Sunday, March 28, 2021

નગરપાલિકાઓના કર્મચારીઓ / અધિકારીઓ માટે કાયદો અલાહિદો....



નગરપાલિકાઓના કર્મચારીઓ / અધિકારીઓ માટે કાયદો અલાહિદો....

ગુજરાત સરકાર માં દરેક વિભાગ માંટે આજે અલગ અલગ કાયદો છે. જેમા સૌથી વધારે મહેનત મજુરી જવાબદારી પૂર્વક કામ કરનાર જે વિકાસના પાયો કહેવાય એવા વિભાગ નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓ માટે તદ્દન ઉતરતી કક્ષાનો કાયદો પણ આજે લાગુ થતો નથી.નગરપાલિકાઓની હદ વિસ્તાર માં આજે ૧૫થી ૨૫ ટકા નાગરિકો રહે છે. અને વિકાસનો સૌથી મજબુત ગ્રંથિ નગરપાલિકા જ છે. આજે મોટા ભાગના નાગરિકો સારી માં સારી સુવિધા મેળવવા માટે ગામ છોડી શહેર તરફ આવી રહ્યા છે. એનો મુખ્ય કારણ નગરપાલિકાઓની કામગીરી છે.આજે ચૌથી જાગીર કહેવાતી મીડિયાની નજર શહેરો થી જ શરુવાત કરે છે. મોટા મોટા માં ઉદ્યોગ પતિ હોય કે રાજનેતા, બાદશાહ હોય કે ફકીર, રાજનેતા હોય કે અભિનેતા, સામાન્યથી સર્વોચ્ચ સુધી માનવ જાતિ શહેર તરફ જ નજર રાખે છે . એનો પણ મુખ્ય કારણ નગરપાલિકા જ છે. આજે કોઈ પણ ધર્મના આધ્યાત્મિક ગુરૂ હોય કે એમના ધાર્મિક સ્થાન એનો પ્રચાર પ્રસારનો માધ્યમ નગરપાલિકાના હદ વિસ્તાર માં સક્ષમ છે. છતા આજે ગુજરાત સરકાર જે પોતાના સૌ થી વિકસિત અને સમૃદ્ધ પારદર્શી માને છે એવી સરકાર પણ નગરપાલિકાઓના કર્મચારીઓ અધિકારીઓ માટે અજુ સુધી અલગ કાયદા ઘડેલ છે. હવે મુખ્ય મુદ્દો છે પરમોશન બઢતી....

              નવસારી જિલ્લાની સમાહર્તા કલેક્ટરશ્રીની કચેરી માં કારકુન થી મામલતદાર અને પ્રાંત અધિકારી સુધી જઈ શકે છે.એમના માટે કાયદો અલગ છે.. મોટા ભાગે એ બધા જ ૧૦ થી ૧૨ પાસ હોય છે. અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી માં સામાન્ય તલાટી થી તાલુકા વિકાસ અધિકારી છેલ્લે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધી જઈ શકે છે.મોટા ભાગે એ પણ ૧૦ થી ૧૨ પાસ જ હોય છે. માર્ગ અને મકાન વિભાગ માં નાયબ કાર્યપાલક ઈજનેર થી કાર્યપાલક ઈજનેર અને છેલ્લે મુખ્ય અધીક્ષક ઈજનેર સુધી જઈશકે છે. એ પણ ડિપ્લોમા કે ઈજનેર જ હોય છે. એવા મોટા ભાગે દરેક વિભાગો માં જ વર્ષોથી જ ચાલી રહ્યુ છે. અહિ ડિપ્લોમા ઈજનેરને હાલ માં જ બીજા વિભાગ માં ઈમ્પોર્ટ કરી વર્ગ ૧ ની જગ્યા ઉપર નિમણુંક કરી શકે છે.પરંતુ આજ સુધી કોઈ પણ નગરપાલિકાના કર્મચારી હોય કે અધિકારી ગમે એ જાણકાર હોય કે અનુભવી હોય. એને પરમોશન મળી શકે નહિ .. અહિં સબકા સાથ સબકા વિકાસ કેમ અટકી જાય છે. એ સમજવો અઘરૂ છે. હવે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સદર કાયદાને ફરી થી એક વાર જોવા અને એના માટે કાયદો ઘડવા માટે સરકારશ્રીને અપીલ કરે છે. જેથી સબકા સાથ સબકા વિકાસ માં સૌથી મહત્વપૂર્ણ વિભાગ છુટી ન જાય અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ જે આજે રાત દિવસ સૌથી વધુ મહેનત અને મસક્કત કરી રહ્યા છે. એવા તમામ ને દરેક વિભાગો ની જેમ પરમોશન પ્રોત્સાહન અને ન્યાય મળે .. અન્યથા સબકા સાથ સબકા વિકાસ ૧૫ લાખની જેમ એક જુમલો સાબિત થઈ જશે. આજે ગુજરાત ના મોટા ભાગના વિભાગો માં આરક્ષણ અને પરમોશન સાથે બાપુ દર્શન એક મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યા છે. કોઈ પણ કાયદા સામે યજ્ઞ હવન સાથે આરતીઓ કરાવવામાં આવે ત્યારે કાયદાઓ બદલાઈ શકે છે. કલેક્ટરના હુકમ પણ રદ્દ થઈ શકે છે. નિવૃત્ત અધિકારી ફરીથી પોતાના હોદ્દો મેળવી શકે છે. ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર તરીકે ઓળખ મળી શકે છે.     

 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...