નવસારી જિલ્લા શિક્ષણ
અધિકારી શ્રી આર.એન.ચૌધરીની કાબીલેતારીફ કામગીરી
દિવ્યાંગ
માતા-પિતા વિહોણા બાળકો માટે પસ્તી સે પુનરૂત્થાન માં જન ભાગીદારી માટે નાગરિકો
અને જાહેર જનતાને અપીલ
ગુજરાત રાજ્યના એતિહાસિક
અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત
એન.ચૌધરીની નિમણુંક થયેલ છે ત્યારથી નવસારી જિલ્લા માં શૈક્ષણિક પદ્ધતિ માં પણ ઘણો
સુધારો જોવા મળી રહ્યો છે. એ અગાઉના જિલ્લા શિક્ષણ અધિકારી કૌણ છે..? શિક્ષણ
પદ્ધતિ કૌણે કહેવાય ..? કાયદેસર સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ શિક્ષણ વિભાગની
જવાબદારી શું છે..? ઘણા બધી ફરિયાદો થતી હોય પરંતુ એના નિકાલ માટે કોઈ જવાબદારી
અધિકારી છે કે કેમ..? અગાઉના નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીના કામોથી આમ નાગરિકો
અને શિક્ષકો ભણતા વિદ્યાર્થિઓ ત્રાહિમામ થતા જોવા મળી રહ્યા હતા. હાલત બદથી બદતર
હતી. અહિં સુધી જે કચેરી એક માનવ મંદિર તરીકે હોઈ જોઈએ એના બદલે કચેરીના અધિકારી એસીબી દ્વારા
સરકારી સેવાલયનો લાભ આપવાનો વખત આવી ગયો હતો. પરંતુ જ્યારથી સદર અધિકારી શ્રીની નિમણુંક થયેલ
છે.ત્યારથી શિક્ષણ વિભાગનો ચેહરો ખરેખર બદલાઈ રહ્યા છે.સાથે સાથે નવસારી જિલ્લા
પ્રાથમિક શિક્ષણ અધિકારીના સાથ સહકાર થી નવસારીનુ ભવિષ્ય અને વિકાસ જે શિક્ષણ સિવાય
કોઈ વિકલ્પ નથી.આજે ખરેખર સંમાનનીય છે.ખાસ કરી વાલીઓ માં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સરકાર તરફથી પણ પ્રોત્સાહન મેળવી આજે નવસારી જિલ્લાનુ નામ રોશન થઈ રહ્યો છે.
નવસારી જિલ્લા શિક્ષણ
અધિકારી દ્વારા પસ્તી સે પુનુરૂત્થાન યોજના ખરેખર કાબીલે તારીફ છે.અને એ યોજના દ્વારા
સીધુ નવસારી જિલ્લાના દિવ્યાંગ માતા-પિતા વિહોણા બાળકો માટે ભણતરમાં સહાય મળે
છે.જેથી આજે નવસારી જિલ્લાના દરેક નાગરિકો સરકારી અર્ધસરકારી સામાજિક જાગૃત
નાગરિકો અને રાજનેતાઓ દરેકને સદર ભગીરથ કાર્યમાં સહાય રૂપ થવાની જરૂર છે.
પસ્તી સે પુનુરૂત્થાન યોજના માં તારીખ
૨૫/૦૮/૨૦૧૯ના રોજ વિજલપોર શહેર વિસ્તાર માં શ્રી સરદાર શારદા મંદિર વિજલપોર થી ફરી
મદર કેર ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી ના લાભાર્થે શાળાના વિદ્યાર્થિઓ દ્વારા ઘરે ઘરે જઈ
જુની પસ્તી ઉઘરાવવામાં આવશે.જેના અનુસંધાન માં નવસારી જિલ્લાના તમામ નાગરિકો ને
મદદરૂપ થવા માટે એક અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે આ સમાચાર ની ગંભીરતાથી નોધ
લઈ આપ સૌ દિવ્યાંગ અને માતા-પિતા વિહોણા બાળકો માટે ભણતરમાં સહાય આપની શક્તિ અને
ઇચ્છા મુજબ દાન કરવા માગતા હોય એવા ભાઈઓ – બહેનો નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ની
કચેરીના સંપર્ક કરી શકશો. દાન કરવાથી ધનની અને સેવા કરવાથી તનની શુદ્ધિ થાય
છે.આપશ્રી દ્વારા આપેલ દાન દિવ્યાંગો અને માતા-પિતા વિહોણા માં વાપરવામાં આવશે
જેથી દરેક દરેકને લાભ લેવા વિનંતી ..
No comments:
Post a Comment