Tuesday, January 7, 2020

સોશિયલ મીડિયામાં ફરતું બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખની સહાયનું ફોર્મ બોગસ

              જાહેર જનતા ધ્‍યાન આપે...
સોશિયલ મીડિયામાં ફરતું બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખની સહાયનું ફોર્મ બોગસ
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેટી બચાઓ-બેટી પઢાઓ યોજનાના નામે એક બોગસ અરજીફોર્મ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જેમાં ૮ થી ૨૨ વર્ષની બધી દીકરીઓને ર લાખ સહાય મળશેએવું લખેલું છે. આ અરજીફોર્મમાં લખ્‍યું છેએવી કોઇ જોગવાઇ બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં નથી. આ ફોર્મ તદ્દન જુઠ્ઠું અને બોગસ છે. ભારત સરકાર કે ગુજરાત સરકારની આવી કોઇ જોગવાઇ ધરાવતી યોજના નથી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનવી દિલ્‍હી દ્વારા અનુદાનિત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હાલ ગુજરાતના ૨૨ જિલ્લાઓમાં કાર્યરત છે અને આ યોજનાની જોગવાઇઓમાં દીકરી જન્‍મેભણેઆગળ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની જોગવાઇઓ છે. આ સિવાય રોકડ કે ચેક સ્‍વરૂપે કોઇ પણ દીકરીને સહાય આપવાની યોજના નથી. આથી વલસાડ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કેઆ અરજી ફોર્મ ભરે નહીં અને ભારત સરકારમહિલા અને બાળ વિકાસ મંત્રાલયશાષાીભવનનવીદિલ્‍હી-૧૧૦૦૦૧પ્રધાનમંત્રીઆ સરનામે આ જઠું ફોર્મ ભરીને પોતાના આધારકાર્ડ કે અન્‍ય કાગળો મોકલે નહીં.
          આ ફોર્મમાં બેન્‍કનું નામખાતાનંબરઆધારનંબરસહી વગેરે જેવી વ્‍યક્‍તિગત અને ગુપ્‍ત માહિતી માંગેલી છેજે આવા જુઠ્ઠા ફોર્મ ભરવાથી આ માહિતીનો દૂર ઉપયોગ થઇ શકે છેજેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીવલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાયું છે.

મહિલા રોકડ પુરસ્‍કાર ૨૦૧૯-૨૦ની અરજી મોકલવા અંગે
સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વિવધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્‍પર્ધાઓ અં-૧૪અં-૧૭ અને રાજયકક્ષાની શાળાકીય અં-૧૯ ર્સ્‍પધાઓ માટે તેમજ સ્‍કુલ ગેઇમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત રાષ્‍ટ્રકક્ષાની સ્‍પર્ધામાં એસ.એ.જી દ્વારા રાજયનું  પ્રતિનિધિત્‍વ કરેલું હોય તેવા (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્‍ધિ માટે મહિલા મહિલા રોકડ પુરસ્‍કારયોજના માટેનું ફોર્મ ભરીને તા.૧૦/૦૨/૨૦૨૦ સુધી જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે. વર્ષ-૨૦૧૭-૧૮૨૦૧૮-૨૦૧૯માં મહિલા રોકડ પુરસ્‍કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ પણ અરજી કરી શકશે.
            
તા.૧૬ થી ૨૩ જાન્‍યુઆરી દરમિયાન કલા મહાકુંભ-૨૦૧૯-૨૦ની સ્‍પર્ધાઓ યોજાશે
==
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જીલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભ-૨૦૧૯ની સ્‍પર્ધાઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજવામાં આવનાર છે. ઉમરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૬/૦૧/૨૦૨૦ ના રોજ ટાટા વાડિયા હાઇસ્‍કુલ નારગોલપારડી તાલુકા કક્ષાએ કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ ડી.સી.ઓ. સાર્વજનિક હાઇસ્‍કુલ પારડીધરમપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળા બારોલિયાધરમપુરકપરાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ શાહ જી.એમ.ડી. સાર્વજનિક હાઇસ્‍કુલકપરાડાવલસાડ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૮/૦૧/૨૦૨૦ ના રોજ બાઇ આવાંબાઇ હાઇસ્‍કુલ વલસાડ તથા વાપી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૯/૦૧/૨૦૨૦ ના રોજ ઉપાસના ઇંગ્‍લીશ મી.સ્‍કુલ સ્‍કુલવાપી ખાતે યોજાશે. જયારે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ તા.૨૨/૦૧/૨૦૨૦ અને તા.૨૩/૦૧/૨૦૨૦ શાહ એન.એચ કોર્મસ કોલેજતીથલ રોડવલસાડ ખાતે યોજાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીવલસાડ દ્વારા જણાવાયું છે.  
                        
વિદેશમાં ફળ અને શાકભાજી નિકાસ કરવા ઇચ્‍છતા ખેડૂતો ધ્‍યાન આપે

જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચાલુ સીઝનમાં બાગાયતી પેદાશો ફળ અને શાકભાજીની વિદેશમાં નિકાસ/એકસપોર્ટ કરવા ઇચ્‍છતા હોઇ તેઓ APEDA વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરી શકશે.
ગુજરાતમાંથી યુરોપઅમેરિકા તથા અન્‍ય દેશોમાં કેરી અને શાકભાજીની નિકાસ કરતા પહેલાં જે ખેતરમાંથી નિકાસ કરવાની હોય તે ખેતરની એગ્રિકલ્‍ચર એન્‍ડ પ્રોસેસ ફુડ પ્રોડક્‍ટસ ડેવલપમેન્‍ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાની વેબસાઇટ ઉપર નોંધણી કરાવવી જરૂરી છે. રજિસ્‍ટેશન થયેલા ખેતરોમાંથી નિકાસકારો ખેતપેદાશોની નિકાસ કરી શકશે. આ નોંધણી માટે ખેડુતોએ નાયબ બાગાયત નિયામકની કચેરીસેવાસદન-૧પહેલા માળેવલસાડ ખાતે નિયત નમુનામાં ૧૦/૦૨/૨૦૨૦ સુધી કરવાની રહેશે.
ઓનલાઇન રજીસ્‍ટ્રેશન ફોર્મ APEDAની વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરવું અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીવલસાડમાંથી મેળવી લેવું. ૭/૧૨ અને ૮-અ જમીનનો દાખલોઆધાર કાર્ડની નકલખેતરનો કાચો નકશો. ફાર્મ ડાયરી વગેરે જરૂરી ડોકયુમેન્‍ટ સાથે ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરેલા ફોર્મને કચેરીમાં ૧૦/૦૨/૨૦૨૦ સુધી જમા કરાવવાનું રહેશે.
                                                            
વલસાડ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં સંજાણ ખાતે બાળ સુરક્ષા જનજાગૃતિ વર્કશોપ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણના અધ્‍યક્ષસ્‍થાને બાળ સુરક્ષા અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો.
આ અવસરે વલસાડ કલેક્‍ટર સી.ખરસાણે બાળ સુરક્ષાના કાયદાઓની લોકોને જાણ થાય તેમજ બાળકો ઉપર થતા અત્‍યાચારોને રોકી શકાય તે માટેની જાણકારી જન-જન સુધી પહોંચાડવા સૌને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો.
          આ વર્કશોપમાં સંકલિત બાળ સુરક્ષા યોજનાઓબાળલગ્ન પ્રતિબંધક ધારોજુવેનાઇલ જસ્‍ટીસ એક્‍ટ-૨૦૧૫પોકસો-૨૦૧૨ અને બાળકોની માનસિકતા અને મૂંઝવણને સમજવા અંગેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. 


          આ વર્કશોપમાં બાળ સુરક્ષા અધિકારી જાસ્‍મિન પાંચાલઉમરગામ તાલુકા વિકાસ અધિકારીર રમેશ પટેલમામલતદાર આર.આર.નાઘેરાબાળ સુરક્ષા એકમના કર્મીઓ સહિત તાલુકાની આશાવર્કરો તેમજ નર્સ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...