નવસારી વિજલપોર નગરપાલિકા માં ગુજરાત ના મુખ્યમંત્રી દ્વારા ઓનલાઈન ખાતમુહૂર્તની તખ્તી માં વિજલપોર ગાયબ ....!
જવાબદાર અધિકારીઓની ખરેખર ભૂલ કે વિજલપોર ફકત ટુક સમય માટે હતો..?
નવસારી નગરપાલિકા માં હાલમાં જ વિજલપોર નગરપાલિકા સાથે આઠ ગ્રામ પંચાયતોના સમાવેશ કરી નવસારી નગરપાલિકાને નવસારી વિજલપોર નગરપાલિકા તરીકે નવા નામ આપવામાં આવેલ હતો. પરંતુ વિજલપોર નગરપાલિકા થી કર્મચારીઓ, અધિકારીઓ, ડ્રાઈવરો સાથે વિજલપોરના પ્રમુખશ્રી વાહનો ઉપર કબજો કોઈ પણ મહેકમ મંજુર કરવા વગર મોખિક રીતે હુકમ કરી નવસારી નગરપાલિકા માં બેસાડેલ છે. અને વિજલપોર નગરપાલિકાના કાયમી નિવૃત કર્મચારીઓ પેન્સન માટે છટકબારી કરી રહ્યા છે. વિજલપોર નગરપાલિકા માં સાતમો પગાર પાસ થયેલ છતા આગળની કાર્યવાહી નવસારી નગરપાલિકાના અધિકારીઓ ન કરી આપતા આશંકાનો જન્મ આપી રહ્યા છે. નવસારી નગરપાલિકા માં વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આજે પણ સામાન્ય કામો માટે ધક્કો ખાવા મજબૂર થતા નજરે પડી રહ્યા છે. અને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો ઓનલાઈન ખાત મુહૂર્ત માં મુખ્યમંત્રીના નામે નવસારી થી પોતે ખાતમુહૂર્ત કરવામા આવેલ અને વિજલપોરના નામ બાદબાકી કરવામાં આવેલ છે.ત્યારે ખરેખર કાયદેસર વિજલપોર નગરપાલિકાના સમાવેશ કરવામાં આવ્યો છે કે બિનવારસી છે. એ સમજવો અઘરું છે. ગુજરાત સરકાર ગમે એ પ્રજાલક્ષી કે વિકાસ અને સમૃદ્ધિ માટે નવી નવી યોજનાઓ લાવે કે કરોડો રૂપિયા વીજબિલની બચત કરે પરંતુ જમીની હકીકતમાં જ્યાં સુધી ભ્રષ્ટાચાર રોકવા માટે જિલ્લા દીઠ નવી ટીમની રચના નહીં કરશે ત્યાં સુધી છેલ્લે ઢાક કે તીન પાત જ રહેશે.
નવસારી નગરપાલિકા માં આજે ઠેર ઠેર ચોખ્ખું પાણીનો રોજગાર દારૂનો અડ્ડોની જેમ ધમધમી રહ્યો છે.આજે દરેક રોડ ઉપર કે દરેક સરકારી કચેરીઓ માં બહાર થી પાણીના બીસ બીસ લીટરના કેરબા પોતે સાબિત કરે છે કે નવસારી નગરપાલિકા દ્વારા પીવા માટે અપાતો પાણી ખરેખર પીવા લાયક નથી એ પાકુ. નવસારી નગરપાલિકા માં આજે પણ કરોડો રૂપિયા અંબિકા ડિવિઝનમાં પાણી ના બિલો બાકી છે. અને નવસારી નગરપાલિકા એ બિલ ભરવા બદલે રોડ કલર કરવામાં ખર્ચ કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી સ્વભંડોળની ચિંતા કરે છે અને નવસારી નગરપાલિકા માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શોપિંગ સેન્ટર વર્ષો થી ધુળ ખાઈ રહ્યા છે. નવસારી નગરપાલિકા માં સુએજ પ્લાન માં કરોડો રૂપિયા ખર્ચ કરી એ પ્લાન ક્યાં છે શોધવો મુશ્કેલ છે. વિજલપોર નગરપાલિકા માં જીયુડીસી દ્વારા કરોડો રૂપિયાના ગટર લાઈન આજે વિજલપોર માટે કલંક સમાન છે. મોટી લાઈન કાઢી ડોઢ ફુટની પાઈપ કાયમી ધોરણે ભરાઈ રહે છે. છેલ્લા બીસ વર્ષથી વિજલપોર ફાટક ઉપર એક ઓવર બ્રિજનો કામ મંગલ ગ્રહ ઉપર વિકાસ કરી રહ્યો છે. કરોડો રૂપિયાની જલ સંચય યોજના માટે દરેક તળાવો ઉંડુ કરવામાં આવ્યો પરંતુ ચોમાસા માં એમા પાણી જવા માટે એક પાઈપ નાખવામાં આવી નથી. એલઈડી ભ્રષ્ટાચાર આજે પણ એક રહષ્ય છે. વિજલપોર નગરપાલિકાની નવી કચેરી માં લાખો રૂપિયાના કામો આજે કોરોના જેવી અન્ય બીમારીઓ થી પીડિત થઈ આખિરી શ્વાસ લેવા મજબૂર છે. નવસારી જિલ્લા માં પહેલા એક પ્રાંત કચેરી હતી એના બદલે આજે ત્રણ કરવામાં આવી. નાના તાલુકાઓની રચના કરવામાં આવી. વિકાસ માટે વિભાજન જરૂરી છે. પરંતુ નગરપાલિકા જ્યાં શહેરી કરણ થી વિકાસ વધે છે .નવી નગરપાલિકા માં વધારો કરવા બદલે જુની નગરપાલિકાઓ ને રદ્દ કરવો ગ્રામ પંચાયતો માં તમામ સુવિધાઓ જે સરકારશ્રીના પ્રાથમિકતા માં હતી આજે એનો વિલય કરવો અને નાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ થી વંચિત કરવો એ વિકાસ છે કે ...!
નવસારી નગરપાલિકાના ગટરનો પાણી આજે પણ એમજ નદી માં વર્ષો થી ઠાલવવામાં આવે છે જેથી થતો નુકશાન નો જવાબદાર કોણ છે.નવસારી નગરપાલિકા છે કે રાજાનો દરબાર એ સામાન્ય નાગરિકો સમજી શકે નહીં. આજે 21વી સદી માં પણ એક હાજરી પુરવા માટે ડિઝિટલ મશીન નથી. આરટીઆઈ 2005 નો કાયદો હોય કે આરસીપીએસ 2013, ભ્રષ્ટાચાર અધિનિયમ 1988 હોય કે ગુજરાત સેવા વર્તણુક નિયમો 1971 અહીં અમલીકરણ કરવો ગુનો છે.
વિજલપોર વિસ્તારમાં બિન જરૂરી સારા માં સારું ડામર રોડ ઉપર કોઈ પણ ડિજાઈન વગર નવા રોડ બનાવવા માં આવી રહ્યો છે.તદ્દન ઉતરતી કક્ષાનો રોડ બનાવવા માં આવી રહ્યુ છે. જેની અલગથી તપાસ કરાવવા માં આવે ત્યારે મોટો કોભાન્ડ બહાર આવશે એમાં કોઈ શક નથી.
ગુજરાત સરકાર એ કોવિડ કોરોના માટે તમામ મજુરો માટે બીમા લેવો ફરજિયાત કરેલ છે. પરંતુ એની જવાબદારી માટે કોઈ અધિકારી નથી. નવો બિનજરૂરી રોડથી આજુ બાજુના દુકાનો મકાનો નીચુ થવા થી ચોમાસામાં પાણી ભરવાની પૂરે પૂરી શક્યતા છે. રોડ બનતો હોય ત્યારે એક કાયદેસર નગરપાલિકાનો ઇજનેર હાજર રહેવો જોઈએ પરંતુ હવે કાયદેસર ચુંટણી નજીક હોય એ માટે રોડ બનાવવા માં આવી રહ્યો છે. આજે સદર રોડોની જમીન માં ગટર લાઈન, વીજની લાઈનો,પાણીની પાઇપો, ગેસ અને ટેલિફોનની લાઈનો મોટા ભાગનો કામ હજુ બાકી છે. કરોડો રૂપિયાના રોડો પાણીનો નિકાસની વ્યવસ્થાની કમી થી દર વર્ષે ટૂટે છે. એ દરેકને ખબર છે . છતા રોડ ઉપર પાણી ન ભરાય એના માટે એક સામાન્ય ખર્ચ નગરપાલિકાના શૈક્ષણિક અને અનુભવી લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ ભોગનાર અધિકારીઓને કેમ ખબર નથી ? મોબાઈલ ટાવર ઠેર ઠેર બિન વારસી ચાલી રહયુ છે. એનો ભાડુ લેવામાં અધિકારીઓ પાસે નોલેજ નથી..? આજે ભ્રષ્ટાચાર વગર કામો નગરપાલિકા માં થઈ શકે નહીં. કલેકટર કચેરી ,મામલતદાર કચેરી માં દસ પાસ મામલતદાર કે નાયબ કલેકટર સુધી પરમોશન મળી શકે છે. નગરપાલિકા માં એ નિયમ કેમ નથી ? નગરપાલિકાની સરકાર શું અલગ છે.? આજે જે ભેદભાવ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે થઈ રહ્યો છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. સમાચારની નોધ લઈ વાચનાર અધિકારીઓ ગંભીરતા થી નોઘ લઈ "વસુધૈવ કુટુંબકમ" મુજબ મદદ કરશે એ આજની અત્યંત જરૂર છે.
No comments:
Post a Comment