Wednesday, January 29, 2020

નવસારી જિલ્લામાં સરકારી રાશનની દુકાનો માં તપાસ કરવા માટે જવાબદાર મામલતદાર કે સંબધિત અધિકારીઓ કાબીલે તારીફ કે ....?

નવસારી જિલ્લામાં સરકારી રાશનની દુકાનો માં તપાસ કરવા માટે જવાબદાર મામલતદાર કે સંબધિત અધિકારીઓ  કાબીલે તારીફ કે ....?
સરકારના તપાસ નિયમોનું ઐસી કી તૈસી કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કૌણ કરશે...?
સરકાર બદનામ કરવા સાજિશ કે .....? 
       નવસારી જિલ્લામાં પંડિત દીનદયાળ કે વ્યાજબી ભાવની સરકારી રાશનની દુકાનો દ્વારા સરકાર ગરીબ, મજલૂમ , અનાથ, વિધવા, દિવ્યાંગ, બેસહારા, આદિવાસી, દલિત ,શોષિત, મજુર, આર્થિક રીતે પછાત વગેરે નાગરિકોને તદ્દન રાહત દરે અને મફતમાં (વિના મૂલ્યે) રાશન આપે છે.અને દર માસે કરોડો રૂપિયા સરકારી તિજોરી માં થી ખર્ચે છે. અને કાયદેસર અનાજ કે જરૂરી વસ્તુઓ કાયદેસર ગરીબથી ગરીબ નાગરિકોને સરકારી યોજના મુજબ મળે એની તપાસ કે વિતરણ વ્યવસ્થા માટે દરેક નાના માં નાનો ગામ થી દરેક શહેર કે જિલ્લા સુધી કરોડો રૂપિયા કમીશન આપી સરકાર પરવાનેદારની નિમણૂંક કરી છે. અને પરવાનેદારો દરેક યોજના મુજબ અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ જરૂરતમંદ નાગરિકોને આપે છે કે કેમ.? એના માટે પણ કરોડો રૂપિયા તપાસ કરવા માટે તાલુકા દીઠ જિલ્લા દીઠ કે રાજ્ય માં કચેરીઓની રચના કરી તપાસ કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચે છે. સરકારની નિયત અને નિયમો સાથે ખર્ચ ખરેખર કાબીલે તારીફ છે.અને ગુજરાત સરકાર વખતોવખત એની સમીક્ષા પણ કરે છે . ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરે છે.જેથી તપાસ કરવા કે અન્ય સુધારો કરવા જરૂરી કાર્યવાહી કરવા નિયમિત રીતે નવા નવા નિયમો પણ ઘડે છે. છતા આજે સરકાર એક તરફ બદનામ થઈ રહી છે. બીજી બાજુ ગરીબોની હાલત તદ્દન ઉતરતી કક્ષા સુધી પહોંચી ચુકી છે.કુપોષણ માં નવસારી જિલ્લો સૌથી આગળ છે. કુપોષણ માં રાશનની ભુમિકા સૌથી મહત્વ છે. મીડિયાના મિત્રો ઈલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયા દ્વારા દર અઠવાડિયા ભ્રષ્ટાચાર થવાના સમાચાર આપી રહ્યા છે. વારંવાર ભ્રષ્ટાચારના સમાચારો અને સૂત્રો દ્વારા મળતી માહિતીની સત્યતા જાણવા માટે મા.અ.અ.૨૦૦૫ મુજબ એક માહિતી માગવા માં આવીહતી. જેમાં મળેલ માહિતી ખરેખર ચોકાવનારી સાથે ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. નવસારી જિલ્લામાં તાલુકા દીઠ મામલતદારની કચેરીની ટીમ સરકારશ્રીના પરિપત્ર મુજબ દર માસે ન્યુનતમ ઓછા માં ઓછુ ૧૮ સરકારી રાશનની દુકાનો તપાસ કરવો ફરજિયાત છે. વર્ષે તાલુકાના કચેરી ટીમ કે અલગ અલગ મળી ૨૧૬ તપાસ બદલે કેટલાક મહીના માં તપાસ થયેલ જ નથી. અને થતી ચર્ચા મુજબ નવસારી જિલ્લામાં લાખો રુપિયા વેતન સાથે ગૈરકાયદેસર એરકન્ડિશન ધરાવતા મજિસ્ટ્રેટના હોદ્દો ધરાવતા અધિકારીઓ જ ન્યાય કરી શકતા નથી. સરકારના નિયમોનું પાલન કરવામાં કેમ નથી આવતુ ? એના સંદર્ભે માં જાણકારો વિદ્વાનો જાગૃત નાગરિકો દ્વારા મળેલ મંતવ્યો અહીં લખી શકાય નહીં. પરંતુ સમજી શકાય છે. સરકાર આજે બદનામ થઈ રહી છે. સરકાર દેવામાં છે. આર્થિક હાલાત તદ્દન ખરાબ છે. કદાચ સરકાર ભ્રષ્ટાચાર રોકવામાં એક નવી ટીમની રચના કે જરૂરી પગલાં નહીં લેશે તો ભ્રષ્ટાચાર અજુ પણ વધી શકે છે.જે આજે દેશ માં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. સરકાર બદલવા થી કોઈ પણ સંજોગોમાં ગુજરાત માં ભ્રષ્ટાચાર બંધ થશે એ બની શકે નહીં. જયાં સુધી પ્રશાસન માં ભ્રષ્ટાચાર રહેશે . ભ્રષ્ટાચાર રોકવા એક જુમલો છે. સરકાર ગમે એટલી યોજનાઓ કે ખર્ચ કરશે અહીં ગરીબી બેરોજગારી મંદી મોઘવારી વધતી રહેશે. એનો જવાબ માં સૌથી મહત્વની ભુમિકા માં પ્રશાસન દ્વારા ભ્રષ્ટાચાર જ છે. 
સરકારી રાશનની દુકાનોની માહિતી નિરીક્ષણ માટે જવાબદાર કૌણ ....? 
                           નવસારી જિલ્લા માં મોટા ભાગે  સરકારી  રાશનની દુકાનો ના પરવાને દારો દ્વારા લાભાર્થીઓ ને મળતો લાભ અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ માટે કાયદેસર બિલો આપવામાં આવતો જ નથી. અને ઉપરથી જ ઓછા મળેલ હોય કે અન્ય બહાનો કાઢી ઓછુ અનાજ આપવામાં આવે છે. જેની ફરિયાદ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી ને આપવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં જિલ્લા પુરવઠા અધિકારી ભ્રષ્ટાચાર બાબતે પોતે તપાસ કરાવવા કે અલગથી ટીમ બનાવી તપાસ કરાવવા બદલે જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ને જ આપેલ હતી. જેમા મોટા ભાગના મામલતદાર શ્રીઓ કોઈ જવાબ કાયદેસર આપેલ નથી. આજે પુરવઠા વિભાગના તમામ અધિકારીઓ મોટા ભાગે ગેરકાયદેસર એરકંડીશન માં બેસીને જ તપાસ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની સત્યતા માટે મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ આરટીઆઈ કરવામાં આવેલ છે. અને કાયદા મુજબ સરકારી રાશનના દુકાનો કોઈ ખાનગી સંસ્થા નથી. ફકત ગરીબોને રાશન આપવા માટે પરવાનો આપવામાં આવે છે.અને એ બદલે ખાસી મોટી કમીશન પણ સરકારના ધરા ધોરણ મુજબ આપવામાં આવે છે. અને તમામ સરકારી રાશનના દુકાનોની તપાસ તાલુકા મામલતદારની કચેરી દ્વારા કરવામાં આવે છે. જેથી પરવાનેદારોને ફકત કમીશન પેટે પરવાનો આપવાથી એ કોઈ પણ રીતે ખાનગી માં ગણી શકાય નહિ.અને અગાઉ પણ આવી રીતે માહિતી માગવામાં આવેલ હતી .અને તમામ તાલુકા મામલતદારો દરેક સરકારી રાશનની દુકાનોના મામલતદાર કચેરી માં માગેલ તમામ બિલો અરજદારને નિરીક્ષણ કરાવેલ હતા. છતા આજે મોટા ભાગના મામલતદારો કાયદેસર સરકારના ધરાધોરણ મુજબ કાયદેસર તપાસ પોતે નથી કરતા અને માહિતી પણ નથી નિરીક્ષણ કરવા માટે એક પત્ર લખી શકતા. એની પાછડનો રહ્ષ્ય આજે જગ જાહેર છે. હવે મળેલ માહિતી મુજબ સદર માહિતી ન્યાય માટે ગુજરાત સરકારની ગરીબો ,મજલૂમો, આદિવાસીઓ ,મહિલાઓ, અને ગરીબોની સરકાર પાસે રવાના કરવામાં આવી છે. હવે સરકારના પ્રશાસનિક અધિકારીઓ કાયદેસર પોતે કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની જેમ તપાસ ન કરેલ માહિતી ન આપેલ મામલતદારો પાસે જ ફરી થી તપાસ અને કાર્યવાહી કરવા મોકલી આપશે એ જોવાનુ બાકી રહ્યુ.
નવસારી જિલ્લાના નવસારી શહેર/ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં તપાસ કરેલના અહેવાલ 
નવસારી શહેર મામલતદાર અને ગ્રામ્યની કચેરી માં મા.અ.અ.૨૦૦૫ના એક માહિતી માં મળેલ તપાસ અહેવાલ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક છે. નવસારી શહેર મામલતદારની કચેરીમાં વર્ષ ૨૦૧૭માં પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી વ્યાજબી ભાવની દુકાન માં સરકારશ્રીના કાયદા મુજબ લઘુત્ત્મ માસિક તપાસ કરવામાં ઓછા માં ઓછુ ૧૮ પરવાનેદારોની તપાસ કરવા જોઈએ. જેમા વર્ષ ૨૦૧૭ માં જન્યુવારી માં ૦૬ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જુન  ચાર માસ માં એક પણ તપાસ કરેલ નથી જુલાઈ માં ૦૪ ઓગસ્ટ માં ૦૪ સેપ્ટેમ્બર માં ૦૨ ઓક્ટોબર માં ૦૨ નવેમ્બર માં તપાસ નથી અને ડીસેમ્બર માં ૦૨  વર્‍શ ૨૦૧૭ માં ૨૦ કુલ્લે તપાસ કરવામાં આવેલ છે. એવી રીતે વર્ષ ૨૦૧૮માં ૫૫ અને વર્ષ ૨૦૧૯માં ૪૪ દુકાનો તપાસ કરવામાં આવેલ છે. સદર માહિતી પણ ખરેખર તપાસ કરેલ છે કે કેમ ..? એની રજી. સિવાય કોઈ વિગત કચેરી ખાતે મળી આવેલ નથી. 
નવસારી ગ્રામ્ય મામલતદારશ્રી ની કચેરી માં પણ એવી રીતે વર્ષ ૨૦૧૭ માં કુલ્લે ૧૦ વર્ષ ૨૦૧૮ માં ૪૮ અને વર્ષ ૨૦૧૯ માં ૩૯ પંદીદ વ્યાજબી ભાવની દુકાનો ની તપાસ થયેલ છે. સદર કચેરીમાં અગાઉ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના મા.અ.અ.૨૦૦૫ ની આરટીઆઈ કરવા થી એક બોર્ડ લગાવેલ છે. મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજ્બ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અદ્યતન કરાવી ફરજીયાત રાખવાનો અહિં કોઈ રિવાજ કે ખબર જ નથી. 
                                      નવસારી જિલ્લા માં જલાલપોર ગણદેવી ચિખલી ખેરગામ મામલતદાર જવાબ કે માહિતી નિરીક્ષણ કરાવવા માટે યોગ્ય સમજી રહ્યા નથી. અને ગુજરાત સરકાર આજે કાયદેસર કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા બદનામ કેમ થઈ રહી છે. એનો એક દાખલો રજુ કરવામાં આવી રહ્યા છે. રૂબરૂ મુલાકાત માં અહિં અધિકારીઓ સરકારની સામે જ સવાલો ઉભા કરી રહ્યા છે. અહિં અધિકારીઓ નોકરી મળી જવા પછી કામ ની પગાર નહિ પોતાના કાયદેસર હક સમજી ગયા છે. અગાઉ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને રૂબરૂ  સદર પરવાનેદારો લાભાર્થીઓ ને મળતો ચીજ વસ્તુઓ માટે બિલ આપવો ફરજીયાત માટે એક અરજી આપવામાં આવેલ હતી. જેનો ભ્રષ્ટાચાર માટે કરેલ અરજીની અલગથી તપાસ કરવાના બદલે એક વિનંતી પત્ર લખી સંતોષ મેળવતા મા.અ.અ.૨૦૦૫ મુજબ માહિતી માગતા સદર તમામ જિલ્લાઓના પર્દાફાસ થઈ ગયા છે. મોટા ભાગના અધિકારીઓ સદર તપાસ પણ ખાના પૂર્તિ કરવા જતા હોય છે. નવસારી જિલ્લામાં કેટલીક દુકાનો અન્ય પરવાનેદારો ના નામે વર્ષોથી ચાલી રહી છે. અને ભુતિયા કાર્ડ પકડાયા છતા ૧૦૦ ટકા તપાસ ના બદલે સેટિંગ ડોટ કોમ કે બાપુ દર્શનથી કામ ચાલાવી લેવા માં આવે છે. અરજદારો લાભાર્થીઓ આજે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ અહિં સર્જાએલ છે. 
                                   નવસારી જિલ્લા માં પુરવઠા વિભાગની તપાસ કાયદેસર કયા અધિકારી કરશે ..? અરજીઓ ગરીબો દલિતો વંચિતો બેરોજગારો પાસે થી મેળવી તપાસની આશા અધિકારીઓ શા માટે રાખે છે. આજે પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓ ને જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. સરકાર દેવાદાર હોવા છતા દર માસે નિયમિત વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ક્યાં થી આપે છે..? એ વધુ ગરીબો મજલુમો વંચિતો શોષિતો ખેડુતો વગેરેના મહેનત મસક્કત ની ખૂન પસીના ની કમાણી ના છે. હવે ઉપરોક્ત તમામ સમાચારો ગુજરાત સરકાર ની કચેરીમાં મોકલવામાં આવશે. સરકાર કાયદેસર તપાસ કરાવશે કે ફરીથી અગાઉની જેમ નવસારી કલેક્ટર પુરવઠા અને છેલ્લે એજ મામલતદાર પાસે કરાવી છેલ્લે ઢાક કે તીન પાત કરશે એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...