Wednesday, December 23, 2020

નવસારી જિલ્લામાં આઉટશોર્સ ,કરાર આધારિત કર્મચારીઓ ESIC ની સુવિધા થી મહેફુજ ...! જવાબદાર કોણ..? ભ્રષ્ટાચાર કે શોષણ ...!

નવસારી જિલ્લામાં આઉટશોર્સ ,કરાર આધારિત કર્મચારીઓ
 ESIC ની સુવિધા થી મહેફુજ ...! 
જવાબદાર કોણ..? ભ્રષ્ટાચાર કે શોષણ ...!

               નવસારી જિલ્લામાં આજે દરેક કચેરી માં કરાર આધારિત કે આઉટ શોર્સ થી નિમણૂંક કર્મચારીઓ વર્ષો થી કામ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કર્મચારીઓનો માસિક વેતન રૂપિયા 21000/- થી ઓછુ છે. એ ઈએસઆઇસીની સુવિધા પાત્ર છે. પરંતુ આજ સુધી એ ગરીબ, મજબૂર, શોષિત, દલિત, વંચિત, મહિલા શશક્તિકરણની સરકારના સરકારી અધિકારીઓ જેની મુખ્ય જવાબદારી છે.અપાવવા માં નિષ્ફળ ગયા છે. અને મોટા ભાગના અધિકારીઓને ખબર પણ નથી. એનો મુખ્ય કારણ એમાં પણ મોટા ભાગના અધિકારીઓ બાપુ દર્શન, સેટિંગ ડોટ કોમ અથવા કારકુન માં થી પરમોશન લઈ કે  આરક્ષણથી આવેલ છે. અને એ અધિકારીઓની કચેરી માં અને વાહનો માં ચાલતી એરકંડીશન ગૈરકાયદેસર છે. સરકાર આજે આર્થિક તંગી માં છે.સરકારશ્રીનો કરકસરનો પરિપત્ર મુજબ એક કુર્સી પણ લઈ શકાય નહિ. પરંતુ આજે સરકારના કાયદાઓની એસી કી તૈસી સરકારના અધિકારીઓ જ કરી રહ્યાં છે. કોરોના જેવી મહામારી માં સરકાર એક બાજુ સામાન્ય મજુરી કામ કરાવનાર બિલ્ડરોને બીમા લેવા ફરજિયાત કરેલ છે. અને બીજી તરફ કર્મચારીઓને ઈએસઆઇસી (કર્મચારી રાજ્ય બીમા નિગમ) જે સરકારની સૌથી સફળ યોજના છે. એનાથી આજે સરકારી કર્મચારીઓ જ મહેફૂજ છે. અને ઈએસઆઈસી ના અધિકારીઓની પણ જવાબદારી છે. પરંતુ અહીં નવસારી જિલ્લામાં કર્મચારીઓ, ગરીબો, મજદૂરો, મજબૂરો, બેરોજગારોની ફરિયાદો કે સરકારી જરૂરી સુવિધાની કાર્યવાહી માટે કે સાંભળવા કોઈ અધિકારી નથી.રામભરોસે ભ્રષ્ટાચાર થી ચાલતા અધિકારીઓ હવે પોતાની કચેરી માં કરાર આધારિત કર્મચારીઓને સદર સુવિધાઓ માટે કામગીરી કરાવશે કે પોતાની કચેરી માં થી એસી કઢાવી મળતો વેતનથી વીજ બિલ ભરવા અને જોબચાર્ટ મુજબ કરેલ કામગીરીની સમીક્ષા કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ.
નવસારી જીલ્લામાં આવશ્યક સુવિધાઓ જેમાં અનાજ ,ગેસ,ખાણી- પીણી વગેરે ના તપાસ અધિકારીઓ જેમાં નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની ભુમિકા સર્વોચ્ચ છે. લોક ચર્ચા માં ચાલતી ખબરો મુજબ ફોન જ ઉપાડવા માં ગુનો સમજે છે. ખાનગી રાશનની દુકાનો કે ગેસ એજન્સીઓની તપાસ કરવા કે હોટલોની તપાસ કરવામાં કેમ પાછળ છે. એ આજે લખવાની જરૂર નથી. એમની કચેરી માં પણ એરકંડીશન ગૈરકાયદેસર છે. ફકત સરકારી રાશનની દુકાનોમાં જે પરવાનેદાર આરતી હવન યજ્ઞ કરાવવા માં નહિ માનતો હોય એની કાયદેસર તપાસ અને દંડ કરવાની ફરજ પડે છે. ક્રોસ ચેકીંગ કરવાની નવસારી જિલ્લામાં પ્રથા જ નથી. પ્રાન્ત અધિકારીઓ,મામલતદાર શ્રીઓ મોટા ભાગે ગૈરકાયદેસર એસી માં બેસી તમામ તપાસ કરે છે. આજે નવસારી જિલ્લા ગુજરાત માં ભ્રષ્ટાચાર બાબતે ટોપટેન માં રાજ કરી રહ્યા છે. દર વર્ષે એસીબી એક શિકારીની જેમ દરેક વર્ગના અધિકારીઓની શિકાર કરી રહી છે. એવા અધિકારીઓની જવાબદારી કોની છે ? નવસારી જીલ્લામાં અધિકારીઓ કચેરીમાં સમયસર હાજર રહેવામાં ગુનો સમજે છે. એક ડિઝિટલ મશીન આજે આધુનિક યુગ માં રાખવામાં  આવતો નથી એનો કારણ સ્પષ્ટ જાહેર થાય છે. નવસારી જિલ્લા પંચાયત માં હાલત બદથી બદતર છે. સમયસર અહીં એક પણ વર્ગના અધિકારી હાજર રહેતા નથી. ફરિયાદ કોને કરવી. આરસીપીએસ હોય કે આરટીઆઈ ,ભ્રષ્ટાચાર અધિનિયમ હોય કે કોરોના કાળનો કરકસર , વિકાસ કમિશનર ફકત હુકમ જ મોકલ મોકલ કરે છે. નવસારી જિલ્લા પંચાયત માં અમલીકરણ કરાવવા સક્ષમ અધિકારી જ નથી. હવે સમાચાર ની ગંભીરતાથી નોધ લઈ પોતાની ફરજ મુજબ ઉપરોક્ત જન હિત માટે જેના માટે સરકારશ્રી અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. કામો કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...