Saturday, October 19, 2019

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી 
            ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લો ૧૯૯૭ માં જિલ્લા તરીકેની રચના કરવામાં આવી.જેમા આજે પણ કેન્દ્ર શાષિત વિભાગો જેવા કે રેલ ,ભારતીય ડાક તાર વિભાગ (પોષ્ટ),ભારતીય દૂર સંચાર વિભાગ (ટેલીફોન) દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. માં નવસારી એક શહેર તરીકે કાર્યરત છે. અહિં નવસારી જિલ્લા જ નહિં આખુ સાઉથ ગુજરાત માં માનવ જીવન સાથે અતિ ગંભીરતાથી સંકળાયેલ વિકાસનો મુખ્ય આધાર વીજ કંપનીમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અહિં નવસારી જિલ્લા માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી માં લોકોની મજબૂરીનો ફાયદો અધિકારીઓ ખૂબજ ગંભીરતા પૂર્વક ખુલ્લેઆમ લઈ રહ્યા છે. અહિં નવસારી જિલ્લાની સદર કચેરીના વિભાગીય કચેરીઓ માં ગરીબો આદિવાસીઓ, દલિતો, મજુરો, ખેડુતો,આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે વીજ કનેક્શન લેવા માટે દરેક પ્રકારના કાયદાઓ અને પુરાવા અને સમયસીમા થી પસાર થવા પછી જ વીજ કનેક્શન આપવામાં આવે છે.અને ઉપરોક્ત તસ્વીર માં નજરે પડતુ અહેવાલ માં સ્પષ્ટ જોઈ શકાય છે કે અધિકારીઓ કેવી રીતે કનેક્શન આપેલ છે. જેના અનુસંધાન માં જાણકારોના મંતવ્ય મુજબ અધિકારીઓ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમના વેબસાઈડ પરથી કોઈ પણ જાતના પુરાવા વગર દાખલ થયેલ હશે. જેથી આદતથી મજબૂર અધિકારીઓ આજે ગુજરાત ના વિકાસ નહિ પરંતુ સ્વવિકાસ માં વધુ ધ્યાન આપી રહ્યા છે.
                   નવસારી જિલ્લાની સદર કચેરીના તમામ વિભાગીય અને મુખ્ય કચેરી સાથે વર્તુળ કચેરીના ભ્રષ્ટાચાર એક મા.અ.અ.૨૦૦૫થી મળેલ માહિતી માં થયેલ છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિભાગોમાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીના હદ વિસ્તારમાં ડીજીવીસીએલ છેલ્લા ૪ વર્ષથી બિન અધિકૃત અધિકારીઓ દ્વારા ખોટા પુરાવાના આધારે વીજ કનેક્શન આપેલ છે.જેની ફરિયાદની તપાસ  અજુ સુધી તપાસ ચાલી રહી છે. અને નવસારી જ નહિં સદર કચેરીના રાજ્ય કચેરીમાં પણ ફરિયાદ કરવામાં આવેલ છે. અને તપાસ કરવા માટે અજુ સુધી એક પણ અધિકારી હિમ્મત નથી દાખવતો .જેથી આજે નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. હવે સદર બાબતોની ફરિયાદ કેન્દ્ર સરકારની સતર્કતા આયોગ માં ફરિયાદ કરવાનો બાકી છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત અધિકારીઓ તત્કાલ કાર્યવાહી કરશે ખરા.?  સદર કચેરીના કામગીરી થી  આજે  ગુજરાત સરકાર બદનામ થઈ રહી  છે.જેથી આજે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી જે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે.હવે પોતે તપાસ કરાવશે એની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. જે આજે  એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે. 

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...