Monday, October 14, 2019

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫માં  તારીખ ૩૦/૦૭/૨૦૧૯ના રોજ દિન-૧૫માં વિના મુલ્યે માહિતી આપવા હુકમ કરેલ હતા.પરંતુ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોતે વર્ગ ૧ માં આવે છે. જેથી વારંવાર માહિતી આપવા માટે નિરીક્ષણ પછી જણાવેલ હોવા છતા આજ દિન સુધી અરજદારને માહિતી આપેલ નથી.સરકારશ્રીમાં ભારત સરકાર સાથે ગુજરાત સરકાર માહિતી આયોગ કમિશ્નર શ્રીના એક પરિપત્ર મુજબ અપીલ સત્તા અધિકારી દ્વારા માહિતીની અપીલ ની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર અને ભારત સરકાર ના સદર પરિપત્ર જે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રૂબરૂ માં આપવામા આવેલ છે .જેમા સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે કે આપેલ હુકમ મુજબ સમયસર માહિતી આપવામાં ન આવે ત્યારે પોતે માહિતી મગાવી અરજદારને પોતે પૂરી પાડશે .અને સક્ષમ અધિકારીને લેખિત માં જાહેર માહિતી અધિકારી ઉપર કાર્યવાહી કરવા જાણ કરશે. 
                નવસારી જિલ્લા માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને નવસારી જિલ્લા માં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝ્ર અદ્યતનકરવા જણાવેલ છે .અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પણ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત માં આજે સાત માસ અગાઉ હુકમ કરેલ છે.અને તત્કાલીન નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક અપીલ માં હુકમ કરેલ હતા કે તમામ તાબા હેઠળની કચેરીઓ માં જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ના સંવેદનશીલ રહી તાત્કાલીક અમલ કરવો. પરંતુ આજે આજ સુધી કોઈ પણ કાયદા કે હુકમની અમલવારી થયેલ નથી. જેના અનુસંધાન માં સરકારશ્રી અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ફકત અપીલ સત્તા અધિકારી નથી .એમના તમામ તાબા હેઠળની કચેરીઓના સુપરવિજન ઓથોરિટી અધિકારી પણ છે. છતા એમના તાબા હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓ એમના જ હુકમના પાલન ન કરતા હોય ત્યારે એ અપમાન કહેવાય .સાથે સાથે સક્ષમતા ઉપર પણ સવાલિયા નિશાન લાગી રહ્યુ છે. નવસારી જિલ્લા પંચાયત માં જલાલપોર તાલુકા અને ચિખલી તાલુકા હોય કે અન્ય આજે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ જ્યારે એક સુપર ક્લાસ વન જિલ્લા વિકાસ અધિકારીની અવગણના કરતા હોય ત્યારે એ સમજવો અઘરૂ નથી.જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એમા પણ ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. આજે અરજદારોને જાણી બુઝીને ગુમરાહ કરવામાં આવી રહ્યુ છે. ભ્રષ્ટાચાર સાવિત કરવા છતા કાર્યવાહી ન કરવાથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. આજે સરકાર સાથે સદર તમામ અધિકારીઓને જાણવો જરૂરી છે કે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા વાહનો વગેરે કોઈ ધર્માદા માટે નથી આપવામાં આવતો. એ ગરીબો આદિવાસીઓ મહિલાઓ ખેડુતો મજલૂમોં આર્થિક પછાત વગેરેના ખૂન પશીના અને મહેનત મસક્કત ની કમાણી ના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત તમામ અધિકારીઓ એ કાર્યવાહી કરવો જોઈએ જે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...