Saturday, August 10, 2019

વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં કરોડો રૂપિયા ખર્ચ છતા પાણી માટે તરસતુ તળાવ ...! શાસન પ્રશાસનની મિલીભગતથી નાગરિકો સાથે તળાવના ભવિષ્ય સંકટમાં..! જવાબદાર કૌણ ?

વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં  કરોડો રૂપિયા ખર્ચ છતા  પાણી માટે તરસતુ તળાવ ...!
      શાસન પ્રશાસનની મિલીભગતથી નાગરિકો સાથે તળાવના 
            ભવિષ્ય પણ સંકટમાં..!  જવાબદાર કૌણ ? 
                         આજે વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં બધાજ તળાવોને ઉંડો કરવો, જલ સંગ્રહ કરવા માટે ગુજરાત સરકાર તિજોરી ખોલી કરી.પરંતુ જમીની હકીકત માં એક પણ તળાવ માં હજુ સુધી પાણી નથી ભરાવી શક્યા. દેશના પ્રધાનમંત્રી પોતે દરેક પક્ષો સાથે પાણી સંકટ થી બચવા માટે વિનંતી કરી રહ્યા છે. છતા એમની પાર્ટીના નેતાઓને જરાક પણ શર્મ નથી.વિજલપોર નગરપાલિકામાં નવો પ્રમુખ નવયુવક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા અને એમના કરેલા જન હિતના સેવા ભાવી કામો જોતા જાગૃત નાગરિકો માં પણ ઉમંગ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. જાહેર માં વિનપાના વિકાસ કાયદેસર થશે એવી ચર્ચા ચાલતી હતી. ખરેખર આજે પણ એમા કોઈ શક નથી. પરંતુ આજે જમીની હકીકત માં “મારે પણ નહિ અને ભણાવે પણ નહીં”  દેશના વડાપ્રધાન  મોદી સાહેબના કામો થી  દેશ જ નહિં દુનિયામાં ભારતનુ નામ સર્વોચ્ચ શિખર ઉપર વિરાજમાન કરી અને કરવામાં કોઈ પણ કસર રાખતો નથી.આજે દરેક દેશ વાસિયોને એમના ઉપર ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં એના જ વર્ગના એક સર્વોચ્ચ નેતાના કામોથી આજે વિજલપોર નગરપાલિકાના તળાવો પાણી વગર તરસી રહ્યા છે. આજે ગુજરાતમાં મેઘરાજ જ્યારે દિલ ખોલીને વિના મુલ્યે પાણી આપી રહ્યા છે. ગુજરાત જ નહિ સંપૂર્ણ હિન્દુસ્તાન પાણી થી ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. એક યોગી પુરૂષની પ્રાર્થના ભગવાન ઈન્દ્ર પણ સ્વીકાર કરે છે. પરંતુ નવસારી જિલ્લાના સંબધિત તમામ અધિકારિયો પ્રમુખશ્રીઓ દેશના સર્વોચ્ચ નેતા જે પહેલીવાર પ્રજાના સેવક તરીકે કામ કરે છે.એનાજ નેતાઓ અને અધિકારીઓને પ્રજાના ભવિષ્યની કોઈ ચિંતા નથી. આજે વિજલપોર નગર પાલિકાના હદ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની પણ અછત છે.અને સરકાર કરોડો રૂપિયા આપી છે . પ્રજાના વિકાસ શિક્ષા, સુરક્ષા, સ્વાસ્થ્ય અને બેરોજગારી માટે ખર્ચ કરવા માટે કોઈ યોજના જ નથી. પ્રાદેશિક કમિશ્નર કચેરી  સુરત દ્વારા મળેલ માહિતી મુજબ કરોડો રૂપિયાના ફંડ ક્યાં વાપરવો વિજલપોર નગરપાલિકા પાસે કોઈ યોજના નથી. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ યોજાનાઓ ઘણી બધી છે પરંતુ એમા કોઈ જ્યાં સુધી સેટિંગ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ કામ કરવામાં આવશે નહિ. વિનપામાં આશરે અઢી કરોડ થી વધુનો આરસીસી રોડ ખોટી રીતે બિન જરૂરી બનાવી રહ્યા હતા જેની તપાસ કરાવામાં આવ્યો હતો .જે સરકાર દ્વારા તપાસ કરતા બિન જરૂરી વાહિયાત સાબિત થતા રદ્દ કરવામાં આવેલ છે. આજે ગુજરાત પોલિસની જેમ ફકત શરાબનો અડ્ડૉ સિવાય કોઈ કામ નથી, એવી રીતે વિનપા પાસે બિન જરૂરી બ્લોક અને રોડની જ સેટિંગ થયેલ છે.વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં બેરોજગારી દૂર કરવા માટે એક નેતા પોતાના સગાના નામે ધંધો કરવાની ખબર ચાલી રહી છે. શિક્ષા માટે ફકત શિક્ષણ વેરો ઉઘરાવે છે. એક હોસ્પીટલ માટે સરકાર વર્ષો થી ફંડ પડી રહ્યો છે. એક રેલ્વે ઓવર બ્રિજ માટે કરોડો રૂપિયા સરકાર આપી છે. પરંતુ અહિં શાસન પ્રશાસન લાચાર અસહાય અપંગ છે. વર્ષો નિકળી ગયા .એક પણ ડગલુ આગળ નથી જઈ શકતા. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં સરકારે વિનપાના  સમાવેશ કરી છે.જેમા નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મુખ્ય ભુમિકા ભજવે છે. એના વિકાસ માટે ગુજરાત સરકાર પ્રાદેશિક કમિશ્નર સાથે એક મોટી ફૌજ આપી છે. છતા આજે વિજલપોર નગરપાલિકા માં કોઈ વિકાસ જોવા નથી મળતો. વિજલપોર નગરપાલિકા આજે રામ ભરોસે ચાલી રહી છે. શાસન પ્રશાસન અહિં કુંભનિદ્રા માંથી ક્યારે નિકળશે એની રાહ જોવાઈ રહી છે. ગાંધીનગરની કચેરીના કમિશ્નરના હુકમના પણ અહિં અધિકારીઓ ગાઠતા નથી. અને ઉપરી અધિકારીઓ ક્ચી કે ફકત એક નોટિસ પ્રેમ પત્રની જેમ આપી સંતોષમાની લે છે. એના ઉપર આગળ કોઈ કાર્યવાહી થઈ કે કેમ ..? એ જોવાનુ ટાઈમ નથી. 
આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી,પ્રાદેશિક કમિશ્નર શ્રી સુરત અને નગરપાલિકાઓની મુખ્ય કચેરી ગાંધીનગર જેવા સર્વોચ્ચ અધિકારીઓ પોતાના મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત અને પોત પોતાનુ મળેલ સત્તા મુજબ કાયદેસર તપાસ કરી નિયમબદ્ધ વિજલપોર નગરપાલિકાને કરાવવામાં પોતાની ભુમિકા ભજવશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ... 

No comments:

Post a Comment

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવાન્સ નાણા લેવાતુ અંગે નોટિસ ફટકારતા ખાનગી શાળાઓ માં હળકંપ

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવા...