વિજલપોર નગરપાલિકા માં ખાલી પ્લોટ થી થતી ગંદકી થી મહામારીનો ભય
અધિકારીઓ નાગરિકોની મોત અને નેતાઓ મહામારી માં ફોટોગ્રાફી કરાવવા રાહ જોઈ રહ્યા છે.
વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં ખાલી પ્લોટમા ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. દુર્ગંધ અને ગંંદકીથી ભરપૂર પાણી અને કચરો દરેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યો છે. અને વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ કાયમી પસાર થતો હોય છતાં નજરે કેમ નથી પડતો. એવી રીતે વિજલપોર નગરપાલિકાના દરેક ખૂડે જોઈ શકાય છે.કાયદેસર ખાલી અને બેનામી પ્લોટ માં સાફ સફાઈ કે અન્ય વ્યવસ્થા કરવા પ્લોટના માલિક પાસે કરાવવા જોઈએ.
વિજલપોર નગરપાલિકા ભ્રષ્ટાચાર થી લશાલશ છે.વિજલપોર નગરપાલિકા આજે વર્ષો થી સરકારને બદનામ કરવા કમરકશી છે.અહિ નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ આપવામાં ગુનો સમજવા માં આવે છે. વિજલપોર નગરપાલિકા માં મળેલ માહિતી મુજબ બેનામી પ્લોટ બીસ ત્રીસ વર્ષ થી ખાલી છે. જેનો કોઈ માલિક નથી. મોટા ભાગના માલિકો કદાચ દુનિયા માં જ નથી. ખોટી રીતે ગેરકાયદેસર કબ્જો કરી વિજલપોર નગરપાલિકાની મિલી ભગતથી બાધકામો કરવામાં આવેલ છે. એક આરટીઆઈ થી મળેલ માહિતી મુજબ આશરે ત્રણ સો પ્લોટનો કોઈ વર્ષો થી માલિક નથી. કાયદેસર એનો માલિક સરકાર એટલે નગરપાલિકા છે. છતા અહીં વર્ષો થી કાયદેસર વહીવટનો જાણકાર અને નેતાઓની ઈચ્છા શક્તિ ન હોવાથી વિજલપોર નગરપાલિકા ગુજરાત માં બદનામ છે. આજે અરબો રુપિયા વિજલપોર નગરપાલિકા માં વર્ષોથી ફકત વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ માટે ગુજરાત સરકાર આપેલ છે. જેનો બૈક બ્યાજ લાખો રૂપિયા સરકારને મળે છે. લોક ચર્ચા મુજબ સેટિંગ માં કોઈ પણ કામ ન આવતા નાણાં વપરાશ થતો નથી. વિજલપોર નગરપાલિકા માં એક જ પાર્ટીના એના જ નગરસેવકો ટુકડે ટુકડે કરી છે. નગરપાલિકા માં બેનામી પ્લોટ માટે તત્કાળ જાહેરનામું આપી સુપ્રીમ કોર્ટના કાયદા મુજબ કબજો કરી લેવો જોઈએ.હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ પ્રાદેશિક કમિશનર અને નવસારી કલેકટર શ્રી બેનામી સંપત્તિ કબ્જો કરી જાહેર હિત માટે વાપરવા કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહયું....
No comments:
Post a Comment