ગુજરાત તકેદારી આયોગ દ્વારા નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) બીલીમોરામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ.....?
સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર કાયદેસર તપાસ કરશે કે ...?
દર વર્ષે કરોડો ખર્ચ પછી કુપોષણ કેમ..?
બેરોજગારી ચરમસીમાએ ...?
ગુજરાત રાજ્યની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં કાયદેસર સરકારશ્રી દ્વારા બીલીમોરા ખાતે એક ઓદ્યોગિક તાલીમ સંસ્થા વર્ષોથી કાર્યરત છે. છતા આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા ખેડુતો,આદિવાસીઓ,ગરીબો,દલિતો,આર્થિક રીતે પછાત ,મહિલાઓ વગેરેના વિકાસ માટે સરકારશ્રી હસ્તક કરોડો રૂપિયા ફકત રોજગાર માટે આઈ ટીઆઈ બીલીમોરા માં ખર્ચ કરવામાં આવે છે. ખરેખર સરકારની વિભિન્ન યોજાનાઓના કાયદેસર અમલીકરણ કરવામાં આવે ત્યારે આજ સુધી થયેલ ખર્ચ અને કાયદેસર કરેલ કામગીરી મુજબ નવસારી જિલ્લા માં એક પણ નાગરિક ગરીબ કે બેરોજગાર રહી શકે નહિ. પરંતુ જમીની હકીકત માં આજે નવસારી જિલ્લાની હાલત બદ થી બદતર જોવા મળી રહી છે. આજે એક વિધાન સભામાં બેરોજગારીના સવાલ માં જમીની હકીકત માં બેરોજગારીની સંખ્યા સૌથી આગળ છે. હાલ માં એક સર્વે રિપોર્ટ માં નવસારી જિલ્લા માં કુપોષણ આજે ટોપટેન માં રાજ કરી રહ્યો છે. જેથી નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ માટે ખરેખર દુરભાગ્ય પૂર્ણ અને શરમજનક કહેવાય. પરંતુ ગાંધી બાપુના તસ્વીર સાથે સેટિંગ ડોટ કોમ માં આવેલ અધિકારીઓને કઈ ફરક પડતુ નથી. અને આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આપેલ રોજગાર અને સદર કચેરી દ્વારા મેળવેલ બેરોજગારોની આર્થિક હાલત જેમા કાયદેસર ખોરાક પણ મેળવી શકે નહિ .
નવસારી જિલ્લાની સરકારશ્રી દ્વારા બીલીમોરા ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા આપેલ ફંડ જેમા મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી આશરે આઠ કરોડ રૂપિયા ફકત તાલીમ માટે અલગથી ખર્ચ કરવામાં આવી છે. જેના અનુસંધાન માં મા,.અ.અ.૨૦૦૫ દ્વારા મળેલ માહિતી મુજબ ફકત ફાઈલો માં જ બેરોજગારી દૂર કરવામાં છે. નિરીક્ષણ દરમિયાન સદર અધિકારીઓ ને કાયદેસર મા.અ.અ.૨૦૦ વિશે કશુ જ ખબર નથી. સ્પષ્ટ કબૂલ કરી "ન બોલવામાં નૌ ગુણ" જેવી હાલત સર્જાયેલ હતી.સદર કચેરીના અધિકારીઓ પાસે અજુ સુધી એજ ખબર નથી કે તાલીમ કયા સ્થળે આપવામાં આવી હતી. એજ હાલત નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ,શિક્ષણઅધિકારીઓ,સિંચાઈ,આઈસીડીએસ,આરોગ્ય અધિકારી,ખેતી નિયામક,પાણી પુરવઠા વગેરેની જોવા મળી છે. એક ડેરી જેમા પણ કરોડો રૂપિયા ખર્ચ થયેલ છે. એના જાહેર માહિતી અધિકારી અને આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી માહિતી આપવા માટે ન પાડી છે.

નવસારી જિલ્લા માં વાસદા તાલુકાના પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા કરોડો રૂપિયાના ફકત ભ્રષ્ટાચાર જ નહિ એમા આજે કાયદેસર ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. જેના માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અરજી દ્વારા જાણ કરવામાં આવીછે.અને મુખ્યમંત્રીશ્રીની કચેરી એ સદર તપાસ જાતે કે અન્ય અધિકારીઓ દ્વારા કરાવવા બદલે સચિવ શ્રી આદિજાતિ વિકાસ ને આપેલ છે. અને હવે સદર કચેરી આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર દ્વારા ઓદ્યોગિક તાલીમ સંસ્થા બીલીમોરા માં કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની તપાસ ગુજરાત તકેદારી આયોગને આપવામાં આવેલ છે .અને ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીની કચેરી પણ સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરને જ આપેલ છે. અને સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર પોતે તપાસ કરી "પોતાના પગ માં કુલ્હાણી" કેવી રીતે મારશે .? એ સમજવો અઘરૂ છે. એક માસ એક ભ્રષ્ટાચારની તપાસ અરજી ગુજરાત તકેદારી આયોગે રાખી અને આજે એક માસ પૂર્ણ થતા સચિવ શ્રીઆદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર કોઈ કાર્યવાહી કરેલ નથી. જેથી અહિં છેલ્લે "ઢાક કે તીન પાત" જેવી હાલત સર્જાય રહી છે.....
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભ્રષ્ટાચાર મટાડવા માટે હવે કયા પગલાં ભરી રહ્યા છે? નવસારી જિલ્લામાં મોટા ભાગની કચેરીઓ માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. અધિકારીઓ ઉપર કોઇ પણ જાતના અંકુશ નથી. હવે સદર બાબતે શું કાર્યવાહી થસે એ જોવાનું બાકી રહ્યું.... ્્.

No comments:
Post a Comment