Saturday, December 5, 2020

આરટીઆઈ કી ઐસીતૈસી કરતા R&B (સ્ટેટ) વર્તુળ કચેરી સુરત


 

માર્ગ અને મકાન (સ્ટેટ) વર્તુળ કચેરી સુરત,  વલસાડ, આહવા, અનેતાપીના  પર્દાફાસ-આર.ટી.આઈ
વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર
 
           ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સુરતના માર્ગ અને મકાન( સ્ટેટ ) વર્તૂળ કચેરી માં ભ્રષ્ટાચાર અને ગૈરકાયદેસર કામો થી આજે સરકાર બદનામ થઈ રહી છે. કાયદા કાનૂનનો અહીં બાત કરવો અધિકારીઓ ગુનો સમજે છે. કરાર આધારિત અધિકારીઓ જેમની પાસે કાયદેસર કોઈ સત્તા હોતી નથી.કરાર આધારિત અધિકારી ભ્રષ્ટાચાર કરે ત્યારે એની સામે સરકાર માં કોઇ મજબુત કાયદો નથી. આજે બેરોજગારીના મુદ્દે સરકાર બેકફુટ પર છે.પરંતુ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ જેમાં સૌથી વધુ સરકાર ગ્રાન્ટ ફાડવે છે. સૌથી વધુ ગરીબો આદિવાસીઓ દલિતો મજુરોને રોજગાર આપતો વિભાગ ચંદ અધિકારીઓના મેળાપીપણા થી બિન જરૂરી કરાર આધારિત અધિકારીઓ રાખવામાં આવેલ છે અને સરકાર બદનામ થઈ રહી છે. કરાર આધારિત અધિકારીઓનો કબ્જો ભ્રષ્ટાચાર કહેવાય. જેની સત્યતા જાણવા માટે સદર કચેરી માં એક માહિતી માગવા માં આવી હતી. જેમાં આજે 45 દિવસ પૂર્ણ થતા માહિતી આપવામાં આવી નથી. સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ના  આજે 15 વર્ષ પૂર્ણ થતા કરાર આધારિત અધિકારીની નિમણૂંક આરટીઆઈની ઐસી કી તૈસી કરવામાં આવી રહી છે. સદર કચેરી જેના તાબા હેઠણ 5 જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ કાર્યરત છે. જ્યારે એજ કચેરી માં આરટીઆઈના કાયદાનો જાણકાર નથી ત્યારે એના તાબા હેઠણના અધિકારીઓ પાસે કોઈ નોલેજ હશે ખરો ? સદર કચેરીના મુખ્ય અધિકારી તાબા હેઠણ તમામ કચેરીઓ માં તબ્દીલ કરી પરંતુ પોતાની કચેરી માં થી માહિતી આપવા તશ્દી આજ સુધી લીધેલ નથી. મળેલ માહિતી મુજબ સદર કચેરીના મુખ્ય અધિકારીના નોકરી માં થી એક વાર કાયદેસર સરકારના નિયમ રિટાયર થઈ ચુક્યા છે.છતા આજે બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહી છે. 9થી દસ હજાર રૂપિયા વેતન ઉપર કામ કરનાર ઇજનેરો આજે એક એક રાજ્ય માં લાખોની સંખ્યામાં યુવાનો દર દર ભટકવામા મજબૂર છે. સરકાર બેરોજગારોને રોજગારી આપવા માટે રાત દિવસ મહેનત કરી કરોડો રૂપિયા ખર્ચ કરે છે.અને સૌથી મહ્ત્વની કચેરીમાં જ બેરોજગારો અને તાબા હેઠળના કચેરી માં ગેરકાયદેસર કરાર આધારિત આઉટસોર્સ જેવા અધિકારીઓની ઉપરી અધિકારીઓના મિલીભગત થી ભર્ષ્ટાચાર કરવામાં આવી રહ્યુ છે. મળેલ માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગની વર્તુલ કચેરી સુરત સાથે સુરત નં. ૧ અને ૨ સાથે નવસારી, વલસાડ,આહ્વા,તાપી અને ડાંગ જિલ્લાની મુખ્ય કાર્યપાલક ઈજનેરોના શૈક્ષણિક લાયકાત અનુભવ એક જ આરટીઆઈ માં ટાંય ટાંય ફિસ જેવા મુહાવરો સટીક થયો છે. 
આજે સુરત વર્તુળ કચેરી માં જાહેર માહિતી અધિકારી સાથે અપીલ સત્તા અધિકારીશ્રીને ગુજરાતી ભાષા જે સૌથી સરળ અને પ્રાદેશિક ભાષા છે અને એ કચેરી ના અધિકારીઓ પણ ગુજરાતી છે. છતા સ્પષ્ટ ટાઈપ કરેલ કોમ્યુટરાઇજ દરેકને વંચાય એવા સ્પષ્ટ ટાઈપ કરેલ હોય છતા કોઈ પણ જવાબ ન આપવો એ સાબિત કરે છે કે અહીં શૈક્ષણિક લાયકાત કે અનુભવના આધારે ભરતી કરવા બદલે ફકત આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ અને ઉપરી અધિકારીઓ ને લક્ષ્મી દર્શન આરતી કરાવી ને કરવામાં આવી છે. અને એજ રીતે વલસાડ જિલ્લામાં કાર્યપાલક ઈજનેર  હાલમાં નિમણૂંક થયેલ છે. પરમોશન કરી એક જ જિલ્લામાં રાખવો એ કાયદો ફકત અને ફકત સદર કચેરી સિવાય અન્ય કચેરીઓ માં જોવામાં નથી આવતો. એનો લોક ચર્ચા મુજબ રાજનેતાઓની તમામ  સુવિધાઓ પૂરી પાડવા પણ એક મુખ્ય કારણ છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતો વિભાગમાં આજ સુધીમાં કોઈ તકેદારી વિભાગની તપાસ કરવામાં કેમ નથી આવતો એ આજે ચર્ચા નો વિષય છે. ગુજરાત વર્તણૂંક નિયમો 1971 અહીં અધિકારીઓને ખબર નથી. અને એ નિયમને આજે પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે. ગુજરાત રાજ્ય માં સદર વિભાગ આજે શોભાના ગાઠીયા જેવા છે. જેથી હવે કેન્દ્ર સરકારના વિજિલન્સ કમિટી દ્વારા સદર વિભાગના કરાર આધારિત સાથે સેટિંગ ડોટ કોમથી જન્મેલા અધિકારીઓની તપાસ કરાવવા માટે અરજીઓ આવી રહી છે.
નવસારી,વલસાડ,આહ્વા ,તાપી અને સુરત જિલ્લામાં માહિતી અધિકારીઓ માહિતી ગૈરમાર્ગે દોરી રહ્યા છે. વલસાડ જિલ્લાના જાહેર માહિતી અધિકારી હુકમ છતા માહિતી આપવા માટે છટકબારી કરી રહ્યા છે. કાયદા કાનૂન થી છટકબારી કરવો ગુનો છે. કર્મચારીઓ અધિકારીઓ સદર કચેરીઓ માં એમની મર્જી મુજબ જ કામ પર આવે છે.એક ડિઝિટલ મશીન રાખવો ફરજીયાત હોવા છતા ફકત સમય વગર લખવાની પ્રથા અજુ પણ વર્તુણ કચેરી માં ચાલે છે. સુરત વર્તૂણ કચેરીના સિક્યુરિટી ના ગાર્ડોના શોષણ કરવામાં આવી રહ્યુ છે. પ્રથમ અપીલની સુનવણી માં અધી.ઇજનેર અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા અરજદાર સામે એક પણ જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે. જાહેર માહિતી અધિકારીઓ ની જગ્યા કારકુન બોલાવી અપીલ શાભણવા માં આવી હતી. એક કારકુન અને કાર્યપાલક ઈજનેર માં कहां राजा भोज कहां गंगू तेली જેવી હાલત સર્જાયું હતુ. આરટીઆઈ એક્ટીવિસ્ટ અરજદાર સામે કારકુન અને કરાર આધારિત બન્ને પાસે સત્તા જ નથી. આરટીઆઈ ના કાયદા મુજબ ફકત સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરાર આધારિત અધિકારીનો કોઈ ઉલ્લેખ નથી. જેની ફરિયાદ ગુજરાત અને ભારત સરકાર માહિતી આયોગ કમિશનર પાસે કરવામાં આવાની પુરેપૂરી સંભાવના ને નકારી ન શકાય.
                   વલસાડ જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી આરટીઆઈના કાયદાથી અજાણ છે એ ન કહી શકાય .પરંતુ એમની ઓળખ ગાંધીનગર સુધી હોય જેથી માહિતી આપવા કે નિરીક્ષણ કરાવવા એમની લાયકાત માં નથી આવતો. વલસાડ જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી  એ માહિતી નિરીક્ષણ  કરાવવા સ્પષ્ટ ન પાડી જેથી વલસાડ જિલ્લાની કાર્યપાલક ઈજનેર કચેરી માં મોટો કોભાંડ હશે એવો જાગૃત નાગરિકો માની રહ્યા છે. હવે સદર કચેરીની તપાસ ગુજરાત તકેદારી આયોગ પાસે કરાવવા માટે તત્કાલિક જરૂર છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર કચેરીના વિદ્વાનો અને રાજનેતાઓ પોતાને મળેલ સત્તા અને ફરજો મુજબ તપાસ માટે ભલામણ કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...