નવસારી વિજલપોર નગરપાલિકા માં નવો વળાંક નવો અધિકારી નવો વેરા નવો કલર પરંતુ સુવિધાના નામે .....?
આજે નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા માં વિજલપોર સાથે આઠ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી ચુંટાયેલા તમામ નગરસેવકો અને પ્રમુખ શ્રીઓ ને સત્તા છીનવી ને અધિકારીઓના દરેક કામો ખરેખર કાબીલેતારીફ છે. સરકાર ને હવે કાયદેસર ચુંટણી પ્રક્રિયા માં કરોડો રૂપિયા ના ખર્ચ કરે છે એ સદંતર બંધ કરવો જોઈએ. અને ગુજરાત માં ઠેર ઠેર નવો વહીવટદાર નિમણૂંક કરી દેવા જોઈએ. આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં વધા જ કામો વિકાસ ના માર્ગે છે. પારદર્શક રીતે દરેક કામો થઈ રહ્યા છે. કોઈ પણ જાતના અગાઉ અનુભવ વહીવટદાર નો ન હોવા છતા સારી રીતે નવસારી વિજલપોર નગરપાલિકા ના વહીવટ કરવો ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી કહેવાય. અને નવો વહીવટદાર થી નવસારી વિજલપોર નગરપાલિકા માં મોટો સુધારો જોવા મળી રહ્યા છે. અને નવા વહીવટદાર શ્રી ને સરકાર પાચ વર્ષ વહીવટદાર તરીકે રાખે ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા માં મોટો સુધારો આવી શકે એમાં કોઈ શક નથી. નવસારી વિજલપોર નગરપાલિકા માં રોજી રોજગાર માં દારૂ શરાબનો અડ્ડો માં પણ મોટો સુધારો જોવા મળેલ છે.પીવા માટે ચોખ્ખું પાણીની ઠેર ઠેર દારૂનો અડ્ડોની જેમ દુકાનો અને પાણી વેપાર કરતી વાહનોમા ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. નવસારી વિજલપોર નગરપાલિકા માં કાયદો વ્યવસ્થા માં હવે ફોરવીલ કે ટૂ વિલ થી શોપિંગ કરવા માટે વ્યવસ્થા અસરકારક છે. દર માસે વાહનો મુકવા અંગે લાખો રૂપિયા દંડ વસૂલી કરવામાં આવે છે. શિક્ષા, સુરક્ષા અને સ્વાસ્થ્ય દરેક નાગરિકોના મૌલિક અધિકાર માં વિજલપોર સાથે એક પણ ગ્રામ પંચાયત ના હદ માં શિક્ષણ વ્યવસ્થા નથી. સુરક્ષા માટે કે સ્વાસ્થ્ય માટે એક સામાન્ય સરકારી હોસ્પિટલ ભલે ન હોય પરંતુ હવે એ સુવિધા ટેકસ આપવો દરેક નાગરિકનો
કર્તવ્ય છે. નવસારી વિજલપોર નગરપાલિકા પોતે આશરે ૪૦ કરોડ રૂપિયા પાણી નો બિલ નાગરિકો પાસે ઉઘરાણી કરી ભરેલ નથી પરંતુ નાગરિકો બિલ ન ભરે ત્યારે નગરપાલિકા થી એક ફોજ કનેક્શન કાપવા માટે આવે છે.
No comments:
Post a Comment