Sunday, January 5, 2020

નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં વિકાસ ગાયબ ..! લાખો રૂપિયા વેતન લેનાર અધિકારીની કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત..? કચેરીઓ ફકત શોભાના ગાઠીયા સમાન... જવાબદાર કોણ..?

નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં વિકાસ ગાયબ ..! 
લાખો રૂપિયા વેતન લેનાર અધિકારીની કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત..? 
કચેરીઓ ફકત  શોભાના ગાઠીયા સમાન...
 જવાબદાર કોણ..?
                               નવસારી જિલ્લામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયા ફકત ગ્રામોના વિકાસ કરવા માટે દર વર્ષે આપવામા આવે છે. પરંતુ જમીની હકીકતમાં આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ને આજે ૧૫ વર્ષ પૂર્ણ થતાં એક આરટીઆઈ દ્વારા જે માહિતી મળી છે એ ખરેખર એક મોટુ કોભાન્ડની ખબર આપી રહી છે. સદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માં સૂત્રો દ્વારા મળેલ માહિતી કાયદેસર એક સુપર ક્લાસ વન અધિકારી શ્રીને સરકાર નવસારી જિલ્લામાં સૌથી વધુ વેતન સાથે તમામ રાજાશાહી જેવી સુવિધાઓ દર માસે વર્ષોથી નિયમિત આપી રહી છે. ફકત વેતન કે સુવિધાઓ જ નહી અપિતુ એક સારી મોટી ફોજ પણ એની સુરક્ષા કે ગ્રામ વિકાસ માટે તૈનાત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં પહેલી કચેરી છે કે અહીં અધિકારીઓ હોય કે કર્મચારીઓ કચેરી માં સરકાર દ્વારા ફકત નિયમિત વેતન અને સુવિધાઓ માટે ફકત દિવસ માં એક બાર હાજરી પુરાવા માટે આવતા હશે. અહીં અધિકારીઓ કર્મચારીઓ સમયસર હાજર રહેવા ગુનો સમજે છે. બહુમાળી બિલ્ડીંગ માં એમ જ દરેક કચેરીની હાલત મોટા ભાગે સરખી છે.પરંતુ વિકાસ એજન્સીના નામે અહીં ગરીબો, મજલૂમો , ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ સાથે સરકારને ચૂનો લગાડવામાં આવી રહ્યો છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષને અહીં ગરીબોને રોજગારના નામે ચાલતી ડકૈતીની વારંવાર થતી ફરિયાદના આધારે ખરેખર હકીકત જાણવા માટે એક આરટી આઈ કરવામાં આવી હતી. જેમા સૌથી વધુ સુપર કલાસવન વેતન સાથે રાજા શાહી જેવી સુવિધા લેનાર અધિકારી શ્રીનો દરેક મુદ્દાનો એકજ જવાબ માં *પ્રકાર બનતો નથી*. એવા જવાબો જેનો ડિસ્કનરી માં કોઈ અર્થ નથી. પરંતુ એ આજે એ અધિકારી ગુજરાત સરકારનો વિકાસ , ભવિષ્યનો નો નિર્માતા, વિકાસ અને સમૃદ્ધિનો આધાર, ગ્રામોના વિકાસ કરનાર સુપર કલાસ વન અધિકારી છે એની સામે સવાલ ઉભો કરવા જીવન જોખમી છે.રૂબરૂ મુલાકાત કરતા એના જવાબો કાયદેસર હોય છે. એવા મજબૂત જવાબો મળ્યા પછી કાયદેસર એ માહિતી ને ન્યાય મેળવવા માટે એ જાહેર માહિતી અધિકારી છે એની સામે જાહેર હિત માટે એની અપીલ કરવામાં આવી. અપીલ અધિકારી એનો વડા હોય જેથી એ પણ એજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. એ પણ અપીલનો હુકમ એજ રીતે કરી . અને અપીલની સુનવણી કરી કાયદેસર પોતાના ને મળેલ સત્તા ના રૂ એ હુકમ કરી હતી. પરંતુ ફકત માહિતી અધિકાર અધિનિયમ સમયના આધારે જ ચાલે છે. સમયસીમા સદર કાયદા માં મુખ્ય ભાગ ભજવે છે.પરંતુ જમીની હકીકત માં એક જ કોલેજના વિદ્યાર્થી અહીં મોટા ભાગના અધિકારીઓ હોય છે.જેથી અપીલના હુકમ માં સમયસીમા ના કાયદોના કોઈ વિશેષ જરૂર ન સમજતા સમયનો ઉલ્લેખ કરેલ નથી. જેથી એ હુકમ જેમાં કોઈ સમય ન હોવાથી હુકમ નો કોઈ અર્થ નથી. નવસારી જિલ્લાના ગ્રામ વિકાસ અધિકારીનો વડાની જેમ જિલ્લા વિકાસ કચેરીના અધિકારીઓ હોઉ ફરજિયાત છે. નેવું ટકા વસ્તી આજે પણ ગામોમાં વસવાટ કરે છે. નવસારી હવે નવી નથી રહી એવી રીતે એમાં ના અધિકારીઓ આજે ૨૧વી સદી માં ડિઝિટલ ઇડિયા જે ચાદનો સપનો જોઈ રહી છે. આજે પણ નવસારી જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ જુનુ ચોપડા જ વાચીને મોટા ભાગે સંબિધાન દ્વારા આરક્ષણ રિજર્વરેશન દ્વારા કે બાપુ દર્શન દ્વારા ભેગા થયા છે. એ તમામની પોષણની જવાબદારી સરકાર અને ભરપાઈ કરવાની જવાબદારી ભારતીય નાગરિકોની છે.આરટીઆઈના કાયદા મુજબ અપીલની સુનવણી કરવો એક અર્ધન્યાયિક કામગીરી છે.અપીલ અધિકારીઓ એ સુનવણી પછી અરજદારને એમના હુકમ મુજબ માહિતી મળી છે કે કેમ એ સુનિશ્ચિત કરવો ફરજિયાત છે. પરંતુ અહીં આરટીઆઈ માં નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીની કચેરી માં અપીલની સુનવણી મોટા ભાગે અપીલ અધિકારી સુનવણી દરમિયાન એક મૂક દર્શક જેવા નજરે પડેલ હતા. એના નાયબ જિલ્લા અધિકારીશ્રી જે પોતે એ માહિતી મા કાયદેસર જાહેર માહિતી અધિકારી પણ હતા. એજ અધિકારી પોતાના જવાબ દારી છૂપાવવા ભરસક પ્રયાસ કરતા નજરે પડી રહ્યા હતા. અને માહિતી ની સુનવણી માં પોતાની સમજ જુનુ જર્જરિત ચોપડા જે કોઈ પણ સંજોગોમાં આજે માન્ય નથી. એવા ચોપડા મુજબ થયેલા વિદ્વાન તજજ્ઞ જવાબો જ નહીં હુકમ પણ કરે છે. આજે પણ ૨૧વી સદી માં જ્યારે ગુજરાત સરકાર ૧૦૦ટકા ડિઝિટલની પ્રચાર કરી રહી છે. નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની એક કાયદેસર વેબસાઈટ અદ્યતન કરવામાં આવતી નથી. આજે નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની વેબસાઈટ ઉપર વર્ષો જૂની માહિતી નજરે પડી રહી છે. જૂનૂ જર્જરિત માહિતી લકવાગ્રસ્ત છે. એવા અધિકારીઓ આજે વિકાસ માં કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. ભ્રષ્ટાચાર રોકવા માટે અહીં એક પણ અધિકારી નથી. કાયદેસર પુરાવો રજુ કરવા પછી પણ ફકત એક સલામ કરતી નોટિસ મોકલી છટકબારી કરતા અધિકારીઓ નજરે પડે છે. એવી જ રીતે આજે નવસારી જિલ્લા વિકાસ કચેરી ફકત એક તાલીમ કેન્દ્રનો કામગીરી કરી રહી છે. બીજો કોઈ અધિકાર કે કાયદો હોય કે નહીં પરંતુ ભ્રષ્ટાચારનો અધિકાર આજે દરેકનો કાયદેસર છે. શિક્ષણનો અધિકાર , સુરક્ષાનો અધિકાર, ભોજનનો અધિકાર, સ્વાસ્થ્યનો અધિકાર, માહિતીનો અધિકાર, રોજગારીનો અધિકાર, વગેરે આજે વર્ષોથી એક લાબી માદગીના રજા ઉપર વહી ગયો છે. નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી માં આજે ૧૫ વર્ષે પણ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ દરેક કચેરી માં ફરજિયાત અદ્યતન કરાવી રાખવો હોય એવી એક ડિસ્કલોઝર આજ સુધી બનાવવા માં જ નહીં આવી. નરેગા યોજના જે આજે ગરીબ, દલિત, શોષિત આર્થિક રીતે પછાત આદિવાસી ખેડૂત, મહિલાઓ દરેક માટે એક રોજગાર કે મજુરી કરી બે વખત પેટનો ખાડો પૂરવા માટે ભારત કે રાજ્ય સરકાર ની પ્રમુખ ગરીબ લક્ષી ખરેખર દયનિય યોજના છે. એની એ કચેરી માં કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ખરેખર ન હોય એવું ન બને પરંતુ રિજર્વરૈશનિક અધિકારીઓ ન બોલવા માં નૌ ગુણ સમજી ન પાડી છે. માહિતી અધિકાર અધિનિયમ કે કોઈ પણ નિયમ સાથે અહીં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા લેનારનો કોઈ લેવા દેવા નથી.સમયસર ખાતા માં કાયદેસર ભારતીય ચલણ મુજબ દર માસે જમા બોલાય છે કે કેમ ? એ પણ હવે મોબાઈલ માં જ મેસેજ આવી જાય છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારીની તાબા હેઠણ લગભગ તમામ કચેરીઓના અધિકારીઓની હાલત એક સરખી છે. જેથી બિલાડીના ગણામા ઘંટળી કૌણ બાધશે..? જેવો મુહાવરો અહીં ફિટ થતો હોય છે.અહી અધિકારીઓ ફકત ટાઈમ પાસ કરવા કે સેટિંગ ડોટ કોમ માં કાયદો ની છટકબારી મોટા ભાગે કરતા નજરે પડે છે. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ નરેગા યોજના માં ગરીબોને રોજગાર કાયદેસર આપવામાં નથી આવતો.ટીએસપીની જેમ ફકત બિલો જ બનાવવા માં આવેલ છે. મોટા ભાગનો કામો સાથે ગ્રામના ગરીબો મજલુમો આર્થિક રીતે પછાત વગેરેનો સમાવેશ કરવો ફરજિયાત છે. પરંતુ એવા મોટા ભાગના કામો અન્યો પાસે કરાવી લેવા કે અન્ય પ્રકારની કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને એવી માહિતી જે ભ્રષ્ટાચાર ની કલમ ૨૪(૧) માં માગવામાં આવી હતી. જેમાં કોઈ ને બાકાત રાખવામાં આવતો નથી.છતાં સદર કચેરી દ્વારા માહિતી મા ગુમરાહ કરતા ચોક્કસ ભ્રષ્ટાચાર કરી છે એ પણ સાબિત થઈ રહ્યો છે.હવે ગુજરાતનો વિકાસ કે જિલ્લાના વિકાસ કે ગ્રામ વિકાસ આજે રામભરોસે છે. છતાં આ સમાચારની ગંભીરતા થી નોઘ કરી સંબધિત અધિકારીઓ પોતાના મળેલ સત્તાના રૂ એ તત્કાળ કોઈ મક્કમ કાર્યવાહી કરશે કે ભારતનો પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતની યોજના માં પોતાના નામ નોધણી કરાવી અન્યોની જેમ ભવિષ્ય માં સરકારી સેવાલયનો લાભ લેશે. એ જોવાનુ બાકી રહ્યુ...્

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...