સમયમાં સીમેંટ અદૃશ્ય થઈ જાય છે. તપાસ અધિકારીઓ કેવી રીતે કોંટ્રાક્ટરોને બિલ આપી રહ્યા છે એ પણ એક તપાસનો વિષય છે. સદર તાલુકાઓ માં એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ પાકુ બિલોના બદલે ફકત અહિં સ્ટીમેટ થી જ કામ ચલાવી લેવા માં આવે છે. નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ પોતે કાયદા કાનૂનથી અજાણ છે. એક આરટીઆઈની માહિતી નિરીક્ષણ માં પોતે કબુલાત પણ કરી છે. પરંતુ આરક્ષણ અને ગાંધી બાપુના તસ્વીર કે સેટિંગ ડોટ કોમ થી ભરતી થયેલ અધિકારીઓને આજે કોઈ વીક નથી. સમાચાર પત્ર માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ નવસારી જિલ્લાના ચિખલી તાલુકા માં માર્ગ અને મકાન પંચાયત વિભાગ માં આજે કામના બદલે ફકત રોજ પંચાયત (મીટિંગો ) કરવામાં આવે છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ પોતાના રાજનેતા તરીકે, સેવક તરીકે પ્રખ્યાત નેતાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધા મેળવનાર શું કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...