Wednesday, August 21, 2019

નવસારી:- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) હેઠળ ખેડૂતોને પણ પેન્શન મળશે

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY)  હેઠળ ખેડૂતોને પણ પેન્શન મળશે
(ડો.એ.આર.ગજેરા ખેતીવાડી અધિકારી નવસારી)  

દેશના તમામ નાના અને સિમાંત ખેડૂતોને સામાજીક સુરક્ષા આપી વૃધ્ધાવસ્થામાં આર્થિક રીતે અન્ય પર નિર્ભય ન રહેવુ પડે એ હેતુથી મા.ભારત સરકારશ્રી દ્વારા “ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) “ અમલમાં મૂકવામાં આવી છે. આ PM-KMY યોજના હેઠળ નાના અને સિમાંત ૧૮ થી ૪૦ વર્ષ સુધીની ઉમર ધરાવતા ખેડૂતો જોડાઇ શકે છે અને તેઓ જ્યારે ૬૦ વર્ષની ઉમરે પહોંચે ત્યારે તેઓને માસીક રુ. ૩૦૦૦/- નુ પેન્શન મળવાપાત્ર થશે. આ યોજના હેઠળ જોડાનાર ખેડૂતની ઉંમર અનુસાર રુ. ૫૫ થી લઇ ૨૦૦ સુધીનો માસીક પ્રીમીયમ ફાળો ખેડૂતે ભરવાનો થશે અને તેટલુ જ પ્રીમીયમ સરકાર ફાળા રુપે વીમા કંપનીને ભરશે.
આ યોજનામાં જોડાવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે. આ માટે ખેડૂતે અરજી કરતી વખતે આધાર કાર્ડ તેમજ બેંક ખાતાની વિગતો સાથે રાખવાની રહેશે. આ યોજના અંગેની વધુ માહીતી પણ સદર કેન્દ્રો ખાતે મળી રહેશે.
આ યોજનાનો લાભ નીચેના ખેડૂતોને મળી શકશે નહી તેની સ્પષ્ટતા પણ કરાઇ છે. જેઓ અન્ય પેન્શન યોજના હેઠળ જોડાયેલ હોય, કોઇ વૈધાનિક પદ ધરાવતા હોય, પુર્વ કે ચાલુ મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ, છેલ્લા એક વર્ષ દરમ્યાન આવકવેરો ભરેલો હોય તેવા ખેડુત, ડોક્ટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  કે આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ્સ વગેરે જોડાઇ શકશે નહી.
આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ લેવા માટે સમયસર અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નવસારીએ તેઓની યાદીમાં જણાવ્યુ છે.  



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...