નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની પ્રશંસનીય કામગીરી
કાબીલે તારીફ
આઉટશોર્ષ કરાર આધારિત મજુરો કર્મચારીઓ માટે ESIC સુવિધા બાબતે એજન્સીઓને નોટિસ
નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી,પ્રાન્ત અધિકારીઓ શ્રી કે નગરપાલિકા ઓનાં અધિકારીઓ શ્રી શુભારંભ કરશે ખરા..
આજે ગુજરાત સાથે સંપુર્ણ ભારત દેશ કોરોના મહામારી થી ભયંકર આર્થિક તંગી થી પસાર થઈ રહ્યો છે.જેની અસર હવે દરેકે દરેક સામાન્ય નાગરિકો સાથે ઉદ્યોગપતિઓ અને સરકાર માં નજરે પડી રહી છે.અને હવે દરેકે દરેક સરકારી કે ખાનગી વિભાગમાં પણ મોંઘવારી બેરોજગારી આર્થિક તંગી માં જોવા મળે છે. નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષોથી આઉટશોર્ષ ,કરાર આધારિત કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી મોટા ભાગના કામો કરાવવા માં આવે છે. પરંતુ જમીની હકીકત માં એમાં સામાન્ય નાગરિકો આદિવાસી,દલિત, શોષિત, વંચિત, મજુર કર્મચારીઓની સંખ્યા વધુ હોવાથી સરકાર શ્રીના કાયદો મુજબ સરકાર શ્રીની કાયદેસર સુવિધાઓ આપવામાં આવતી નથી.અને એ એજન્સી ઓ માં કામ કરતા કર્મચારીઓ અને મજૂરો ગરીબી અને અન્ય સ્થળે બેરોજગારીની ભયંકર સમસ્યા હોવાથી મજબૂર હોય છે.એના ગેરલાભ આજે દરેકે દરેક ઉઠાવી રહ્યા છે.અને સરકારી કચેરીઓ માં એની જવાબદારી અધિકારીઓની હોય છે પરંતુ મોટા ભાગના અધિકારીઓ પણ શૈક્ષણિક લાયકાત કે અનુભવી ના બદલે આરક્ષણ કે સેટિંગ્સ ડોટ કોમ થી ભરતી થયેલ છે.જેથી સરકાર શ્રીના કાયદો થી અજાણ હોય છે. આજે પણ સરકારી કચેરીઓ માં આઉટશોર્ષ કરાર આધારિત મજૂરો કર્મચારીઓને કાયદેસર પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ આપવામાં આવતી નથી. જેમાં લઘુત્તમ માસિક વેતન કે સ્વાસ્થ્ય માટે સરકારની અમૃત તુલ્ય અને દરેક માટે સુરક્ષિત ઈએસઆઈસી છે. જેના અનુસંધાનમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને લોકરક્ષક ન્યૂઝના તંત્રી તરીકે ડો.આર.આર. મિશ્રા એ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રજુઆત કરી હતી અને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સદર બાબતે વિભિન્ન એજન્સીઓને નોટિસ ફટકારી છે. હવે સમાચારની ગંભીરતા પૂર્વક લઈ સદર એજન્સી ના માલિકો સદર બાબતે ઈએસઆઈસીની સુવિધા માટે તત્કાલ અસરથી કાયદેસર કાર્યવાહી કરશે કે ફરી થી નવી એજન્સીઓને તક આપી છુટકારો મેળવશે એ જોવાનું બાકી રહ્યુ..
નવસારી જિલ્લામાં એ સુવિધા દરેક સરકારી,અર્ધ સરકારી, ખાનગી, ફેક્ટરી ઓ,મીલો કે તમામ સ્થળે કાયદેસર અમલ કરવો ફરજીયાત છે.અને નવસારી કલેકટર શ્રી, નવસારી જિલ્લાના જાંબાઝ અને સૌથી વધુ લોકપ્રિય અધિકારી નાયબ કલેકટર શ્રી સાથે નગરપાલિકાના સર્વોચ્ચ અનુભવી કાયદા કાનૂનનો વિશેષ જાણકાર વર્ગ એકના અધિકારીશ્રી ને પણ સદર બાબતે જાણ કરવામાં આવી છે. પરંતુ નવસારી જિલ્લામાં મોટા ભાગે અધિકારીઓ એજ કેટેગરીમાં થી આવતા હોવાથી ગરીબો આદિવાસીઓ ખેડુતો દલિતો માટે સંવેદનશીલ નજરે પડતાં નથી. અને ઈએસઆઈસીની સુવિધા હોય કે અન્ય કોઈ પણ ગરીબો થી સંબંધિત સુવિધાઓ આપવા માટે કે ફક્ત વિચાર કરવા માટે એનાથી ઉપર પંહોચ ધરાવતા સર્વોચ્ચ વ્યક્તિત્વનો માનસિકતા ધરાવતા અધિકારી જ કરી શકે છે. એ સમજવો આજે અઘરૂ છે.સામાન્ય રીતે ગરીબી માંથી પસાર થયેલ વ્યકિત ને કોઈ પણ હોદ્દો મળી જાય એની માનસિકતા પહેલા પોતાની ગરીબી દૂર કરવાનો હોય છે બીજાની ગરીબી દૂર કરવાનો રહેતો નથી. અને આજે એ સૂત્ર યત્ર તત્ર સર્વત્ર જોઈ શકાય છે. પરંતુ આજે ખરૂં કે સાચું લખવો એ પોતાની પગ માં કુલ્હાડી મારવો સમાન છે. જેથી કોઈ દાખલો પુરાવા લખી શકાય નહીં પરંતુ સમજી શકાય એ પાકું.
જેવા કે આજે મોટા ભાગના રાજનેતાઓ ગરીબો મજૂરો, આદિવાસીઓ,દલિતો, વંચિતો, શોષિતો ખેડૂતોની દુઃખ દર્દ મુશ્કેલીઓ, તમામ પ્રકારની સમસ્યાઓ, શિક્ષા, સુરક્ષા, સ્વાસ્થ્ય વગેરે તમામ ને દૂર કરવાની પોતાના પ્રવચનમાં કરે છે.અને એની જવાબદારી સંક્ષમતા પર ગરીબો વિશ્વાસ કરી મત પણ આપે છે અને એ મોટા ભાગે જીતી પણ જાય છે. પરંતુ એ પછી નજરે પડતાં નથી કેમ કે એ વધુ એ પોતાના માટે જ કહેતો હોય છે. અને ટુંક સમયમાં એની સંપત્તિ હજારો ગણી વધી જાય છે.એવી રીતે આજે મોટા ભાગના શાસન પ્રશાસન માં જોવા મળે છે.પરંતુ આજે નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ પહેલીવાર એક અલગ છબી ધરાવતા નિમણૂંક થયેલ છે.જેથી આજે દરેક નાગરિક આશા રાખે છે.
નવસારી જિલ્લામાં ઈએસઆઈસીની સુવિધા માટે કયા કયા અધિકારી શરૂઆત કરશે ? ગરીબો, મજુરો, આદિવાસી, ખેડૂતો, દલિતો, શોષિત, વંચિત વર્ગના મજૂરો, કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન સાથે ઈએસઆઈસીની સુવિધાઓ આપવામાં આવશે એ જોવાનું બાકી રહ્યુ.
1 comment:
આપનો અભિપ્રાય સાથે સવાલ લખવો..
Post a Comment