Thursday, October 31, 2019

નવસારી ભારતીય જનતા પાર્ટી પત્રકારોની લિસ્ટ માં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા પત્રકારોના નામ ગાયબ

નવસારી ભારતીય જનતા પાર્ટી પત્રકારોની લિસ્ટ માં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા પત્રકારોના નામ ગાયબ   


                              ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં દીપાવલી નવવર્ષ શુભેચ્છા જાહેરાત દર વર્ષે દરેક પત્રકારોને જાહેરાત આપવામાં આવે છે. પરંતુ સદર જાહેરાતની લિસ્ટમાં મળેલ માહિતી મુજબ ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર પત્રકારોના નામો આ વર્ષે કમી કરવામાં આવેલ છે. નવસારી વર્ષ ૧૯૯૭ માં જિલ્લા તરીકે નિમણૂંક કરવામાં આવ્યો. અને આજે બે દશક પૂર્ણ કરી ત્રીજા માં ત્રીજા વર્ષ ની શરૂઆત થયેલ છે.સબકા સાથ સબકા વિકાસ થી જીત મેળવેલ પાર્ટી પત્રકારોના નામો કમી કરી શું સાબિત કરવા માગે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના એક વક્તવ્ય મુજબ ગુજરાત માં  ભ્રષ્ટાચાર માં ભરખમ વધારો થતો છે. પ્રધાનમંત્રી શ્રી પોતે ભ્રષ્ટાચાર જડ થી નાબુદ કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.
નવસારી જીલ્લા માં મોટા ભાગના વિભાગો માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યો છે.શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય વિભાગ હોય કે અન્ય અધિકારીઓ પણ આજે કાયદેસર કાર્યવાહી કરતા જ નથી. શાસનના તાબા હેઠળ પ્રશાસન છે. જેથી ભ્રષ્ટાચાર નાબૂદ કે ભ્રષ્ટાચાર કરતા વિભાગો ઉપર કાર્યવાહી કરાવવા જવાબદારી પણ પાર્ટી ના સંબંધિત નેતાઓની છે.
વિરોધ પક્ષના નેતા દ્વારા એક રોજગારીના સવાલ સામે સદર પાર્ટીના નેતાઓ પાસે આકડાકીય માહિતી માં એકનો અંક આપી શક્યા નથી. પ્રાથમિક સુવિધાઓ પણ નાગરિકોને ન આપી શકનાર પાર્ટીને આજે નાગરિકો સમ્માન આપી શું મહેસૂસ કરી રહ્યા છે.એના માટે કોઈ શબ્દ જ નથી. મોઘવારી અને મંદીનો ભયંકર ત્રાસદી સાથે કુદરત પણ નારાજ છે. આજે કમોસમી વરસાદ રેકોર્ડ સ્તરે છે. સરકાર ને આજે બદનામ કરવા માટે એના જ નેતાઓ કમર કશી છે.એવો વિદ્વાનો અને જાણકારો માની રહ્યા છે.
     નવસારી જિલ્લા એ પોતે એજ પાર્ટીના મુખ્ય નેતાને વિશાળ ભારત માં સૌથી વધુ મતે જીતનો દરજો આપેલ છે.છતા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ હોદ્દો માં કોઈ સ્થાન ન મળવો એ નીતિ અને નિયમનો ઉલંઘન છે. નવસારીના વિશાળ મતે જીતનાર સાથે સહકાર આપી નવસારી જીલ્લાના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીમાં મોટો હોદ્દો મેળવવા માટે પ્રયત્નો કરવા બદલે પત્રકારોના નામો કમી કરાવવા એ કોઇ સારી રાજનીતિનો ભાગ નથી. 
ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને પ્રોત્સાહન આપવા બદલે એના નામો કમી કરી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. પત્રકારોના રજીસ્ટ્રેશન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. ચૌથી જાગીર કહેવાતી મીડિયા જ આજે દુનિયામાં પોતાના નામ રોશન કરી રહી છે.અને આજે નવસારી જિલ્લા જેનો નામ જિલ્લા તરીકે કેન્દ્ર સરકારની કચેરીઓ જેવા કે ભારતીય રેલ, ભારતીય ટેલીફોન, કે ભારતીય ડાક તાર પોસ્ટ વિભાગમાં નથી. અને એવા નાનકડા જિલ્લા માં પત્રકારોના નામો કમી કરવા ખરેખર નિંદનીય છે. અને પત્રકારોના નામો કમી કરવા માટે જિલ્લા કે રાજ્ય સરકાર પાસે પણ કોઈ સત્તા નથી. અને ભારત સરકાર એવી કોઈ સત્તા સંવિધાન મુજબ હજુ સુધી કોઈને આપી નથી. અને ભવિષ્યમાં પણ આપશે એવો કોઈ વિકલ્પ નથી. જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ સદર લિસ્ટ નવસારી માહિતી વિભાગ દ્વારા મેળવવા માં આવેલ છે.       
       નવસારી જિલ્લાના માહિતી વિભાગ પાસે પણ કોઇ સત્તા નથી. નવસારી જિલ્લા માહિતી વિભાગ પોતે ભ્રષ્ટાચાર માં સંડવાયેલ છે.વિદ્વાનો અને કાયદાના જાણકારોના મંતવ્ય મુજબ સદર વિભાગના મુખ્ય અધિકારી શ્રી પોતે સેટિંગ ડોટ કોમ વગર કોઈ પણ કામ નથી કરતા. એ પોતે દર માસે સરકારને ચુનો લગાડી રહ્યા છે.મોટા ભાગના બિલો કોઈ પણ કાયદાકીય તપાસ વગર સરકારને મોકલી આપે છે. અગાઉ એજ વિભાગના એક મુખ્ય અધિકારીને એવા જ કામગીરી માટે એના જ મુખ્ય કચેરી સુરત દ્વારા રૂપિયા ૮૫૦૦/- દંડ કરવામાં આવેલ હતો. અને આજે પણ એ રકમ સરકાર માં જમા કરવામાં આવેલ નથી. નવસારી જિલ્લામાં માહિતી વિભાગના મુખ્ય અધિકારી પાસે નામો કમી કરવા માટે કોઈ સત્તા જ નથી.સરકાર દ્વારા આપેલ નિયમોનુ એ આજે ઉલંઘન કરી ભુલી ગયા છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. પત્રકારોની ખિજમત કરવા કેે કરાવવા માટે સરકાર વેતન નથી આપતી. કાયદેસર સરકારના દરેક કાર્યક્રમની જાણ કરવા અને પત્રકારો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સરકાર સુધી પહોંચાડવા નીતિ નિયમોનો પાલન કરવા માટે વેતન અને સુવિધાઓ આપવામાં આવે છે. આજે સદર અધિકારીના કામગીરી થી ગુજરાત સરકાર જ નહીં ભારતની  સૌથી મોટી પાર્ટી સામે સવાલિયા નિશાન ઉભા થયા છે. એવા અધિકારીઓ વિકાસ માં બાધા છે. ખોટા બિલો અને સરકારની તિજોરી થી બિલો પાસ કરાવતા ચર્ચાની તપાસ ગુજરાત તકેદારી આયોગને ટુક સમયમા સોપવામાં આવશે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
સરકારની તિજોરી ખાલી કરવા ખોટી રીતે બિલો પાસ કરવા અથવા પાસ કરાવવા માં મદદ કરવા એ એક સંગીન જુર્મ છે.અને એમાં સરકારી સેવાલયનો  લાભ લેવા સરકારના અધિકારીઓ તપાસ કરી હુકમ પણ કરી શકે છે. નામ કમી કરનાર અધિકારી ઉપર ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ મુજબ તપાસ કરવા માટે મીડિયા જગતથી સમાચાર મળી રહ્યો છે.
    

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...