નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આફ્રિકાની કંપની સાથે
ટેકનોલોજી ટ્રાન્સફર માટે કરાર
માહિતી વિભાગ નવસારી
કેળના થડમાંથી બનાવેલ પ્રોડકટ નોવેલનું હવે
આફ્રિકા ખંડમાં ઉત્પાદન અને વેચાણ થશે
નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ તેમજ આંતરરાષ્ટ્રીય પેટન્ટ
મેળવેલ નોવેલ સેન્દ્રીય પ્રવાહીનું હવે આફ્રિકા ખંડમાં ઉત્પાદન અને વેચાણ ચાલુ
થશે. આફ્રિકાના બોત્સેવાના સ્થિત અકર્યુડ ગેઇન્સ પ્રા.લી.કંપની દ્વારા નવસારી કૃષિ
યુનિવર્સિટી, નવસારી સાથે
તાંત્રિકતા મેળવવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા નવસારી કૃષિ યુનિ.ના
વૈજ્ઞાનિકો દ્વારા કેળના થડમાંથી સંશોધન પામેલા અને હાલમાં ખેડૂતોમાં ખૂબ જ
પ્રચલિત ઍવા નોવેલ સેન્દ્રિય પ્રવાહી કે જે આંતરરાષ્ટ્રીય પેટન્ટ પ્રોડકટ છે ઍના
વૈપારિક ઉત્પાદન માટે કરાર કરવામાં આવ્યાં છે. આ નોવેલનું આફ્રિકામાં ઉત્પાદન કરી
આખા આફ્રિકાખંડ માટે વેચાણ માટેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આ સંપૂર્ણ
પ્રક્રિયામાં આઇ.સી.ઍ.આર., નવી દિલ્હીના
અગ્રીનોવેટ ઇન્ડિયા કંપની દ્વારા માર્ગદર્શકની ભૂમિકા ભજવવામાં આવી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના ડા÷.ચિરાગ દેસાઇના જણાવ્યાં મુજબ નવસારી કૃષિ
યુનિ.દ્વારા ભારતમાં જ આ નોવેલના વૈપારિક ઉત્પાદન અને વેચાણ માટે ૧૯ કંપનીઅો
સાથે ઍમ.અો.યુ. કરવામાં આવ્યાં છે. જેઅો
વાર્ષિક ૨૦ લાખ લીટરથી વધુ નોવેલનું વેચાણ કરે છે. કેળના થડમાંથી બનાવવામાં આવેલ આ
નોવેલ પ્રવાહીમાં દરેક પાકોને જરૂરી ઍવા પોષક તત્વો, વૃધ્ધિવર્ધકો તેમજ વિવિધ બેકટરીયાઅો છે. તેમજ
સંપૂર્ણ અોર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેનો લાભ ભારતના ખેડૂતોને મળી શકે
તે માટે છે.
ડા÷.દેસાઇઍ
વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં ફકત
ભારત માટે જ નહિ પરંતુ આખા વિશ્વ માટે અોર્ગેનિક ખેતી તરફ વળવું તથા રાસાયણિક
ખાતરનો વપરાશ તથા જંતુનાશકનો છંટકાવ ઘટાડવો ઍ સમયની માંગ છે ત્યારે ઍના જ પ્રયાસ
અર્થે નોવલ, નોવલ પ્લસ તથા
નોવેલ પ્રાઇમ જેવા અોર્ગેનિક સ્ત્રોત ખેડૂતોના ખેતર ઉપર ખૂબ જ સારા પરિણામો આપીને
પ્રચલિત થઇ રહયાં છે.
આ કરાર પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના ડા÷.સી.જે.ડાંગરીયા, સંશોધન નિયામક ડા÷.ઍસ.આર.ચૌધરી, સંશોધન વૈજ્ઞાનિક ડા÷.વી.પી.ઉસદડીયા તથા આફ્રિકાના અકર્યુડ ગેઇન્સ
પ્રા.લી.તરફથી શ્રી કુનાલ નાયક અને શ્રી વિજય નાયક દ્વારા કરાર ઉપર હસ્તાક્ષર
કરવામાં આવ્યા હતાં. આઇ.સી.ઍ.આર.તરફથી ઍગ્રીનોવેસન ઇન્ડિયાના સી.ઇ.અો. ડા÷.સુધા મૈસુર અને તેમની ટીમ ઉપસ્થિત રહી માર્ગદર્શન
આપ્યું હતું.
No comments:
Post a Comment