Thursday, October 10, 2019

નવસારી જિલ્લામાં કલેક્ટર શ્રીના સી.સી.ટી.વી કેમેરા મૂકવા અંગે જાહેરનામુ


નવસારી જિલ્લામાં ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા
 સી.સી.ટી.વી કેમેરા મૂકવા અંગે જાહેરનામુ 
     નવસારી જિલ્લા મેજીસ્ટે્રટ આદ્રા અગ્રવાલે એક જાહેરનામા અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલ મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટો્રલપંપ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન)  વીથ રેકોડીગ સીસ્ટમ મુકવામાં હુકમો કર્યા છે. જે તાત્કાલિક અસરથી તા.૨૮-૧૧-૨૦૧૯ સુધી અમલમાં રહેશે.
 સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં કડી મહત્વની બને એટલુ નહી ગુનેગારોની વિરુધ્ધમાં અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય જેથી જિલ્લામાં આવેલ તમામ પેટો્રલપંપ ઉપરના ફીલીગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતોઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. નવસારી જિલ્લામાં આવેલ તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમા આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડીગ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે.
જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનોના નંબર આઇડેન્ટીફીકેશન થાય તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. તમામ એ.ટી.એમ.સેન્ટરો સી.સી.ટી.વી. કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (૨૪ કલાક માટે ) રાખવાં જેથી વ્યકિતઓનું આઇડેન્ટીફીકેશન થઇ શકે સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમ્યાન રેકોર્ડીંગ કરી શકે તેવા કવોલીટીનાં રાખવા ૩૦ દિવસ સુધી રેકોર્ડીગ રહે તેવી વ્યવસ્થા રાખવી. ચીલઝડપ, ચોરી, ધાડ, લુંટ,બોમ્બ બ્લાસ્ટ કરવાના -યત્નો તથા સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તેમજ  લોકોની અવર- જવરવાળા વિસ્તારથી માહીતગાર થઇને તેઓની ગેરકાયદેસરની  -વળતિને અંજામ આપતા હોય છે. બેંકો, નાણાંકીય સંસ્થાઓ,સોના ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ /શોપીંગમોલ ,શોપીંગ સેન્ટરો, કોર્મશીયલ સેન્ટરોહોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજીંગ બોર્ડીગો, ધર્મશાળાઓ, અતિથીગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડીંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સી.સી.ટી.વી. કેમેરા મુકવા જણાવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.                                           

નવસારી જિલ્લાના કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરોની માહિતી પોલીસને આપવી 
 નવસારી જિલ્લાના કારખાના, ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરો તથા ગુજરાતના અન્ય વિસ્તારના લોકો ગંભીર પ્રકારના ગુનાઓ આચરી વતન ભાગી જતા હોય છે, જેના કારણે ગુનાઓ વણ શોધાયેલા રહેવા પામે છે. લુંટ, ધાડ, ખુન, અપહરણ જેવા ગંભીર ગુનાઓ રોકવા અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લાના તમામ કારખાનેદારો, વાણિજય એકમો, ઉત્પાદન એકમો, જુદા જુદા પ્રકારની સેવા મેળવતા એકમોને, મકાન બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો, ખાનગી એકમોના માલિકો, શૈક્ષણિક એકમોના માલિકો, મેનેજમેન્ટ સ્ટાફ, કર્મચારી, કારીગરો, મજૂરો જે જેઓ હાલમાં કામ ઉપર છે. તેની કર્મચારી/મજૂરોની માહિતી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત પત્રકમાં આપવા એક જાહેરનામામાં જણાવ્યું છે.
          માહિતીમાં માલીકનું નામ, સરનામું, ટેલિફોન-મોબાઇલ નંબર તથા ધંધાની વિગત, કર્મચારીઓ, કારીગરો, મજુરનું પુરુ નામ ઓળખચિન્હ તથા સરનામું, ટેલિફોન નંબર તથા બે થી ત્રણ સગા સંબંધીઓના નામ-સરનામા, નોકરીએ રાખ્યાની તારીખ, કોના રેફરન્સ, પરિચયથી નોકરી રાખેલ છે તેનું નામ, સરનામું, ટેલિફોન નંબર, નોકરનો ફોટો આપવાનો રહેશે. હુકમ તાત્કાલિક અસરથી આગામી તા.૨૮/૧૧/૧૯ સુધી અમલમાં રહેશે. માહિતી આપવાનો ઇન્કાર કે અધુરી માહિતી આપનારાઓ સામે ભારતીય દંડ સહિતાની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.                                     

નવસારી જિલ્લામાં સરકારી વિભાગની  કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ-ધેરાવો કરવા પર પ્રતિબંધ 
         ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની દુર્ધટનાઓ વારંવાર બનવા પામી છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગે પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે.  નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડે એક જાહેરનામા ઘ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, નવસારી જિલ્લા પંચાયત અને અન્ય સરકારશ્રીની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી, તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરધસ કરવા પર તાત્કાલિક અસરથી તા.૧૯/૧૦/૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમના અનાદર બદલ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.                          

નવસારી જિલ્લામાં હથિયારબંધી 
      નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.જે.રાઠોડે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા તાત્કાલિક અસરથી તા.૧૯/૧૦/૧૯ સુધી શસ્ત્રો, દંડા, તલવાર જેવા હિંસા પહોચાડી શકે તેવી ચીજવસ્તુઓ, સ્ફોટક પદાર્થો લાવવા લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારને કેદ અને દંડની સજા થઇ શકે છે.                           
No comments:

Post a Comment

नवसारी जिले में सभी सरकारी अधिकारियों के कार्यालयों एसी गैरकायदेसर..?

नवसारी जिले में सभी सरकारी अधिकारियों के कार्यालयों एरकंडीशन  गैरकायदेसर ..?             नवसारी जिले में गुजरात सरकार के वित्त मंत्राल...