Saturday, October 12, 2019

નવસારી નગરપાલિકા દ્વારા નોટિસ પહેલા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા મેળવનાર અધિકારીઓ શા માટે...?

નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી પણ સુપરવિઝન અધિકારીની ભૂમિકા શંકાસ્પદ..?
પાર્ટીને બદનામ કરનાર અધિકારીઓ ને રાજીનામુ લેવામાં આવશે ખરા..?
નવસારી નગરપાલિકા આજે ભ્રષ્ટાચાર બાબતે પોતાના સ્થાન ટોપટેન માં મેળવવા ખૂબજ મહેનત કરી રહી છે. અધિકારીઓ પોતે સમયસર હાજર નથી રહેતા. અને રેનબશેરાના પર્દાફાશ એક જાંબાજ મીડિયા દ્વારા  થતા નોટિસ આપી છે.એવા કેટલાક કામો છે જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહયો છે. અને નવસારી નગરપાલિકાના અધિકારીઓ કુંભનિદ્રા માં વ્યસ્ત છે. કરોડો રૂપિયાના કામો કરી એની કોઈ સંભાળ ન કરવા થી આજે જર્જરીત હાલતમાં છે. નવસારી નગરપાલિકા મોટા ભાગે સરકારના કાયદાઓને કોઈ પણ સંજોગોમાં અમલ કરવા માં નથી માનતી.એક સામાન્ય કામો માટે પણ અરજદારોને ધક્કા ખાવા મજબૂર કરવામાં આવે છે.આજે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર ના રસ્તાઓ હોય કે બ્લોક ,ગેરકાયદેસર બાંધકામો હોય કે સ્વરોજગાર માટે સરકાર દ્વારા આપવામાં આવતો ફંડ  દરેક માં ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. તત્કાલીન ચિફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કામો થી નવસારી નગરપાલિકાને એવાર્ડ આપવામા આવેલ હતુ. આજે સરકાર તપાસ કાયદેસર તપાસ કરાવે ત્યારે એક પણ અધિકારી વહાર જોવા મળશે નહિં. સ્વચ્છતા અભિયાન માં સરકાર અને નગરપાલિકા દર માસે લાખો રૂપિયા ખર્ચે છે. જેની એક તસ્વીર જે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર માં જોઈ શકાય છે. 
 ઉપરોક્ત તસ્વીર માં સ્પષ્ટ નજરે પડે છે. નવસારી નગરપાલિકા માં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અધિકારીઓ ની જવાબદારી હોય જેથી દંડાત્મક કાર્યવાહી કરવો જોઈએ. એવી ચર્ચા ચાલી રહ્યો છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...