દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી શહેર ની કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ ...?
ગુજરાત રાજ્યની સંસ્કારી અને ઐતિહાસિક નગરી નવસારી જિલ્લામાં આજે વર્ષોથી શહેર હોય કે ગ્રામ્ય દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ના કામગીરીથી નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. આજે તારીખ ૨૯/૦૧૦/૨૦૧૯ના રોજ એક સામાન્ય પવન થી નવસારીની હાઈ -ફાઈ એરિયા પ્રતિક્ષા સોસાયટી તિદરાવાડી પાસે એક ઝાડ પડી જતા જે તસ્વીર માં જોઈ શકાય છે. નવસારીની સુપર પોશ એરિયામાં અંધારૂ થયેલ છે.અને મળેલ ફરિયાદ મુજબ છેલ્લા ૪ કલાક સુધી કોઈ અધિકારી જોવા પણ ગયા નથી. હવે જ્યારે પ્રશાસનિક અધિકારીઓની હદ માં હાલત એવી હોય ત્યારે આમ નાગરિકોની ફરિયાદનુ નિકાલ સમય સર થતો હશે કે કેમ..? એ સમજવો અઘરૂ છે. કાયદા કાનૂનનો જાણકાર અધિકારીઓને કોઈ મજબુત મક્કમ કાયદાઓ હવે નાગરિકોની જાન જોખમ માટે સરકાર સમજાવે એ આજે અત્યંત જરૂરી અને સમયની માંગ છે.અન્યથા સુરતના તક્ષશિલા જેવુ ઘટના થાય ત્યારે તંત્ર જાગશે એવા મંતવ્ય મળી રહ્યા છે.
No comments:
Post a Comment