Wednesday, December 16, 2020

નવસારી જિલ્લા પંચાયત માં RTI 2005 અને RCPS 2013 અમલીકરણ કરાવવા કે વિકાસ કમિશનર નો હુકમ ના પાલન કરાવવા સક્ષમ અધિકારીઓની જરૂર ..!



નવસારી જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. સરકાર રાત દિવસ મહેનત કરી નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લે ઢાક કે તીન પાત.કાયમી ધોરણે અરજીઓ ફરિયાદો આરટીઆઈ દ્વારા નાગરિકો પોતાના તકલીફો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓના પેટના પાણી પણ હલતુ નથી. અને ગાધીનગરના અધિકારીઓ ફકત નવો નવો કાયદો જ પરિપત્રો હુકમો જારી કરી શું સાબિત કરવા માગે છે એ સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો ની સમજથી પરે છે. અહીં મોટા ભાગના અધિકારીઓ ફકત તાલીમ માટે કે આરક્ષણ સેટિંગ ડોટકોમ અથવા બિનજરૂરી બદલી માં નિમણૂંક થયેલ છે. સરકારી અધિકારીઓ ઉપર કાયદેસર તપાસ કરવા માટે ગુજરાત સરકાર પાસે કાયદો નથી એવું નથી પરંતુ અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી. સરકાર બદલી કરે છે પરંતુ એ અધિકારી પણ ચંદ દિવસો માં ભ્રષ્ટાચાર માં શામેલ થઈ જાય છે. સરકાર એક કમિટી ની રચના કરી પરંતુ એમાં બહારના અધિકારીઓના બદલે જે અધિકારીઓ ઉપર વિશ્વાસ મુકી એ આજે ભાઈ -ભાઈની ભૂમિકા માં આવી ગયા. નવસારી જિલ્લા પંચાયત માં આજે આરટીઆઈ હેઠળ માહિતી અધિકારી જ નથી. અપીલ સાભળવા માટે કે જાહેર માહિતી અધિકારી કોણ છે ? એનો એક બોર્ડ નથી. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 નવસારી જિલ્લા પંચાયત માં સર્વોચ્ચ અધિકારીઓને ખબર ન હોય ત્યારે તલાટી કે તાલુકા વિકાસ અધિકારીને ક્યાં થી ખબર હોય..એવો નથી. કાયદાની અમલીકરણ સાથે બાપુ દર્શન માં કોરોના જેવી મહામારી આવી શકે. ફરિયાદ થયા કરે ગુનો સાબિત પણ થાય છે.પરંતુ અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી. લોક ચર્ચા મુજબ નવસારી જિલ્લા પંચાયત માં નાગરિકોને મળવા માટે એનો દુખ તકલીફો, હેરાનગતિ સાભળવા માટે અધિકારી જ નથી. આજે એક વર્ષ પુરૂ થવા આવ્યા ગુજરાતના વિકાસ કમિશનર એરકંડીશન કાઢવા માટે હુકમ કર્યો છે. પરંતુ એનો 11 માસે અમલવારી થયેલ નથી. ગુજરાત વિકાસ કમિશનર શ્રી પોતાના હુકમ માં સ્પષ્ટ જણાવ્યું છે 31 જન્યુઆરી 2020 સુધી પોતાના કચેરી અને વાહનોથી એસી કઢાવી પ્રમાણ પત્ર મોકલાવવા અન્યથા વેતનમાં થી બીજ બિલ વસૂલ કરવામાં આવશે.અને નવસારી જિલ્લા પંચાયત ના અધિકારીઓ જ્યારે પોતાના કચેરીના કમિશનરનો હુકમનો અપમાન કરતા હોય ત્યારે સામાન્ય નાગરિકોની ફરિયાદ હોય આરટીઆઈ આરસીપીએસ ૨૦૧૩ હોય ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 ગમે એ ફરિયાદ કરે કે મીડિયા જગતમાં પર્દાફાશ કરે અહીં નવસારી જિલ્લા પંચાયત માં એના ચણા મોમરા પણ ન આવે. એ આજે જગ જાહેર છે. નવસારી જિલ્લા પંચાયત ના અધિકારીઓ ફકત તારીખ આપવા કે છટકબારી કરવા એક બીજા ને હુકમ કરવા સમયસર હાજર ન રહેવા નાગરિકોને આરટીઆઈ માગનાર અરજદારોને ગુમરાહ કરવામાં કે સરકાર દ્વારા આપેલ હુકમોની એસી કી તૈસી કરવામાં પોતાની કામયાબી સમજી રહ્યા છે. આજે નવસારી જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે રાજ કરી રહ્યો છે. નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ પોતાની કચેરી સાથે વાહનોની એરકંડીશન કઢાવવા કે કરકસર માટે મુખ્યમંત્રી શ્રીનો હુકમોના પાલન કરાવવા કે આરટીઆઈ આરસીપીએસ જેવા કાયદાઓની અમલવારી કરાવવા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે ફરીથી ભારત સરકાર પાસે અરજીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સતર્કતા આયોગની દખલગીરીની સખત જરૂર છે. એવા જાગૃત નાગરિકો દ્વારા લોકચર્ચા ચાલી રહી છે.






No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...