નવસારી જિલ્લા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ નવસારી જાગૃત થસે ખરા....?
નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત સરકાર એ એક સમિતિની રચના કરી છે. ગુજરાત તકેદારી આયોગ રાજ્ય ખાતે કાર્યરત છે. અને દરેક જિલ્લા માં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે એસીબી તરીકે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ તરીકે કામગીરી કરી રહી છે. જે આજે વર્ષો થી કાર્યરત છે.જેમાં જિલ્લાના મુખ્ય અધિકારી કલેકટર શ્રી ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં મોટા ભાગે દરેક કચેરીઓ માં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અને મીડિયા વિભાગ પત્રકાર મિત્રો શોશિયલ મીડિયા કે જાગૃત નાગરિકો કોઈ પણ જાતના મહેનતાણું વગર પોતાના જીવન જોખમ માં મુકી દર રોજ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી રહ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય ત્રણે વડાઓ ડીએમ, ડીડીઓ કે ડીએસપીને અરજીઓ નામથી કરવામાં આવે છે. પરંતુ મળેલ માહિતી મુજબ ડીએમ કે ડીડીઓના નામે લખવામાં આવતો ફરિયાદ હોય કે આબેદન પત્ર , મીડિયા માં ઈલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા માં પ્રસિદ્ધ થતો અહેવાલ એનો કોઈ પણ પ્રકારનો ખુલાસો જે તે વિભાગના મુખ્ય અધિકારી પાસે માગવો ફરજીયાત હોવા છતા કોઈ કાર્યવાહી કરવા માં આવતો નથી. ખુલાસો કરવાના બદલે મુખ્ય અધિકારી પાસે એ અરજી પહોચાડવા પણ અહીં કલેકટર કચેરીના રજી. શાખા કે જિલ્લા પંચાયતના સામાન્ય શાખા ગુનો સમજી રહ્યા છે. નવસારી જિલ્લામાં જે અધિકારી સામે ફરિયાદ કે તપાસ કરવા માટે નાગરિકો અરજી કરે છે એજ અધિકારી શ્રીને પાસે કોઈ પણ નોટિસ કે પત્ર વગર તપાસ સોપવામાં આવે છે.અને એ અરજી કે સમાચાર પત્રો માં પ્રસિદ્ધ થતાં અહેવાલ ઉપર શું કાર્યવાહી થઈ એના ઉપર કોઇ પણ જાતની કાર્યવાહી થતી નથી. જેથી અરજી કરનાર કે આવેદન પત્ર આપનાર કે સમાચાર પત્રોમા પોતાની જાન જોખમમાં મુકી કોઈ પણ મહેનતાણું વગર કામ કરનાર પત્રકાર કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા મિત્રો ના સંપૂર્ણ મહેનત ઉપર પાણી ફેરવાઇ જાય છે.જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે ગુજરાતના એન્ટી કરપ્શનના પીઆઈ પણ જ્યારે મીઠાઈ બોક્સ માં કરોડો રુપિયા લાન્ચ લેતા પકડાતા હોય દૂધના ટેન્કરમા દારૂનો ખેપ જતા હોય. પોલિસ વિભાગના કર્મચારીઓ જ પોતે દારૂ શરાબનો વાહનો માં પકડાઈ રહ્યા હોય ત્યારે આમ નાગરિકોના જનજીવનની સુરક્ષા માટે કે ન્યાય માટે કોણી પાસે આશા રાખવી એ એક મહત્વપૂર્ણ સવાલ છે. ભરોસો કોણા ઉપર કરવો એ આજે એક મોટો પ્રશ્ન છે.
નવસારી જિલ્લામાં તારીખ ૧૮/૧૧/૨૦૧૯ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને નામ જોગ ભ્રષ્ટાચાર માટે કાર્યવાહી કરવા અરજીઓ આપવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગ કમિશ્નરને પણ અરજીઓ કરવામાં આવી. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ તત્કાલ કાર્યવાહી કરવા બદલે આજે ૪૦ દિવસ પૂર્ણ થતા કોઈ પણ જાતની ખબર નથી. આજે રાજ્ય સરકાર કે ભારત સરકાર સમજી ચુકી છે કે ભ્રષ્ટાચાર નિવારણ સિવાય કોઈ પણ સંજોગો માં વિકાસ કરી શકાય નહિ. પરંતુ જમીની હકીકતમાં કાર્યવાહી કૌણ કરશે .જવાબદારી કયા અધિકારીની હશે .? એનો કોઈ માહિતી નથી. સંવિધાન મુજબ શાસન પાસે કોઈ જવાબદારી લેખિત માં છે ખરૂ .? સરકાર બદલાઈ જાય છે પરંતુ વહીવટી તંત્ર એજ રહે છે. જેથી આજે નાગરિકો "જાયે તો જાયેં કહાં" જેવી હાલાત સર્જાઈ છે.
No comments:
Post a Comment