Saturday, December 19, 2020

લોકરક્ષક હેલ્થ કેર અને કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી જિલ્લાના શાળાઓ માં કોરોના સંરક્ષણ માટે સેમિનારની ભવ્ય શરૂઆત


લોકરક્ષક હેલ્થ કેર અને કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી જિલ્લાના શાળાઓ માં કોરોના સંરક્ષણ માટે સેમિનારની ભવ્ય શરૂઆત

    નવસારી જિલ્લામાં કોરોના જેવી મહામારી થી સંરક્ષણ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ દરેકે દરેકે માસ્ક પહેરવા, એક બીજા થી બે ગજનો અંતર રાખવા ,હાથ સેનેટાઈજર કરી સમયે સમયે ચોખ્ખું પાણી અને સાબુથી હાથ ધોતા રહેવો.તદુપરાંત લાઈફ સ્ટાઈલ માં ફેરફાર કરી અતિ પ્રાચીન રૂષિ મુનિયો દ્વારા શોધ કરેલી પ્રાકૃતિક વનસ્પતિઓને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ થી બનાવેલ શુદ્ધ દવાઓ ને શાસ્ત્રો યુક્ત સિદ્ધ કરેલી, ૧૦૦% નૈસર્ગિક ઉપચાર થી કોઈ પણ બીમારી થી કાયમી ધોરણે છુટકારો મેળવવા માટે કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર દ્વારા નવસારી જિલ્લાના તમામ પ્રાથમિક અને માધ્યમિક સાથે ઉચ્ચ. શિક્ષણ આપતી શાળાઓ માં સેમિનારની શરૂઆત કરવામાં આવી છે. જેમાં નવસારી નગરપાલિકા દ્વારા સંચાલિત મોટા ભાગની તમામ શાળાઓ માં શિક્ષણ આપતા ભાઈ બહેનોને વિના મૂલ્યે કોરોના સંરક્ષણ માટે કાઢો પીવડાવા અને માર્ગદર્શન આપવામાં આવે છે.
   કોરોના કોવિડ 19 ના વાયરસ હજુ આપણા દેશ માં જ છે. જેની ઉપસ્થિતિ આજે પણ દરેક શહેરો માં જોવા મળી રહ્યો છે. અને ખાસકરીને મોટી ઉમ્ર સાથે કોઈ પણ બીમારી જેવા કે ડાયાબિટીસ, હાર્ટ ,કેન્સર, દમ, વગેરે અસાધ્ય બીમારીઓ થી પીડિત દર્દીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.
    કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર ISO અને FSSAI વગેરે સરકારની તમામ ગાઈડ લાઈન અને સર્ટીફાઈડ કંપની ના સંયુક્ત ક્રમે નવસારી જિલ્લાની તમામ શિક્ષણ આપનાર ભાઈ બહેનોને એ સેમિનાર દ્વારા વિના મૂલ્યે કાઢા પીવડાવવામાં આવે છે. અને જરૂરિયાત મંદોને વિના મૂલ્યે માસ્ક આપવામાં આવે છે. નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયંત્રણ કચેરી સાથે નવસારી જિલ્લાના આયુર્વેદ વિભાગ દ્વારા કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેરના સદર અભિયાન માં સહકાર આપવામાં આવેલ છે. નવસારી જિલ્લાના લોકપ્રિય પ્રાથમિક અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત ભાઈ ચૌધરી સાહેબનો સદર સેમિનાર માં સારો સહયોગ મળી રહ્યો છે.
આજે દેશ આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે. સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે. વૈજ્ઞાનિકો સદર બીમારી થી નિજાત મેળવવા માટે એડી ચોટીના જોર લગાવી રહ્યા છે. પરંતુ જમીની હકીકતમાં ભારત એક વિશાળકાય અને સૌથી વધુ આબાદી ધરાવતો દેશ છે. એવા વિશાળકાય દેશ જેમાં મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર પહેલા થી જ ચરમસીમા ઉપર હોય અને એવા દેશ માં કોરોના જેવી મહામારી ઉપર નિયંત્રણ કરવા સહેલુ નથી. આજે સ્વાસ્થ્ય વિભાગ માં સંસાધનો અને તબીબોની ભારે કમી છે. એવા સમયે પ્રાચીન નૈસર્ગિક ઉપચાર અમૃત તુલ્ય છે. અને શિક્ષકો દેશના ઘડવૈયા છે. ઈતિહાસ ગવાહ છે ગમે ત્યારે દેશ ઉપર એવી કોઈ પણ મોટી આફત કે ભયંકર બીમારી આવી ત્યારે દેશના શિક્ષકો મોટો ફાળો આપેલ છે. જેથી જ ગુરૂની મહિમા પરમાત્મા કરતી મોટી કહેવાય છે. કોરોના હોય કે અન્ય કોઈ પણ મહામારી શિક્ષકોના સહયોગ વગર સફળતા મેળવવી મુશ્કેલ છે. જેથી કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોકરક્ષક હેલ્થ કેર દ્વારા એક અભિયાન જેમાં સૌ પ્રથમ શિક્ષણ સાથે સંકળાયેલા ગુરૂજનોને પ્રાથમિક ધોરણે દરેક શાળાઓ માં સેમિનાર યોજવામાં આવી રહ્યો છે. અને ગુરૂજનો સારો સહકાર આપી રહ્યા છે.

  નવસારી જિલ્લા ગુજરાતની ઐતિહાસિક નગરી છે. આજે નવસારી નગરી જે દેશની તમામ મુશ્કેલીઓ માં સહભાગી બની એક નવી દિશાનો પ્રેરક છે.મોટા મોટા ઉદ્યોગ પતિઓને જન્મ આપી છે. દેશના પ્રધાનમંત્રી શ્રી પણ શરૂઆત નવસારી થી કરી હતી. મહાત્મા ગાંધી જીએ નમક સત્યાગ્રહની શરૂઆત નવસારી થી કરી હતી.મહાન ઉદ્યોગ પતિ રતનટાટાનો જન્મ અને મફતલાલ શેઠની કર્મભૂમિ છે. સંત મહાત્માઓ અને બાદશાહોની ભૂમિ છે. 
નવસારી જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ, જાગૃત નાગરિકો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ , સેવાભાવી સંસ્થાઓ વગેરે તમામ રહીશો સદર અભિયાન માં જોડાઈ નવસારી જિલ્લા ને કોરોના મુક્ત ,અસાધ્ય માં અસાધ્ય બીમારી થી મુક્તિ માટે સહભાગી બનશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

નવસારી નગરપાલિકા સંચાલિત મિશ્ર શાળા નં.૪ ના મુખ્ય શિક્ષક શ્રી ટંડેલ સાહેબ દ્વારા સદર બાબતે અહેવાલ 

https://youtu.be/Zdr13TPyblw

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...