નવસારી વિજલપોર નગરપાલિકા માં વિનપાના કર્મચારીઓના ગ્રેજ્યુએટી અને સાતમો પગાર પંચનો હુકમ છતા મળતો નથી..!
સક્ષમ અધિકારીની જરૂર ખરી.....?
सौ में नब्बे ........। फिर भी भारत देश महान ॥
નવસારી જિલ્લા માં ગુજરાત રાજ્યનો નવમી સૌથી મોટી નગરપાલિકા નવસારી વિજલપોર નગરપાલિકા છે.નવસારી નગરપાલિકાને ૧૬વી મોટુ શહેર અને ૨૫મી સૌથી સ્વચ્છ શહેર ભારત દેશ માં એવાર્ડ મળેલ છે.નવસારી જિલ્લા પહેલા થી નવસારીના દાંડી મહાત્મા ગાંધી દ્વારા સત્યાગ્રહ સંપૂર્ણ વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ નવસારી જિલ્લા બન્યા પછી રાહુ કેતુ સાથે શનિની પનોતી એક સાથે લાગી હોય એવુ નજરે પડી રહ્યો છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં વિજલપોર નગરપાલિકાના સમાવેશ કર્યા પછી કોરોના જેવી મહામારી માં દરેક વિકાસના કામો સફાઈ-ગટર પાણી વગેરે તમામ માં કોરોનાના વાયરસ આવી ગયા છે. અને આજે હાલત બદથી બદતર જોવા મળી રહ્યો છે. નાગરિકોથી ધમધમતો નગરપાલિકા માં આજે એક સામાન્ય કામો માટે કાયદેસર અધિકારી કોણ છે..? શોધવો મુશ્કેલ છે ? અને આજે સૌથી જુના કર્મચારીઓના નોકરીમાં થી સમયસીમા પૂરુ થયા નિવૃત્તિ પછી ગ્રેજ્યુએટી જે સરકાર શ્રીનો કાયદો ગ્રેજ્યુટી એક્ટ 1972 મુજબ ફરજીયાત છે. પરંતુ આજ સુધી નિવિર્ત્ત કર્મચારીઓ ફાફા મારવા મજબૂર છે. સાતમો પગાર પંચ જે ગુજરાત સરકારની સંબધિત કચેરીના વડા દ્વારા મંજુર કરવામાં આવેલ છે એ આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં સક્ષમ અધિકારી ન હોવાથી અધ્ધર અટકેલ છે. આજે અધિકારીઓ કર્મચારીઓના હક જે કાયદેસર એમનો અધિકાર છે એ પણ આપવામાં નહિ આવતો હોય ત્યારે વિકાસ અને સમૃદ્ધિ ફકત એક જુમલો જ કહી શકાય . નવસારી વિજલપોર નગરપાલિકા પહેલા સારા કામો માં ટોપટેન માં હતી.આજે ભ્રષ્ટાચાર માં પહેલા ક્રમે આવવા માટે અહિં સરકારી અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે એક ઓફિસ ઓછી પડે ત્યારે બીજી ઓફિસ માં કામ કરવા જવો પડે છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં ફરી થી આકારણી કોભાંડ ચાલી રહ્યો છે. ગુજરાત રાજ્ય માં તપાસ અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. નવસારી વિજલપોર નગરપાલિકા માં સમયસર અધિકારીઓ હાજર રહેવા ગુનો સમજે છે. આજે એ જાણવો જરૂરી છે કે એમનો મળતો વેતન માટે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. સરકાર આજે સૌથી વધુ દેવાદાર છે છતા અન્ય રાજ્યોની અપેક્ષા માં સૌથી પહેલા સમયસર દરેક પ્રકારની સુવિધાઓ અને વેતન આપે છે વેતનના એક એક રૂપિયા આદિવાસી ગરીબો આર્થિક પછાત દલિત શોષિત વંચિત ખેડુતો મહિલાઓના રાત દિવસના ખૂન પશીનાની કમાણીના છે. જે આજે અધિકારીઓ પોતાના હક કે જાગીર સમજી રહ્યા છે.આજે એવા અધિકારીઓની કામગીરી થી સ્વચ્છ પારદર્શી સરકાર બદનામ થઈ રહી છે. જેથી સરકાર પાસે ખાનગીકરણ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. લોક ચર્ચા મુજબ એ કર્મચારીઓનો હક મારવો કાયદેસર ગુનો છે અને એવા નાના નાના કામોથી બિનજરૂરી ફસાદ ઉભી થાય છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ જરૂરી કાર્યવાહી કરી સરકાર શ્રીના હુકમ મુજબ નિવિર્ત્ત કર્મચારીઓને ગ્રેજ્યુટી અને વિજલપોર નગરપાલિકા માં ગુજરાત સરકાર દ્વારા થયેલ હુકમ મુજબ સાતમા પગાર પંચ મુજબ વેતન અપાવવામાં સહભાગી બનશે કે નામદાર કોર્ટ માં બિન જરૂરી નામ નોધાવી દરેક તારીખે હાજર રહી સરકારને બદનામ કરવા માં સહભાગી બનશે. એ જોવાનુ બાકી રહ્યુ...
No comments:
Post a Comment