Wednesday, March 10, 2021

નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ..! અધિકારીઓની મિલીભગત વગર શક્ય ખરૂં.. ...?





નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ..!
અધિકારીઓની મિલીભગત વગર શક્ય ખરૂં.. ..?

               નવસારી જિલ્લામાં નવસારી વિજલપોર નગરપાલિકામાં વિજલપોર સાથે આઠ ગામનો સમાવેશ કરતાની સાથે ગેરકાયદેસર બાંધકામો બુલેટ ટ્રેનની ઝડપે પવનની ગતિ થી શરૂ થઈ ચુક્યા છે.અને એ ગેરકાયદેસર બાંધકામનો જવાબદારી કોની છે.એ આમ નાગરિકોને ખબર ન હોય એ બની શકે પરંતુ અહિં નવસારી જિલ્લાના નગરપાલિકાના અધિકારીઓ ને પણ ખબર નથી. નવસારી જિલ્લામાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરી વિજલપોર નગરપાલિકા સાથે ૧૫ ગામોની ૨૦૧૫ વર્ષમાં બાંધકામની પરવાનગી સરકારે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળને આપી છે. ત્યારથી સરકારી જમીન સાથે ગેરકાયદેસર બાંધકામો દારૂ શરાબના અડ્ડાઓની જેમ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.અને સરકારે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં કાયદા વ્યવસ્થાની જાળવણી કાયદેસર થાય તેના માટે નવસારી જિલ્લા કલેકટર અધિક કલેકટર નગર નિયોજક અસિ. નગરનિયોજક શૈક્ષણિક અને અનુભવી ઇજનેરો સાથે આખી ફોજની નિમણુંક પણ કરેલ છે.પરંતુ જમીની હકીકત માં ત્યારથી જ ગેરકાયદેસર બાંધકામોની શરૂઆત મોટા પ્રમાણમાં ચાલુ થયેલ છે. ફરિયાદ કરતા અધિકારીઓ ફરિયાદ કરનારને કાયદા માટે પુછપરછ કરતા જોવા મળે છે.નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નૂડાની કચેરી માં આજે  વર્ષે પણ સરકારનો એક પણ કાયદાઓનો અમલવારી થયેલ નથી.આરટીઆઇ ૨૦૦૫ હોય કે આરસીપીએસ ૨૦૧૩, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ ૧૯૭૬ હોય કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય ગુજરાત સેવા અધિનિયમ ૧૯૭૧ વગેરે એક પણ કાયદો નવસારીની સર્વોચ્ચ કચેરી માં લાગુ થતી નથી. ભારત સરકાર કે ગુજરાત સરકાર નો કાયદોની અમલવારી ન કરતા અધિકારીઓને એ જાણવો જરૂરી છે કે એમને વેતન પાડોસી દેશથી નથી આવતો. ગુજરાત સરકારના ત્રણ વર્ષ માં બદલીનો કાયદો નૂડાની કચેરી માં પાલન કરવો ગુનો સમજવામાં આવે છે. આજે કેટલાક બાંધકામ થઈ રહ્યો છે કેટલાક ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યો છે ? એ સદર કચેરીના અધિકારીઓને ખબર નથી.સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદ કરવાની જરૂર નથી હોતી. એ ખરીદવા કે વેચવા ઉપર વર્ષોથી પ્રતિબંધ છે. સરકારની કેટલી જમીન છે કેટલા ઉપર ગેરકાયદેસર બાંધકામો થયેલ છે? આજે નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓ મોટા ભાગે લોકો ચર્ચા મુજબ વર્ષે કરોડો રૂપિયા ભાડું ચુકવે છે. પરંતુ સરકારી જમીન ખાલી કરાવવા માટે કોની જવાબદારી છે. એની માહિતી કોની પાસે છે. નવસારી જિલ્લામાં નૂડા કચેરી માં ફરિયાદ કરનારની માહિતી ની પ્રાઈવેસીના કાયદો કેમ ખબર નથી.? વિજલપોર શહેરમાં એક હોસ્પિટલ બનાવવા માટે કરોડો રૂપિયા સરકાર આપી છે.સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામોની ભરમાર છે.ખાલી કરાવવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ નથી એવો નથી.આજે મોટા ભાગના અધિકારીઓ ગેરકાયદેસર એસી થી બહાર નીકળી પોતાની ફરજ બજાવવા માં રસ નથી.નૂડા કચેરી આજે લકવાગ્રસ્ત થઈ છે.સાથે સાથે કોરોના કાળ છે.અધિકારીઓને ગેરકાયદેસર માં વધુ રસ હોય એવી પણ ચર્ચા થઈ રહી છે.જેથી ગેરકાયદેસર બાંધકામો સામે અહિં કાર્યવાહી કરવા મુશ્કેલ છે.નૂડા કચેરી લોકલ ઓથોરિટી પાસે થી વધુ સત્તા કબજે કરી છેે.કાયદા મુજબ આને કાયદેસર હોય કેે ગેેરકાયદેસર બાંધકામો માટે વિજલપોર નગરપાલિકાની જવાબદારી નથી. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં કાયદેસર કોઈ અધિકારી નિમણૂંક કરવામાં નથી આવ્યો. કલેકટર કચેરી માં કલેકટર અધિક કલેકટર વગેરે પાસે સત્તા છે. એ સમાહર્તા તરીકે ફક્ત નોટિસ જ આપી શકે છે કે કેમ..?અને તપાસ અધિકારીઓને નેતાઓ સાથે સાંઠગાંઠ હોવાથી જમીન ઉપર ઉતરી તપાસ કરી શકે નહીં. ફરિયાદ કે આરટીઆઈ કરનાર ઉપર આટકતરી રીતે અન્ય સરકારી વિભાગો દ્વારા હેરાન કરી કેશો કરવામાં આવે છે.જેનો આશરે ત્રણ વર્ષ સુધી ખોટી રીતે મડર કેસ માં જેલ માં મુકવાનો એક તાજો દાખલો છે.અને એ નામદાર કોર્ટ માં નિર્દોષ સાબિત થયા છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ષોથી આજે કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરવામાં આવી રહ્યો છે. અને એજ સમીકરણો ગુજરાતની રાજ્યકક્ષાની કચેરીઓની છે.જેની સામે ફરિયાદ નોંધાવો રાજ્ય કક્ષાના અધિકારી હોય કે જિલ્લાના અધિકારીઓ. ફરિયાદ કરનાર ની તપાસ કરાવે છે. જેની સામે ફરિયાદ હોય એમને પોતાની તપાસ કરવા હુકમ કરે છે.જેનો દાખલો હાલમાં જ કરોડો રૂપિયાની આકારણી કોભાંડ છે. ગુજરાતના મુખ્યમંત્રી થી નવસારી કલેકટર સુધી ફરિયાદ થઈ છેલ્લે આકારણી કરનાર અધિકારી પાસે તપાસનો હુકમ કર્યો છે. આજ સુધી એમાં કોઈ તપાસ થયેલ નથી.અને હાલમાં ગુજરાત તકેદારી આયોગ કમિશનર પાસે ફરિયાદ થઇ છે. અને ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી તપાસ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે.લોક ચર્ચા મુજબ છેલ્લે ગુજરાત નામદાર કોર્ટ માં બધાને પાર્ટી તરીકે મિલીભગત  ફરજમાં બેદરકારી અને ગેરકાયદેસર આકારણી કરનાર માં સહભાગિતા સાથે અપ્રમાણસર મિલકત વગેરેના કેસો નોંધાય એવી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચર્ચા કરવામાં આવી રહી છે.સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો કરવા મા નગરપાલિકાઓ સોથી આગળ છે. અને નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે ત્યારે આજે અરબો ખરબો રૂપિયાની જમીન મિલકત છે. પરંતુ એના માટે કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીની જરૂર છે. આરક્ષણ અને પ્રમોશન કે બાપુ દર્શન થી આવેલ અધિકારી થી શક્ય નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામ અને સરકારી કે  ગોચર જમીન ઉપર કાયદેસર કબજો કરી બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ખરા..?


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...