Thursday, March 11, 2021

નવસારી જિલ્લાના તમામ ગોડાઉન કેન્દ્રો પરથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે




નવસારી જિલ્લાના તમામ ગોડાઉન કેન્દ્રો પરથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે 

નવસારીઃ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા નવસારી જિલ્લાના તમામ તાલુકા ગોડાઉન કેન્દ્રો પરથી રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨ માં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજય સરકારશ્રી દ્વારા નકકી કરવામા આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સ્પેશીફિકેશન મુજબ ગુણવત્તા ધરાવતો ઘઉંનો જથ્થો પ્રતિ કવીન્ટલ ઘઉં રૂ.૧૯૭૫/- ટેકાનો ભાવ નિયત કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારશ્રી દ્વારા યુનિફોર્મ સ્પેશીફિકેશન મુજબ ગુણવત્તા ધરાવતા જથ્થા માટે નકકી થયેલા ભાવ મુજબનો જથ્થો ખેડૂત પાસેથી તે જે ખેડૂતનું ઉત્પાદન છે તેના પુરાવારૂપે ચાલુ વર્ષના ૭/૧૨/ તેમજ ૮-અ ના ઉતારાની નકલ સાથે લાવવાની રહેશે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. નવસારીના તમામ તાલુકા કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે. ગોડાઉન મેનેજરશ્રીનો સંપર્ક કરવાથી સંપૂર્ણ વિગતો મળી રહેશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોઍ ઓનલાઇન નોîધણી ગુ.રા.ના.પુ.નિ.લી.ના સબંધિત ગોડાઉન કેન્દ્રો ખાતે તથા ગ્રામ્યકક્ષાઍ વી.સી.ઍ.મારફતે તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી ચાલુ રહેશે.

નવસારી જિલ્લાના ગુ.રા.ના.પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો
બીલીમોરા-ફોન નંબર ૦૨૬૩૪-૨૮૬૧૮૯, 
ચીખલી  ૦૨૬૩૪-૨૩૦૪૫૦, 
જલાલપોર।  ૦૨૬૩૭-૨૮૬૬૪૪,
 નવસારી (લુન્સીકુઇ) ૦૨૬૩૭-૨૪૬૬૫૫, વાંસદા ૦૨૬૩૦-૨૨૨૩૬૦, 
અમલસાડ ૦૨૬૩૭- ૨૭૧૭૧૬
 તેમજ ખેરગામ ગોડાઉન ૦૨૬૩૪-૨૨૦૬૮૮ પર સંપર્ક કરવાનો રહેશે.
 ખેડૂતોઍ જથ્થો સ્વચ્છ તેમજ ભેજરહિત લાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...