Friday, January 10, 2020

નવસારી જિલ્લાની વિજલપોર શહેર માં નિ:શુલ્ક આયુર્વેદિક શિબિર..... જાહેર આમંત્રણ.....



નવસારી જિલ્લાની વિજલપોર શહેર માં સોમવારે તા.૧૩/૦૧/૨૦૨૦ના રોજ  નિ:શુલ્ક આયુર્વેદિક શિબિર  


         નિ:શુલ્ક સર્વ રોગ  નિદાન સારવાર કેમ્પ
    आयुर्वेद अपनाओ देश बचाओ


          આપ સૌને સહર્ષ જણાવવાનુ કે શ્રી નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલ નવસારીના માર્ગદર્શન અને ડો.આર.આર.મિશ્રા સાથે ઈન્દ્રસિંહ ઓમકાર સિંહના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩/૦૧/૨૦૨૦ દિન સોમવારના રોજ રાજપૂત સમાજનીવાડી લાશાનગર વિજલપોર નવસારી મુકામે સવારે ૯:૦૦થી બપોરે ૦૧:૦૦ સુધી  નિ:શુલ્ક સર્વે રોગ નિદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. જેમા ઋષિ મુનિયો અને અતિ આધુનિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દુર્લભ જડીબુટિઓ દ્વારા નિર્મિત આયુર્વેદિક દવાઓથી માનવ શરીરના તમામ રોગો જેવા કે લકવો,સાંધાના દુ:ખાવો, કમરના દુ:ખાવો,એડીના દુખાવો,સ્ત્રીના રોગો,માસિક ધર્મમા અનિયમિતતા,પેટના રોગો,શરદી ખાસી,તાવ,ઉલટી, હરસ-મસા,બ્લડ પ્રેસર,હાર્ટ સંબધિત રોગો,ડાયાબિટીસ,કેન્સર વગેરે સામાન્યથી અસાધ્ય માં અસાધ્ય રોગોના સારવાર કરવામાં આવશે. સદર શિબિરમાં નવસારી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.નયનાબેન પટેલ, ડો.રાજેષ કુમાર ડી માણીયા(મરોલી) ,ડો.નટવરસિંહસી રાજપુરોહિત(પેરા), ડો.હિતેષ ભાઈ લીંબચીયા (તવડી),ડો.આર.આર.મિશ્રા સાથે આયુર્વેદિક તબીબોની ટીમ દ્વારા વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. જેના અનુસંધાનમાં આપ સૌ સરકારશ્રીના અધિકારીઓ /કર્મચારીઓ,નગરસેવકો.મીડિયા જગતના મિત્રો, તમામ સેવા ભાવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ , પદાધિકારીઓ,કાર્યકર્તાઓ, એવમ તમામ નાગરિકો, સરકારી એવમ ખાનગી કચેરીમાં કાર્યરત તમામ ભાઈ-બહેનો,  મિત્ર મંડલ સમાજ ,પરિવાર,મોહલ્લાના સહકાર સાથે પધારવા અને સારવાર લેવા હાર્દિક આમંત્રણ આપીયે છે.
       સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના ઉપચાર ફકત આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા પદ્ધતિ માં સંભવ છે.આયુર્વેદ માં ઉપયોગ થતી મોટા ભાગની વનસ્પતિઓ આપણે સામાન્ય રીતે ઉત્પાદન કરી શકીએ છે.આયુર્વેદ કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં મોટા ભાગે કોઈ સાઈડ ઈફેક્ટ પણ જોવા મળતો નથી.
          આજે આપણો દેશ એક વિષમ પરિસ્થિતિ માં પસાર થઈ રહ્યો છે.બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગયુ છે.ખેડૂતો આજે મોટા પ્રમાણમાં ઠેર ઠેર આત્મહત્યા કરવા મજબૂર થતા છે.હાલત બદ થી બદતર થવા પામી છે. કરોડો રૂપિયા વિદેશી દવાઓ પાછળ દર માસે ખર્ચ થઈ રહ્યો છે. આયુર્વેદ અને નૈસર્ગિક ઉપચાર થી ફકત રોગોને જડમૂળથી નાબૂદ કરી શકાય સાથે સાથે વિદેશી ચલણથી ઈમ્પોર્ટ કરતી વિદેશી દવાઓ થી પણ બચી શકાય છે. અને આપ સૌ મળી આયુર્વેદ અને દેશી ચિકિત્સા પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર થી કરોડો રૂપિયાનો બચત ખેડૂત ભાઈ બહેનોનો આવકમાં ભારી ભરકમ આવક પણ વધારવામાં મદદગાર થઈ દેશની આર્થિક સુધારો કરી શકાય છે.
   નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન હેઠળ એક અનુભવી આયુર્વેદ તબીબોની ટીમ સાથે આયુર્વેદના વિકાસ સાથે ગરીબ દલિત શોષિત આર્થિક રીતે પછાત આદિવાસી ખેડૂતો મહિલાઓ વગેરે તમામ નાગરિકો માટે માનવ શરીરના તમામ રોગોની વિના મૂલ્યે આયુર્વેદિક દવાઓ તેમજ મફત સલાહ માટે એક શિબિર ઉપરોકત સ્થળે રાખવામાં આવેલ છે. જેમાં કોઈ પણ જાત પાત કે રંગ ભેદ ગરીબ અમીરના ભેદભાવ વગર સારવાર આપવામાં આવશે અને ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ ને તજજ્ઞ તબીબો દ્વારા સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે . જેમાં આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...