DGVCL નવસારીના અધિકારીઓ ગેરકાયદેસર બાધકામોના વીજ કનેક્શનથી થતી આગજનીનો જવાબદાર ...!
નવસારી જિલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડાઓની જેમ ગેરકાયદેસર બાધકામો થયેલ છે. અને હાલમાં પણ થઈ રહ્યું છે.ગાધીનગરની વિજિલન્સ ટીમ અગાઉ તપાસ કરી છે.સાવિત પણ થઈ ચુક્યો છે.માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ફરી થી સાવિત થયેલ છે.તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી નોટિસ પણ જારી કરી હતી.હાલમાં નવસારી એસીબી ટીમ પુરજોશમાં તપાસ કરી રહી છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની ગાઈડ લાઈન મુજબ નુડાની હદમાં તારીખ ૦૯/૧૨/૨૦૧૫ પછી એટલે છેલ્લા ચાર વર્ષ માં મોટા ભાગના બાધકામો પરવાનગી મુજબ બાધકામો ન થયેલ હોવાથી કંપલીશન સર્ટિફિકેટ કે બીયુસી આપવામાં આવેલ નથી.અને એ બધા ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી ચાલુ છે. કાયદા મુજબ ગેરકાયદેસર બાધકામો માં તપાસ અધિકારીઓ અને સુપરવિઝન અધિકારીઓ પણ પ્રથમદૃષ્ટયા જવાબદાર છે. છતાં એ બધુ તપાસ અને કાર્યવાહી માં ફલિત થશે.પરંતુ ગેરકાયદેસર બાધકામો માં વીજ કનેકશન કેવી રીતે અપાયા.આજે ગુજરાત માં ગેરકાયદેસર બાધકામો માં ખાસ કરી સાઉથ ગુજરાતમાં DGVCLના અધિકારીઓને ખબર હોવા છતા બિન અધિકૃત અધિકારીઓ દ્વારા આપેલ ખોટો ડોકોમેન્ટસના આધારે જાણી બુઝીને વીજ કનેક્શન અપાઈ રહ્યો છે. ભવિષ્ય માં બહુમાળી બિલ્ડિગો માં કોઈ પણ દુર્ઘટના કે શોર્ટ થી જનહાનિ કે અન્ય બનાવ બનશે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી વીજ કનેક્શન આપનાર અધિકારીઓની રહેશે. એના માટે મળેલ માહિતી મુજબ દરેક બહુમાળી બિલ્ડિગો માં વીજ કનેક્શન આપનાર નાયબ ઈજનેર અને એના સુપરવિઝન અધિકારી એટલે કાર્યપાલક ઈજનેરની રહેશે. જાણકારો અને વિદ્વાનોના મુખારવિંદુ થી થતી ચર્ચા મુજબ આજે સાઉથ ગુજરાત વીજ કંપનીઓના અધિકારીઓ મોટા ભાગે જયાં સુધી બાપુ દર્શન નહીં કરાવવામાં આવે ત્યાં સુધી કનેક્શન આપવામાં કાયદો બતાવે છે. ગાધી દર્શન પછી કાયદો નથી લાગતો. જેનો પુરાવો દર રોજ મળી રહ્યો છે. ખેરગામ તાલુકામાં આજે એક ઘટના સામે આવી . મીટર દીઠ પાચ સો રુપિયા લેતા એક ઈમાનદાર અધિકારી પંચાવન હજાર માં ઝડપાઇ ગયા.
નવસારી જિલ્લામાં એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવી. અપીલ દરમિયાન એમના જ અધી.ઈજનેર સામે ગુનો સાવિત કરવામાં આવ્યો. ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી આર આર વરસાણી સાહેબના હુકમ મુજબ નવસારી જિલ્લા કલેકટર શ્રી કાયદા મુજબ નોટિસ પાઠવી . છતા આજે આઠ માસે પણ નવસારી જિલ્લાના દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ઈમાનદાર અધિકારીઓ અને એમના ઉચ્ચ અધિકારીઓ કલેકટર શ્રી નવસારી સાથે ગુજરાત માહિતી આયોગ કમિશનરના હુકમની ઐસી કી તૈસી કરી રહ્યા છે. આરક્ષણ માં ભરતી થયેલ અધિકારીઓ કલેકટર શ્રી પાસેની સત્તાની ખબર નથી. ગુજરાત માહિતી આયોગ કમિશનર પાસે સરકાર શું સત્તા આપી છે. ખબર નથી એવો ન બને. ભ્રષ્ટાચાર સામે આજે સરકાર શું કાર્યવાહી કરી શકે ..? એની જાણ હોઈ જરૂરી છે.
આજે નવસારી જિલ્લાના દક્ષિણ ગુજરાત વીજ કંપની લીના અધિકારીઓને એ જાણવો જરૂરી છે કે ભ્રષ્ટાચાર માં દેશના મોટા મોટા દિગ્ગજો મંત્રીઓ પ્રધાનમંત્રી ઓ જેલ જવો પડ્યો છે.અને આજે પણ જઈ રહ્યો છે. વારંવાર ટેલીફોનિક જાણ કરવા છતાં નવસારી જિલ્લાના અધિકારીઓ વીજ કનેક્શન ગેરકાયદેસર રીતે આપી રહ્યા છે .જેથી એ અધિકારીઓ શું સાવિત કરવા માગે છે.? દક્ષિણ ગુજારત વીજ કંપની કોઈ પાડોસી દેશની નથી. અધિકારીઓની કચેરીમાં એક પ્લાસ્ટિકનો ગ્લાસ ગરીબો આદિવાસિઓ ખેડુતો દલિતો મહિલાઓ થી માડી સર્વોચ્ચ હોદ્દો ઉપર કામ કરતા નાગરિકોની છે. આજે મોટા ભાગની કચેરીઓ માં સરકાર ડિઝિટલ ઈંડિયાની શુરૂવાત કરી દરેક કામો ઓન લાઈન કરી છે.ત્યારે સદર કંપની માં એના ઉપયોગ અજુ સુધી કેમ નથી. નવસારી જિલ્લાના સદર કંપનીના અધિકારીઓ એક તરફ ઈમાનદારી બીજી બાજુ ગેરકાયદેસર કામો કરી શું સાવિત કરવા માગે છે.
ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લઈ દક્ષિણ ગુજરાત વીજ કં.લી. નવસારીના નાયબ ઈજનેરો અને કાર્યપાલક ઈજનેરો પાસે વર્તુલ કચેરી વલસાડ અને કર્પોરેટ કચેરી સુરત સાથે ગાંધીનગરની કચેરી તપાસ કરી
ગેરકાયદેસર બાધકામો માં બિનજરૂરી પુરાવો થી કનેક્શન આપનાર સામે કડક પગલા લેવા માટે કાર્યવાહી કરશે કે સરકારને બદનામ કરવા નાના નાના બાળકો સાથે નાગરિકોને ભોગ લેવા સહભાગીદાર થશે એ જોવાનુ બાકી રહ્યુ....
નવસારી જિલ્લા માં આજે સદર કંપનીના અધિકારીઓના કાયદેસર પર્દાફાશ થયુ છે.બહુમાણી બિલ્ડિગો માં ગેરકાયદેસર વીજ કનેક્શન નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવેલ છે.જેમાં કોઈ પણ ભવિષ્ય માં સુરતની જેમ જનહાનિ થશે ત્યારે એની જવાબદારી વીજ કનેક્શન આપનાર અધિકારીની સાથે નવસારી જીલ્લાના શાસન અને પ્રશાસનની રહેશે ખરી...
No comments:
Post a Comment