કરૂણા અભિયાન
અંતર્ગત બેઠક યોજાઈઃ
ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે ફોજદરી
કાર્યવાહી થશે- કલેકટર ડો.ધવલ પટેલ
તા.૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર જિલ્લામાં કરૂણા અભિયાન ચલાવાશેઃ
રાજય સરકારની સંવેદના વ્યકત કરતુ અભિયાન એટલે કરૂણા અભિયાનઃ
પશુ પક્ષીઓની સારવાર માટે
જિલ્લામાં ૧૯૬૨ તથા ૯૯૦૯૭ ૩૦૦૩૦ હેલ્પ લાઈન
૧૨ સ્વયં સેવી સંસ્થાઓના
૧૨ કેમ્પો, નવ પશુ આરોગ્ય કેન્દ્રો
સહિત
૧૧૦૦ સ્વયંસેવકો, ડોકટરો, વનવિભાગના
કર્મીઓ ફરજ બજાવશેઃ
સૂરતઃ
મંગળવાર:- ઉત્તરાયણ પર્વમાં પંતગના દોરાથી ઘાયલ
પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે રાજય સરકાર દ્વારા આગામી તા.૧૦ થી ૨૦મી જાન્યુઆરી
દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનને સફળ બનાવવા કલેકટરના સભાખંડમાં બેઠક
યોજાઈ હતી.
બેઠકમાં
ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વનવિભાગ
તથા સૂરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ., પશુપાલન, મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગના સહયોગથી સુદઢ આયોજન ધડી
કાઢવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રીએ ચાઈનીઝ-પ્લાસ્ટીકની
દોરી વેચનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરીને કડક હાથે કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ
જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો અને બાળકોના પંતગ ઉડાવવાના
ઉત્સાહમાં ઉતરાયણ પર્વે આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ધાયલ થવાના તેમજ
મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે તેવા સમયે હેલ્પલાઈન નંબરો પર કોલ કરીને
વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો અનુરોધ કર્યો હતો.
ઉતરાયણ વિત્યા બાદ વીજળીના તારો, વૃક્ષો પર દોરાઓને તત્કાલ દુર કરવાની
સૂચના મહાનગરપાલિકા,
વન વિભાગ, ડી.જી.વી.સી.એલ. વિભાગને આપી હતી.
કરૂણા અભિયાન હેઠળ ૧૨ જેટલી એન.જી.ઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૧૦૦ સ્વયંસેવકો
તથા વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ સ્વયંસેવી
સંસ્થાઓની મદદ માટે વનવિભાગની દ્વારા શહેરી વિસ્તારમાં સાત ટીમો બનાવી છે જેમાં ૮૫
કર્મચારીઓ ફરજ બજાવશે જેના નોડલ તથા ઝોનલ તરીકે ત્રણ રેજ ફોરેસ્ટ ઓફિસરો તૈનાત
રહેશે.
સુરત
શહેર-જિલ્લામાં ૧૯૬૨ તથા ૯૯૦૯૭ ૩૦૦૩૦ હેલ્પ
લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ
એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે.
નાયબ વન સંરક્ષકશ્રી પુનીત નૈયરે કરૂણા
અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
જેમાં વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા
સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવશે. ઉત્તરાયણ વિત્યા પછી
પણ અબોલ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થતા હોય છે. તેવા સમયે સુરત મહાનગરપાલિકા, ડી.જી.વી.સી.એલ., જેટકો, વન વિભાગના સહયોગથી વૃક્ષો, તાર પરથી દોરાઓને દુર કરવાની સૂચના આપી
હતી.
શ્રી નૈયર
કહ્યું હતું કે, ગત ૨૦૧૯ના વર્ષમાં કરૂણા અભિયાન હેઠળ ૨૩૧૬ ધાયલ પક્ષીઓમાંથી ૨૧૫૦
પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા હતા. જે પૈકી ૧૬૬ જેટલા ધાયલ પક્ષીઓના મૃત્યૃ
થયા હતા. વન વિભાગ દ્વારા આ વર્ષે પાંચ જેટલી કરૂણા એમ્યુલન્સો દ્વારા તત્કાલ ધાયલ
પક્ષીઓના રેસ્કયુ ઓપરેશન કરવામાં આવશે. જિલ્લામાં દયાળજી બાગ ખાતે વન વિભાગના
દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ ઉપરાંત ૧૨ જેટલી સેવાભાવી એનજીઓ, નવ પશુ આરોગ્ય
કેન્દ્રો, બિન સરકારી સંસ્થાઓ દ્વારા ૧૨ કેમ્પો પર ડોકટરો ફરજ
બજાવશે. આ ઉપરાંત રેડીયોમાં જીગલ, સ્કુલોમાં બાળકોને જન જાગૃતિના કાર્યક્રમો પણ
યોજવામાં આવશે.
આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલીકા, પશુપાલન, શિક્ષણ વિભાગના અધિકારીઓ, નેચર કલબ, જાનકી દયા ટ્રસ્ટ, પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
ધાયલ થયેલા પક્ષીઓ માટે બચાવની કામગીરી
સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કરશે. જેમાં પ્રયાસ સંસ્થાના મો.૯૮૨૫૨ ૨૯૦૮૧, નેચરકલબ મો.૯૮૨૫૪
૮૦૯૦૮, કરૂણા એન.જી.ઓ મો.૯૮૨૫૨ ૯૮૦૬૩ ફરજ બજાવશે.
જિલ્લા કલેકટરના
અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાઓની બેઠક યોજાઈઃ
-
ભારત સરકારની
બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગે જિલ્લાકક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક જિલ્લા
કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ દીકરીઓના
કલ્યાણ માટે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજનાનો લાભ વધુમાં
વધુ વાલીઓ લેતા થાય તે માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્યકક્ષાએ
આંગણવાડી બહેનો દ્વારા યોજનાની માહિતી લોકો સુધી પહોચે તે માટેના પ્રયાસ હાથ ધરવા
પર ભાર મૂકયો હતો. સમિતિના નોડલ ઓફિસર અને
સભ્ય સચિવ તરીકે મહિલા અને બાળ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. યોજના અંતર્ગત
મળેલ ગ્રાંટ, નેશનલ ચાઈલ્ડ ડેની ઉજવણીની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજય સરકારની ‘‘વ્હાલી
દીકરી યોજના’’ અંતર્ગત દીકરીઓને
૧૮ વર્ષે એક લાખથી
સહાય મળશેઃ
રાજય સરકાર
દ્વારા દીકરીઓના જન્મ પ્રમાણ વધે અને શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ધટે તેવા આશયથી
વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.
Ø યોજનાનો લાભ મેળવવા માટે
તા.૨/૮/૨૦૧૯ પછી જન્મેલી દીકરીઓ લાભ લઈ શકે છે. દીકરીના જન્મના એક વર્ષની
સમયમર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અપવાદરૂપ કિસ્સા
સિવાય દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે.
Ø યોજના માટે વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી આવક
હોવી જોઈએ.
Ø આ યોજના અંગેની ફોર્મ આંગણવાડી
કેન્દ્ર, ગ્રામ
પંચાય, સીડીપીઓની કચેરી ખાતેથી વિનામૂલ્યે મેળવી અરજી ભરી
આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓની કચેરીઓ/જનસેવા કેન્દ્રો ખાતે
આપવાની રહેશે.
Ø યોજના હેઠળ દીકરીઓ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે
ત્યારે રૂા.૪૦૦૦, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬૦૦૦ તથા ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન
સહાય તરીકે કુલ રૂા.૧૦૦,૦૦૦ સહાય મળશે. પરંતુ દીકરીના
બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
Ø અરજી સાથે દીકરીનું જન્મનું
પ્રમાણપત્ર અને આધારકાર્ડ,
અરજદારના રેશનકાર્ડની નકલ, માતા-પિતાના આધાર
કાર્ડ તથા જન્મના પ્રમાણપત્રો, આવકનું પ્રમાણપત્ર દંપતિના
પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલાઓ, નિયત નમુનામાં
સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગદનામું જોડવાનું રહેશે.
Ø વધુ વિગતો માટે મહિલા અને બાળ
અધિકારીની કચેરી, બ્લોક નં.એ, પ્રથમ માળ, જિલ્લા
સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત ખાતે
સપર્ક સાધવાનો રહેશે.
ખેતીપાકોની નુકસાનીની
સહાય મેળવવાની મુદતમાં વધારો કરી
તા.૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવી છેઃ
સુરત જિલ્લાના ૫૮,૬૪૮ હજાર
ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છેઃ
રાજ્યમાં ગત ઓક્ટોબર-નવેમ્બર
માસમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલા નુકસાન સામે ખેડૂતોને રાહત મળી રહે તે
માટે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારના ઠરાવ
અનુસાર સુરત જિલ્લામાં ખાતા દીઠ રૂ. ૬૮૦૦/- પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની
મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. સુરત જિલ્લામાં તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં ૫૮,૬૪૮ અરજીઓ
ઓનલાઈન મળી છે. આ સહાય મેળવવામાં બાકી રહેલા ખેડૂત મિત્રો માટે રાજય સરકારે
મુદતમાં વધારો કરી તા.૧૪/૦૧/૨૦૨૦ કરવામાં આવી છે.
અરજી કરવા માટે ૭-૧૨,
૮-અની નકલ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) જેવા
જરૂરી કાગળો ઓનલાઈન અરજી કરવી. અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેમાં ખેડૂત ખાતેદારે સહી
કરી ઉપર મુજબના તમામ સાધનિક કાગળો સહિતની અરજી તેમજ સંયુક્ત ખાતાના કિસ્સામાં
સંમત્તિપત્રક/કબૂલાતનામું ગ્રામપંચાયત ખાતે ગ્રામસેવકને જમા કરાવવા. સંયુક્ત
ખાતાના કિસ્સામાં એક જ ખાતેદાર લાભ મળવાપાત્ર છે. આ અંગેની વધુ માહિતી માટે
ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી
(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારીશ્રી અને જિલ્લા કક્ષાએ
જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની
યાદીમાં જણાવાયું છે.
શહેરમાં ચાઈનીઝ
તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધઃ
આગામી
મકરસંક્રાંતિના તહેવારના દિવસે અને એ પહેલા ચાઇનીઝ તુક્કલ ઉડાડવાના કારણે આગ,
જાહેર મિલકતોને નુકસાન, પર્યાવરણને નુકસાન,
માણસો અને પશુ પક્ષીને ઈજાના બનાવો બને છે. આવા ગંભીર અકસ્માત બનતા
અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે મદદનીશ
પોલીસ કમિશનરશ્રી, (વિશેષ શાખા) પી.એલ. ચૌધરીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર સુરત શહેરી વિસ્તારમાં તા.૧૯/૦૧/૨૦૨૦ સુધી
જરૂરી સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા, તુક્કલનું
ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે
વપરાશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રકારના ચાઈનીઝ તુક્કલ કોઈપણ પ્રસંગે ઉડાડી
શકાશે નહી કે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન
કરનાર શિક્ષાને પાત્ર થશે.
ટુ-વ્હીલર, ફોર
વ્હીલર વાહનોની લે-વેચ કરતી વેળાએ આટલી સૂચનાઓનું પાલન કરવું
સૂરત,મંગળવાર: સૂરત
શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી, (વિશેષ શાખા) પી.એલ. ચૌધરીએ જાહેર શાંતિ-સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી એક જાહેરનામા દ્વારા
પોલિસ કમિશ્નરેટ હેઠળના સમગ્ર વિસ્તારમાં સાયકલ, સ્કુટર, મોટર સાયકલ જેવા
ટુ અને ફોર વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોને આ
પ્રકારના વાહનો ખરીદ-વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે.
વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક
માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થળપ્રત કબજામાં રાખવી, ઓળખ
માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાન
કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ, નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું
પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોપોરેટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, કોઇ પણ
રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલું ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ
માટે મેળવવાનો રહેશે. બીલમાં ખરીદનારનું પુરુ નામ, સરનામું સંપર્ક
માટે ટે./મો.નંબર લખવો. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબર, ચેસીસ નંબર
અવશ્ય લખવા, વાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી આ પ્રકારની
માહિતી/રેકર્ડ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે રજુ કરવા જણાવાયું છે. આ
જાહેરનામાનો અમલ તા.૦૭/૦૩/૨૦૨૦ સુધી
અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
શહેરમાં ચાલતા મસાજ
પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો
પોલિસ વિભાગમાં
ફરજિયાત રજૂ કરવી
સૂરત,મંગળવાર: શહેરના કેટલાક
રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર ચલાવવાની આડમાં ચાલતી ગેર
કાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ.
ચૌધરીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર સ્પા અને મસાજ પાર્લરના માલિકો
અથવા સંચાલકોએ પોતાની નામ સરનામા અને મોબાઇલ નંબર, ફોટોગ્રાફ
સહિતની તમામ વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત મસાજ પાર્લરમાં કામ કરનારી પ્રત્યેક
વ્યક્તિની વિગતો પણ ફોટાગ્રાફ સાથે આપવાની રહેશે. સ્પા કે મસાજ પાર્લરમાં બહારના
રાજ્યની કોઇ વ્યક્તિ કામ કરતી હોય તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ
કરવાના રહેશે. જો કોઇ વ્યક્તિ વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગતો પોલીસને આપવાની
રહેશે.આ જાહેરનામું તા.૦૭/૦૩/૨૦૨૦ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જાહેર સ્થળોએ
જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધઃ
: સુરત શહેરની
હાઈસ્કુલ, કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં
એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ
કે અન્ય ફોમ શરીર પર જબરદસ્તથી લગાવી માર મારવાની ઘટનાઓને ધ્યાને લઈ મદદનીશ
પો.કમિ.(વિશેષ શાખા) શ્રી પી.એલ.ચૌધરીએ એક જાહેરનામા દ્વારા પો.કમિશનરેટ હદ
વિસ્તારમાં રાત્રીના સમયે જાહેર બાગ, બગીચા, રોડ કે રસ્તા, બી.આર.ટી.એસ. કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબર દસ્તીથી બળપૂર્વક કે સેલો
ટેપ લગાવવી કે કેમીકલ વિગેરે કોઈ ફોર્મનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે
અને જાહેર સંપતિને નુકશાન થાય તે રીતે જાહેર જગ્યાઓમાં જન્મદિવસની ઉજવણી કરવા પર
પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ
કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
સુરક્ષા સંબધિત
ગણવેશ કે વાહનોનું વેચાણ કરનાર કે બનાવનારે
નિયત
કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશેઃ
ગુપ્તચર
સંસ્થાઓના વખતો વખતના અહેવાલો તથા જાનમાલની સલામતી તેમજ શાંતિ સલામતી અને દેશની
સુરક્ષાને ધ્યાને લઈ સુરતના મદદનીશ પો.કમિ.(વિશેષ શાખા)શ્રી પી.એલ.ચૌધરીએ એક
જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર શહેરના કોઈ પણ વિસ્તારમાં સૈન્ય તથા સશસ્ત્ર દળોનો
કોઈપણ પ્રકારના ગણવેશ કે ગણવેશ સંબધિત વસ્તુઓ કે ચિન્હો કે સુરક્ષા એજન્સીનો આભાસ
ઉભો કરે તેવો કોઈ પણ પરીધાનો ધારણ કરવાથી સુરક્ષા એજન્સીનો સભ્ય હોવાની લોકોમાં
દહેશત ઉભી થાય તેવા પ્રકારના ચિન્હો, ગણવેશ, વાહનોનું વેચાણ કરનાર કે બનાવનારે નિયત કરેલા નિયમોનું ચોક્કસાઈ સાથે પાલન
કરવાનું રહેશે. જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો
ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
No comments:
Post a Comment