Thursday, October 17, 2019

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસ નો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસનો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી
નવસારી જિલ્લા માં વર્ષોથી સરકારશ્રી દ્વારા ગરીબો,આર્થિકપછાત ,વિધવાઓ,અપંગો,દલિતો વગેરેના વ્યાજબી ભાવ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી રાશનની દુકાન દ્વારા તદ્દન મફતના ભાવે જીવન જરૂરી રાશન  કે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ જમીની હકીકતમાં સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ થતો હોય છતા મોટા ભાગે લાભાર્થીઓ ને લાભ ન પહુંચી બચ્ચે જે વેચી લેવામાં આવે છે. જેના ખુલાશો આજે  મીડિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર તરીકેના અહેવાલ માં પ્રસારિત કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયમી ભ્રષ્ટાચાર થતો હોય અને મળેલ ફરિયાદની ખરી હકીકત જાંણવા માટે તપાસ કરતા અને મળેલ માહિતી મુજબ મોટા ભાગના પરવાનેદારો લાભાર્થીઓને એમને મળતી વસ્તુઓ કે રાશન માટે કાયદેસર સરકારશ્રીના વેબ સાઈડ પરથી નામ સરનામુ સહિત પ્રિંટેડ બિલ આપવો ફરજીયાત છે. અને તપાસ કરવા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને પોતાના મળેલ સતા મુજબ તપાસ કરવા અને કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરી હતી. અને નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ તત્કાલ ભ્રષ્ટાચાર સંબધિત તપાસ માટે નવસારી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને સદર બાબતે તપાસ કરી દિન- ૫ માં અહેવાલ રજુ કરવા લેખિત માં જાણ કરી છે. અને ૫ ના બદલે ૧૦ દિવસ પછી  નવસારી શહેર નાયબ પુરવઠા મામલતદારને પૂછતા પહેલા જવાબ આપવા ગુનો સમઝતા પછી જણાવ્યુ છે કે અમોને ખબર જ નથી. એવા કોઈ પત્ર આવેલ છે કે કેમ એની તપાસ કરતા  એમની કચેરી માં જ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના પત્ર મળી આવતા જણાવેલ છે કે અમે ટાઈમ મળશે ત્યારે તપાસ કરી પત્ર દ્વારા તમને મોકલવામાં આવશે.ભ્રષ્ટાચાર બાબતે ગંભીરતા થી તપાસ આજ સુધી ન કરવો એ ગંભીર બાબત હોય છતા એવા બેદરકારીના જવાબો કેટલા યોગ્ય છે..? એવા જ અધિકારીઓના કામગીરીથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અને આજ સુધી સદર કચેરીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ તપાસ કરવામાં આવેલ નથી. અને લઘુત્તમ તપાસણી કાર્યક્રમના કાયદો  સદર કચેરીમાં ગુનો સમજવામાં આવે છે. આજે સદર અધિકારી શ્રીને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. અને નવસારી જિલ્લો કોઈ તાલીમ આપવા માટેના જિલ્લો નથી. નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર પોતે કરોડો રૂપિયાના પાકુ બિલની તપાસ માં કાર્યરત છે. અને  પ્રશાસનિક અધિકારીઓની મિલીભગત વગર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિ.  આજે ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ભ્રષ્ટાચાર મટાડવા માટે જન જાગૃતિ માટે કરોડો રૂપિયાના બેનરો માં ખર્ચ કરે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાથે ગુજરાતની તમામ સંબધિત અધિકારીઓ અને રાજનેતાઓ સદર અધિકારી શ્રી ઉપર કાયદેસર કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...