Friday, October 25, 2019

જિલ્લા આયુર્વેદ શાખા નવસારી દ્વારા માંડાવખડક ગામે ધન્વંતરી ભગવાનનો પૂજન કાર્યક્રમ

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી દ્વારા માંડાવખડક ગામે ધન્વંતરી ભગવાનનો પૂજન કાર્યક્રમ 



                                જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી દ્વારા ધનતેરસના દિને ચતુર્થ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નો કાર્યક્રમ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયના પટેલના અધ્યક્ષ પણા  હેઠળ  સરકારી આયુર્વેદ દવાખાના માંડવખડક ખાતે  ચિકિત્સાના આદ્ય દેવતા ભગવાન ધન્વંતરીનું પૂજન રાખવામાં આવ્યું હતું.                

                                આ કાર્યક્રમ માં આવનાર  મહેમાનોનું સ્વાગત આયુર્વેદ  ઔષધિ કપૂર તુલસી  આપી કરવામાં આવ્યું. આ ઉપરાંત  ઔષધિય રોપા વિતરણ, વનસ્પતિ પ્રદર્શન, સર્વરોગ નિદાન કેમ્પ, અને દિર્ઘાયુ માટે આયુર્વેદ પર  પરિસંવાદ વૈદ્ય નિલેશભાઈ અને  વૈધ.હિતેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.  આયુર્વેદ ઔષધિના રોપા.. વનૌષધિ ઉદ્યાન કેન્દ્ર રૂપવેલ ના સુપરવાઈઝર શ્રી કનકસિંહ સુરતીયા દ્વારા પુરા પાડવામાં આવેલ.        

આ કાર્યક્રમ માં માંડવખડક ગામના સરપંચ શ્રીમતિ મધુબેન  , તાલુકા   પંચાયત ના સભ્ય શ્રીમતી પાર્વતીબેન તેમજ માજી સરપંચ શ્રી ઠાકોરભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રી, ગામના અગ્રણીઓ  એ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી  અંતે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન આઈ પટેલ દ્વારા સૌને આભાર વ્યક્ત કરી નાવા વર્ષ માટેની શુભેચછા પાઠવી હતી.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માંડવખડક દવાખાના મે. ઓ વૈધ પાર્થ પટેલ તેમજ આયુર્વેદના તમામ  મે. ઓ અને  સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...