નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ માં કરાર આધારિત પાસે નાણાં અને વિકાસના કામો માટે PAMSની તપાસ અરજીથી હળકંપ
માનવ અધિકાર સાથે અસભ્ય વર્તન
નવસારી જિલ્લામાં કરાર આધારિત નિવૃત્ત અધિકારી કાર્યપાલક ઇજનેર શ્રી નો ગૈરકાયદેસર કામો અને ભ્રષ્ટાચાર બાબતે સમાચાર પત્રો માં અહેવાલ પ્રસિદ્ધ થઈ રહ્યા છે.જેમાં મળેલ માહિતી મુજબ સરકાર શ્રીના કાયદા મુજબ નાણાકીય આને વિકાસના કામો ઉપર સહીઓ કરવા ની ઓથોરિટી સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ નથી.અને કાર્યપાલક ઇજનેર ની જગ્યા વર્ગ એક ની હોય જેથી એનો ચાર્જ ફકત વર્ગ એક ના અધિકારી શ્રીને જ આપી શકાય છે. પરંતુ સદર અધિકારી શ્રીની ઓળખ ગાંધીનગરની કચેરી અને વર્તુળ કચેરી માં પણ એજ રીતે ચાલતી આવેલ છે. અને સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી નિવૃત્ત અધિકારી જેમને કરાર ઉપર કેમ રાખવામાં આવેલ છે ? એ એક ગંભીર સવાલ છે. શુ એમની લાયકાત મુજબ ના અધિકારી ગુજરાત માં નથી ? સરકાર સામે એવી કઈ મજબૂરી છે ? સદર વિભાગના સર્વોચ્ચ અધિકારી શ્રીની કોઈ મોટો કોભાંડ હોય જેથી સદર અધિકારી શ્રીને રાખવો મજબૂરી છે? આજે નવસારી જિલ્લામાં કરાર આધારિત નિવૃત્ત અધિકારી કાર્યપાલક ઇજનેર શ્રીનો ચાર્જ હાલ માં જ નિમણુંક નાયબ કાર્યપાલક ઈજનેર પાસે છે. જેની તપાસ અને સત્યતા જાણવા માટે એક અરજી કરવામાં આવતાની ચંદ પલો માં હિસાબી અધિકારી પાસે ગૈરવર્તન કરાવવામાં આવ્યું. અને સદર કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની હાજરી માં ફરિયાદ કરતા અધિકારીઓની મિલીભગત પ્રત્યક્ષ સામે આવી છે. જાણકારો ના મંતવ્ય મુજબ અહિં નવસારી થી ગાંધીનગર સુધીના પ્રશાશનિક અધિકારીઓ એક બીજા ને મિલીભગત કરી સરકાર શ્રીની તિજોરી સાથે રમત રમી રહ્યા છે. નવસારી જિલ્લાની સદર કચેરીના વડા સુરત માં અધીક્ષક ઇજનેર પણ એવી રીતે નિવૃત્ત કરાર આધારિત છે. જેથી ફરિયાદ એમની પાસે કરવામાં કોઈ તપાસ કરી શકે નહિ.
No comments:
Post a Comment