Thursday, March 25, 2021

કોરોના ગુજરાત રાજ્ય માં નિયંત્રણ માં છે...સીએમ રૂપાણી

અખબારી યાદી તા. ૨૫-૦૩-૨૦૨૧

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી
• ગુજરાતમાં દૈનિક ૩ લાખ લોકોને વેક્સિન આપનો નિર્ણયઃ હાલમાં સવા બે લાખથી વધુનું વેક્સિનેશન
• તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન વોરિયર્સ ઘણી રસી અપાશે
• કોરોનાથી બચવા માસ્ક પહેરી રાખવું તેમજ ઝડપી વેક્સિન લેવી એજ ઉકેલ
• રાજ્ય સરકાર ૩-T ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ફોર્મિલા ઉપર આગળ વધી રહી છે
• રાજ્યમાં પ્રતિદિન ૭૦ હજાર લોકોનું કોરોના ટેસ્ટીંગ
• કોરોનાની સારવાર માટે ૭૦ ટકા બેડ ખાલી
• વિધાનસભા સત્ર એના સમય મુજબ જ પૂર્ણ થશે
--------
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી જણાવ્યું હતું કે, આખા દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે, રાજ્ય સરકારે અત્યારે અને અગાઉ પણ કહ્યું છે કે, આ બાબતે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. સંક્રમણની સામે મૃત્યુ આંક ખૂબ નીચો છે, નિયંત્રણમાં છે. રાજ્ય સરકાર ૩-T ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટની ફોર્મિલા ઉપર આગળ વધી રહી છે. ગઈ કાલે મોટાપાયે રાજ્યમાં ૭૦ હજાર લોકોનું કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે તેમાં આપણે કોઈ ઘટાડો કરતા નથી.
રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જરૂરિયાત પ્રમાણે જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સારવાર માટે ૭૦ ટકા બેડ ખાલી છે. જે લોકો પોતાના ઘરે છે તેમની ૧૦૪, ધનવંતરી રથ અને સંજીવની રથના માધ્યમથી મદદથી ઝડપથી સારવાર-ઓ.પી.ડી.ની સુવિધા આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના ચાર મહાનગરોમાં કેસ વધારે છે ત્યારે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કેસોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કોરોના સંક્રમણની આ સાઈકલમાં દૈનિક કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ધારણા છે કે, આગામી એક સપ્તાહમાં વધારો આવશે અને પછી ધીરે ધીરે કેસોમાં ઘટાડો જોવા મળશે. પરંતુ કોરોનાની સ્થિતિ અંગે હાલમાં ધારણા કરવી કઠિન છે પરંતુ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે આવાશ્યક તમામ નિર્ણયો કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, આપણે હવે ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ આવશ્યક છે. આ રોગમાં માસ્ક પહેરી રાખવું તેમજ ઝડપી વેક્સિન લેવી એજ ઉકેલ છે.
ગુજરાતમાં દૈનિક ૩ લાખ લોકોને વેક્સિન આપવી એવો નિર્ણય સરકારે કર્યો છે, જેમાં અત્યારે આપણે સવા બે લાખ લોકોને વેક્સિન આપવા સુધી પહોંચી ગયા છીએ, જે આગામી સમયમાં દૈનિક ૩ લાખ સુધી લઈ જવાશે.
સચિવાલય સહિત ગુજરાતના તમામ વયના સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ઘણીને તે બધાનું વેક્સિનેશન ઝડપથી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
અત્યારે વિધાનસભા સત્રના માત્ર ચાર દિવસ બાકી હોવાથી સત્ર ટૂંકાવવાની કોઈ જરૂરિયાત નથી. નાણાકીય વર્ષ માટે બજેટની મંજૂરી, અંતિમ મજૂરી અને બાકીના બિલ સત્રના ચાર દિવસમાં પસાર કરવામાં આવશે. એટલે સત્ર ટૂંકાવવાની કોઈ આવશ્યકતા નથી.
બંધારણીય બિલો અને અગત્યના કાયદાકીય બિલો પસાર કરવાના છે તેને પાસ કરીને સત્ર પૂર્ણ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...