Thursday, December 10, 2020

નવસારી જિલ્લા માં આકારણી કોભાન્ડ માં તપાસ કરનાર અધિકારી નથી..! કલેકટર શ્રી અધિક કલેકટર ને ,અધિક કલેકટર પ્રાન્ત અધિકારી ને,પ્રાન્ત અધિકારી ચીફ ઓફીસરને તપાસ કરવા હુકમ આપી.....?


નવસારી જિલ્લા માં આકારણી કોભાન્ડ માં તપાસ કરનાર સક્ષમ અધિકારી નથી..! 

કલેકટર શ્રી અધિક કલેકટર ને ,અધિક કલેકટર પ્રાન્ત અધિકારી ને,પ્રાન્ત અધિકારી ચીફ ઓફીસરને આકારણી કોભાન્ડની તપાસ કરવા હુકમ આપી.....?

નવસારી વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચારની તપાસ કોણ કરશે..? 

 ગુજરાતની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી માં આજે વર્ષો થી એક નવા યુગની શરૂઆત થયેલ છે. જેમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે હવે ઓળખવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકા માં આકારણી કોભાન્ડ એનો સૌથી તાજો દાખલો છે. આજે લોકચર્ચા મુજબ તત્કાલીન કલેકટર ડો.સંધ્યા ભુલ્લર ની સાથે સીઓ વસાવાની તત્કાળ જરૂર છે. ગૈરકાયદેસર બાધકામો ને ધ્વસ્ત કરવા માટે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે ગુજરાત માં સીએમ તરીકે યોગી સરકારની જરૂરની માગ છે. અને કેન્દ્ર સરકાર પાસે આ એક સર્વોચ્ચ આઇડિયા મેળવી કામગીરી કરવા જોઈએ. ગુજરાત માં થી ભ્રષ્ટાચાર માં સહભાગી અધિકારીઓને યોગી સરકાર માંં તત્કાળ કોઈ પણ તારીખ આપવા વગર ફેસલો લેવામાં અગ્રસર છે. ડકૈતોને એક જ ફેસલો ઈન્કાઉન્ટર અને કારકૂનથી કલેકટર હોય કે સચિવ તત્કાળ સ્વેચ્છિક રાજીનામું. આજે નવસારી જિલ્લામાં એક ભ્રષ્ટાચાર સાબિત થતા કલેકટર શ્રી અધિક કલેકટર મારફતે જ દરેક કામ કરાવવો હોય ત્યારે આર્થિક તંગી માં સરકારને એ હોદ્દોના રૂ કલેકટર કેવી રીતે પોષાય એ આજે વિચારવા પર સરકાર મજબૂર છે.ભારતીય સંબિધાન માં માલિક કે સ્વતંત્રતાની એક સમય અને સીમા છે. અધિક કલેકટર શ્રી એક હુકમ વહીવટદાર નાયબ કલેકટર અને વહીવટદાર શ્રી આકારણી કરનારને તપાસ કરવા વિનંતી પત્ર. હવે નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર તપાસ કરવાની એક નવી શિસ્ટમ શરૂ થયેલ છે. આ નવી પદ્ધતિ થી જાણકારોના મંતવ્ય મુજબ આકારણી કોભાન્ડ માં મિલીભગત સાફ જાહેર થઈ રહ્યો છે. જેથી અહીં નવસારીના નાગરિકોને કે બિલ્ડરોને ન્યાય મળી શકે નહીં. એક બીજા ઉપર ધોળી તારીખ પર તારીખ, તારીખ પર તારીખ આપવો એ પણ ભ્રષ્ટાચાર જ કહેવાય. આજે એમાં જવાબદાર કૌણ છે એ શોધવો મુશ્કેલ છે. હવે સીઓ સાહેબ એની તપાસ કોણે આપશે એ જોવાનો બાકી છે.અગાઉ પણ એવી રીતે તપાસ કરવામાં આવેલ જે આજે સેટિંગ ડોટ કોમ માં સેટ થયેલ છે.
શાસનના સર્વોચ્ચ મંત્રી મુખ્ય મંત્રી થી પ્રશાસનના સર્વોચ્ચ અધિકારી એડમીનિસ્ટ્રેશન કમિશનર નગરપાલિકાઓ ગાધીનગર થી જિલ્લાના કલેકટર સુધી ફરિયાદ અરજીના સિલસિલો અને સમય સીમા મુલાકાત તમામ પુરી થઇ . હવે એ બધાને એક સાથે અરજી ઓ અને એક બીજાને કરેલ હુકમો હવે ન્યાય મેળવવા ગુજરાત ના સર્વોચ્ચ ન્યાય મંદિર હાઈકોર્ટ માં ન્યાય મેળવવા રૂકસત થઈ રહ્યા છે. ન્યાય મેળવવા માટે વિદ્વાનોના સહકાર થી અગાઉ એવા ઉચ્ચ કામગીરી માં ન્યાય મંદિર થી થયેલ જજમેન્ટ પણ સાથે જવા માટે રાહ જોઈ રહ્યા છે. જેથી તારીખ પર તારીખ આપવા માટે રજીસ્ટર ડિઝિટલ ઇન્ડિયા માં રાખવાની જરૂર નથી. નવસારી જિલ્લામાં એ આજે એક ઐતિહાસિક કામગીરી હશે કે બિલ્ડરોની અધિકારીઓ દ્વારા પહેલા કાયદેસર આરતી હવન પૂજા મહાપ્રસાદ કરાવવા અને પછી ગૈરકાયદેસર કરી કોભાન્ડ કરવાની પ્રક્રિયા માં કાયદેસર કેસ કરવા, દરેકની તપાસ કરવા છેલ્લે આમ નાગરિકોને ભોગ લેવા દરેક માટે ન્યાય થશે.અને સરકાર કોઈ પણ પ્રકૃયા વગર વહીવટદાર નિમણૂંક કરવો અને વહીવટદાર દ્વારા કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વગર આકારણી માં મુખ્ય જવાબદારી હોવા છતા આકારણી કરવા દેવો અને સરકાર ના ગૈરકાયદેસર કામો માં ટાઉન પ્લાનિંગ એક્ટ 1976 મુજબ કેસ ન કરવો અને કાયદાકીય દૃષ્ટિએ છટકબારી કરવો પોતાના હોદ્દો મુજબ કામો ન કરવા એવા કરેલા તમામ કામોની સમીક્ષા કરવા માટે ન્યાય મંદિર માં ન્યાય માગવામાં આવશે. હવે જનહિત માટે થતી ફરિયાદને ન્યાય ચોક્કસ મળશે એવી ચર્ચા ચાલી રહી છે.
નવસારી વિજલપોર નગરપાલિકા માં સીસી બીયુસી વગર આકારણી કરવામાં સ્વભંડોળ માં વધારો થશે એવી માન્યતા ખોટી છે. નવસારી વિજલપોર નગરપાલિકા હોય કે અન્ય કચેરી ભ્રષ્ટાચાર બંધ કરવા વગર કોઈ પણ સંજોગોમાં વધારો થઈ શકે નહીં. કરોડોની સંપત્તિ આજે વર્ષો થી ધૂળ ખાઈ રહી છે. સરકાર ના નિયમોનો એસી કી તૈસી કરવામાં આવી રહી છે. અધિકારીઓ અહીં મનોરંજન કરવા માટે એમની મરજી મુજબ જ આવતા હોય છે. કલેકટર શ્રી હોય કે અધિક કલેકટર, પ્રાન્ત અધિકારી હોય કે ચીફ ઓફીસર કાયદેસર ભ્રષ્ટાચાર માં સામેલ નથી પછી પુરાવા અને કાયદો જાણવવા છતા શાની તપાસ કરવા એક બીજા પર ધોળી રહ્યા છે.ચીફ ઓફીસર નવસારી નગરપાલિકા ની જગ્યા બીજી ઓફીસ માં કામ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ ને આજે જાણવો જરૂરી છે કે નોકરી કરનાર ફકત ફકત નોકરશાહ છે. માલિક નથી. સરકાર ની નજર દરેક ઉપર છે. એ જમાના ગયા એ મોદી સરકાર છે. નવી ટેકનોલોજી નો યુગ છે. એક એક રૂપિયા પર સરકાર ની નજર છે. દરેક પાસે કેટલા રૂપિયા છે કેટલી સંપત્તિ હોવી જોઈએ એનો હિસાબ સરકાર પાસે છે. હાલમાં રિટાયર્ડ ઓફીસર એ સંપત્તિ નો ઉપયોગ કરતા ઝડપાઇ ગયા.
ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ગરીબો આદિવાસીઓ માટે વિકાસ અને સમૃધ્ધિનો દરવાજો ખોલી રહ્યા છે. નવસારી માં ગરીબો આદિવાસી મહિલા બેરોજગારો દલિતો ને કઈ રીતે જમીદોસ કરવો એના માટે યોજનાઓ અધિકારીઓ જ ઘડી રહ્યા છે. હવે સરકાર ને બદનામ કરવા જ્યારે એના જ અધિકારીઓ કમર કશી હોય ત્યારે આર્થિક તંગી માં થી નિકળવા માટે ભ્રષ્ટાચાર બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી.હવે સમાચારની ગંભીરતા થી લઈ કામ કરશે કે સમાચાર લખનાર ઉપર આડંબર એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...