વિજલપોર નગરપાલિકા સૌથી ઈમાનદાર નગરપાલિકા..!
કરોડોના ખર્ચે બનેલા તળાવ માં એક ટીપુ પાણી નથી ?
જવાબદાર કૌણ ..?
શાસન,પ્રશાસન કે નાગરિકો ..?
આજે ગુજરાત સરકાર અને ભારત સરકાર જલ સંગ્રહ માટે સમગ્ર દેશ વાસિઓ પાસે એક વિશાળ યોજના સાથે નમ્ર અપીલ કરી રહ્યા છે. દરેક દરેકને પીવા માટે ચોખ્ખુ પાણી મળે એના માટે સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે. નાગરિકો પાસે પણ એક મોટી આશા રાખે છે. અને આજે સમ્પૂર્ણ દેશ માં મેઘ લહરથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. ગુજરાત માં ખેડુતો સાથે જાહેર જનતા નો મોટો નુકશાન થયેલ છે. પરંતુ ગુજરાત રાજ્યના ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લોના વિજલપોર નગરપાલિકાના શાસન અને પ્રશાસનિક અધિકારીઓ ખરેખર એક ઐતિહાસિક ભુમિકા ભજવી રહ્યા છે. જે તસ્વીર માં સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. ખરેખર એ કાબીલે તારીફ કામગીરી કહેવાય. આજે પહેલીવાર દેશ માં એક રાજનૈતિક પાર્ટી દેશ જ નહિ પોતાના કામોથી સંપૂર્ણ વિશ્વ માં નામ નોધાવી રહી છે. છેલ્લા ૭૦ વર્ષનો એતિહાસ બદલી નાખનાર પાર્ટીના નેતાઓ દરેક કામો માં પહેલા ક્રમાંકે કામ કરી રહ્યા છે. વિજલપોર નગરપાલિકા માં મોટાભાગના તળાવ ઉંડુ કરવા જલ સંગ્રહ કરવા માટે ગુજરાત સરકાર દિલ ખોલીને ફંડ આપે છે. અને એ ફંડ પણ વપરાય છે. પરંતુ અહિંના જાંબાજ તથાકથિત રાજનેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ સદર તળાવો માં કોઈ પણ સંજોગો માં પાણી નહિ જવા દેવા કસમ ખાદી હોય એવો દૃશ્ય નજરે પડી રહ્યા છે. ખરેખર વિજલપોર નગરપાલિકા સ્વર્ણ પદકનો પાત્ર છે.દરેક રીતે અહિંના સંબધિત તમામ અધિકારીઓને સરકારી સેવાલયનો લાભ આપવો જોઈએ. હવે ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા સાથે પ્રાદેશિક કમિશ્નર સુરત અને ગાંધીનગરની મુખ્ય કચેરી કાયદેસર કાર્યવાહી કરશે ખરા કે પહેલાની જેમ એક નોટિસ આપી દરકિનાર કરશે એ જોવાનુ બાકી રહ્યુ...
No comments:
Post a Comment